Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 4:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તેઓ અમારો કેડો છોડતા નથી, તેથી અમે અમારા ચૌટાંઓમાં ફરી શક્તા નથી. અમારો અંતકાળ પાસે આવ્યો છે, અમારા દિવસો ભરાઈ ચૂક્યા છે; કેમ કે અમારો અંતકાળ આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 દુશ્મનો અમારા પર ચાંપતી નજર રાખતા હતા; તેથી અમે અમારા રસ્તાઓ પર પણ ફરી શક્તા નહોતા. અમારા દિવસો પૂરા થયા છે; અમારો અંત નજીક આવી પહોંચ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 દુશ્મનો અમારી પાછળ પડ્યા હતા અને અમે રસ્તે ચાલી નહોતા શકતા. અમારો અંત નજીક આવ્યો હતો અને અમારા દિવસો પૂરા થયા હતા, કેમ કે અમારો અંતકાળ આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 દુશ્મનો અમારી પાછળ પડ્યા હતાં અને અમે રસ્તે ચાલી નહોતા શકતાં. અમારો અંત નજીક આવ્યો હતો અને અમારા દિવસો પૂરા થયા હતા.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 4:18
16 Iomraidhean Croise  

જો હું ગર્વ કરું, તો તમે સિંહની જેમ મારી પૂઠે લાગો છો; અને ફરીને મારા ઉપર તમે તમારી અદ્દભુત શક્તિ બતાવો છો.


ભૂંડું બોલનાર માણસ પૃથ્વીમાં કાયમ રહેશે નહિ; જુલમગાર માણસને ઉથલાવી પાડવાને દુષ્ટતા તેની પાછળ મંડી રહેશે.


ત્યારે યહોવાએ મને કહ્યું, “તેં બરાબર જોયું છે; કેમકે મારું વચન સંપૂર્ણ સરવા સંબંધી હું જાગૃત છું.”


યહોવા કહે છે, “હું ઘણા માછીઓને તેડાવીશ, ને તેઓ તેમને માછલાંની જેમ પકડશે; અને ત્યાર પછી હું ઘણા શિકારીઓને તેડાવીશ, ને તેઓ દરેક પર્વત પરથી ને ડુંગર પરથી, ને ખડકોની ફાટોમાંથી તેઓનો શિકાર કરશે.


તે બિન્યામીનને દરવાજે પહોંચ્યો ત્યારે ત્યાં હનાન્યાના પુત્ર શેલેમ્યાનો પુત્ર નામે ઇરિયા નાયક હતો. તેણે યર્મિયા પ્રબોધકને પકડીને કહ્યું, “તું ખાલદીઓના પક્ષમાં જતો રહે છે.”


પ્રબોધકો જૂઠું બોલે છે, ને તેઓના કહ્યા પ્રમાણે યાજકો અધિકાર ચલાવે છે અને મારા લોકને એ ગમે છે; પણ છેવટે તમે શું કરશો?”


કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, ‘પાર ફેરવવામાં આવતી ખળીના જેવી બાબિલની દીકરી છે; થોડી વાર પછી તેને ઊપણવાની વેળા આવશે.


જેઓ વિનાકારણ મારા શત્રુ થયા છે, તેઓ કોઈ પક્ષીની પાછળ પડે તેમ મારી પાછળ પડ્યા છે.


“હે મનુષ્યપુત્ર, જો, ઇઝરાયલ લોકો કહે છે કે, ‘જે સંદર્શન તને થાય છે તે ઘણા દિવસો પછીના વખતને માટે છે, ને તે ઘણા દૂરના સમયો વિષે ભવિષ્ય કહે છે.’


તેમણે મને પૂછ્યું, “આમોસ, તું શું જુએ છે?” ત્યારે મેં ક્હ્યું, “ઉનાળામાં થતાં ફળની એક ટોપલી.” ત્યારે યહોવાએ મને કહ્યું, “મારા ઇઝરાયલ લોકોનો અંત આવી પહોચ્યો છે. હું હવે પછી કદી પણ તેમને દરગુજર કરીશ નહિ.”


ઇઝરાયલનો રાજા કોની પાછળ નીકળ્યો છે? તમે કોની પાછળ પડ્યા છો? એક મૂએલા કૂતરા પાછળ, એક ચાંચડ પાછળ!


Lean sinn:

Sanasan


Sanasan