Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 3:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેમણે મને વાડથિ ધેર્યો છે, જેથી મારાથી બહાર નીકળાય નહિ. તેમણે મારી બેડી ભારે કરી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તેમણે મને સાંકળોથી બાંધ્યો છે; છુટકારાની કોઈ આશા ન હોય એવા કેદી જેવો હું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેમણે મને દીવાલથી ઘેરી લીધો છે, જેથી મારાથી બહાર નીકળાય નહિ. તેમણે ભારે સાંકળોથી મને બાંધી દીધો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 હું ક્યાંય છટકી ન જઇ શકું; તેથી તેણે મારી આસપાસ કોટ ચણી લીધો છે. અને તેણે ભારે સાંકળોથી મને પકડી લીધો છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 3:7
11 Iomraidhean Croise  

તેમણે વાડથી મારો માર્ગ એવો બંધ કર્યો છે કે, હું આગળ ચાલી શકતો નથી, અને મારા રસ્તાઓમાં તેમણે અંધકાર મૂક્યો છે.


જેનો માર્ગ ઘેરાઈ ગયો છે, તથા જેને ઈશ્વર સંકોચમાં લાવ્યા છે તેને [પ્રકાશ કેમ આપવામાં આવે છે] ?


તમે મારા ઓળખીતાને મારી પાસેથી દૂર કર્યા છે; તેઓ મારાથી કંટાળે, એવો તમે મને કર્યો છે. હું બંદીખાનામાં પડેલો છું, તેથી હું બરાબર નીકળી શકતો નથી.


દુ:ખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે; હે યહોવા, મેં દરરોજ તમને અરજ કરી છે, તમારી આગળ મેં મારા હાથ જોડ્યા છે.


ત્યારે તેઓએ યર્મિયાને પકડીને રાજાના પુત્ર માલ્ખિયાના ચોકી નીચેના ટાંકામાં નાખ્યો. અને તેઓએ યર્મિયાને દોરડાં બાંધીને તેમાં ઉતાર્યો. તે ટાંકામાં પાણી ન હતું, પણ કાદવ હતો. અને યર્મિયા કાદવમાં કળી ગયો.


અને હવે, જે બેડીઓ તારા હાથે પહેરાવી હતી. તેઓથી મેં તને આજે છૂટો કર્યો છે. જો તને મારી સાથે બાબિલ આવવું સારું લાગે તો આવ. હું સારી રીતે તારી સંભાળ રાખીશ; અને જો મારી સાથે બાબિલ આવતાં તને માઠું લાગે તો અહીં રહે:જે, આખો દેશ તારી આગળ ખુલ્લો છે; જ્યાં જવું તને સારું તથા યોગ્ય લાગે ત્યાં જા.”


મારા અપરાધોની ઝૂંસરીને તેમના હાથે જકડી લીધી છે. તેઓ અમળાઈને મારી ગરદન પર ચઢી બેઠા છે; યહોવાએ મારું બળ ઓછું કર્યું છે. જેઓની સામે હું ઊભી રહી શકતી નથી, તેઓના હાથમાં પ્રભુએ મને સોંપી છે.


તેમણે ઘડેલા પથ્થરથી મારા માર્ગોને બંધ કર્યા છે, તેમણે મારા માર્ગો વાંકાચૂકા કર્યા છે.


જેઓ અમારી પાછળ પડ્યા છે તેઓ અમને પકડી પાડવાની તૈયારીમાં છે. અમે થાકી ગયા છીએ, અને અમને વિશ્રામ મળતો નથી.


અમારા પર મોટી આપત્તિ લાવીને અમારી વિરુદ્ધ તથા અમારો ન્યાય કરનારા અમારા ન્યાયાધીશોની વિરુદ્ધ પોતે બોલેલાં વચનો તેમણે પરિપૂર્ણ કર્યા છે; કેમ કે યરુશાલેમ પર જે [વિપત્તિ] પાડવામાં આવી છે તેવી [વિપત્તિ] આખા આકાશ નીચે [કોઈ સ્થળે] પડી નથી.


એથી જો, હું તારો માર્ગ કંટાથી બંધ કરી દઈશ, ને હું તેની વિરુદ્ધ એવો કોટ કરીશ કે, તેને માર્ગે જડશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan