Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 3:66 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

66 કોપથી તેઓની પાછળ પડો, ને યહોવાના આકાશ નીચેથી તેઓનું નિકંદન કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

66 તમારા કોપથી તેમનો શિકાર કરો અને પૃથ્વી પરથી તેમને નષ્ટ કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

66 ક્રોધે ભરાઈને પીછો કરીને તમે તેઓનો નાશ કરજો અને હે યહોવાહ, તમે તેઓનો પૃથ્વી પરથી સંહાર કરજો!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

66 ક્રોધે ભરાઇને પીછો પકડીને તમે તેમનો નાશ કરજો અને હે યહોવા! તમે તેમનો પૃથ્વી પરથી સંહાર કરજો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 3:66
14 Iomraidhean Croise  

પણ ઇઝરાયલનું નામ આકાશ નીચેથી ભૂંસી નાખવાની ઈશ્વરની ઈચ્છા નહોતી, એટલે યહોવાએ તેઓને યોઆશના દીકરા યરોબામ મારફતે બચાવ્યા.


આકાશો તે યહોવાનાં આકાશો છે; પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે.


તેઓ પવનથી ઊડતાં ફોતરાંના જેવા થાઓ, અને યહોવાનો દૂત (તેઓને) હાંકી કાઢો.


તેઓનો માર્ગ અંધકારમય તથા લપસણો થાઓ, અને યહોવાના દૂત તેઓની પાછળ પડો.


જો મેં કહ્યું હોત, “હું આ પ્રમાણે બોલીશ, ” તો હું તમારા દીકરાઓની પેઢીનો વિશ્વાસઘાત કરત.


આકાશો, જે તમારા હાથનાં કૃત્યો છે, અને ચંદ્ર તથા તારાઓ, જેઓને તમે ઠરાવ્યા છે, તેઓ વિષે હું વિચાર કરું છું,


યહોવા એવું કહે છે, “આકાશો મારું રાજ્યાસન છે, ને પૃથ્વી મારું પાયાસન છે; તમે મારે માટે કેવું ઘર બાંધશો? અને મારું વિશ્રામસ્થાન કેવું થશે?”


તેઓને કહો કે, જે દેવોએ આકાશ તથા પૃથ્વી બનાવ્યાં નહિ તેઓ પૃથ્વી પરથી તથા આકાશ નીચેથી નાશ પામશે.


હે યહોવા, તમે [મારું બધું] જાણો છો; મેન સંભારો, મને દર્શન દો, ને મારા સતાવનારા ઉપર મારા વતી વૈર લો. તમારી સહનશીલતાની ખાતર મને લઈ જશો નહિ; યાદ રાખો કે મેં તમારે લીધે નિંદા સહન કરી છે.


તમે અમને કોપથી ઢાંકી દીધા તથા સતાવ્યા છે. તમે અમને કતલ કર્યા છે, ને અમારા પર દયા રાખી નથી.


પણ જે સારું છે તેનો ઇઝરાયલે ત્યાગ કર્યો છે; શત્રુ તેની પાછળ પડશે.


માટે જ્યારે યહોવા તારા ઈશ્વર જે દેશ તને તારો વારસો તથા વતન કરી લેવા આપે છે, તેમાં તારી આસપાસના તારા સર્વ શત્રુઓથી તે તને આરામ આપે, ત્યારે એમ થાય કે તું આકાશ નીચેથી અમાલેકનું નામ ભૂંસી નાખ. તું ભૂલીશ નહિ.


યહોવા તેને માફ નહિ કરે, પણ યહોવાનો કોપ તથા તેમનો જુસ્‍સો તે માણસ પર તપી ઊઠશે, અને આ પુસ્તકમાં જે સર્વ શાપ લખેલા છે તે તેના પર આવી પડશે, ને યહોવા તેનું નામ આકાશ નીચેથી ભૂંસી નાખશે.


અને તે તેઓના રાજાઓને તારા હાથમાં સોંપી દેશે, ને તું તેઓનું નામ આકાશ નીચેથી નાશ કરશે; ને તું તેઓનો વિનાશ કરી રહેશે નહિ ત્યાં સુધી કોઈ માણસ તારી આગળ ટકી શકશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan