Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 3:40 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 આપણે આપણા માર્ગોની શોધ તથા પારખ કરીએ, ને યહોવાની તરફ ફરીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

40 આપણે આપણા માર્ગો તપાસીએ તથા પારખીએ અને પ્રભુ તરફ પાછા ફરીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 આપણે આપણા માર્ગો ચકાસીને તેમની કસોટી કરીએ અને આપણે યહોવાહ તરફ પાછા ફરીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 આપણી રીતભાત તપાસીએ અને કસોટી કરીએ અને આપણે યહોવા તરફ પાછા ફરીએ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 3:40
22 Iomraidhean Croise  

માટે સંદેશિયાઓ રાજાના તથા તેના સરદારોના પત્રો લઈને આખા ઇઝરાયલ તથા યહૂદિયામાં ફર્યા, ને રાજાની આજ્ઞા પ્રમાણે કહ્યું, “હે ઇઝરાયલી લોકો, તમો ઇબ્રાહિમ, ઇસહાક તથા ઇઝરાયલના ઈશ્વર યહોવાની તરફ પાછા ફરો કે, તમારામાંના બાકી રહેલા જેઓ આશૂરના રાજાઓના હાથમાંથૌ બચી ગયા છે, તેઓની પાસે તે પાછા આવે.


કેમ કે જો તમે યહોવાની તરફ પાછા ફરશો, તો તમારા ભાઈઓ તથા તમારાં છોકરાં તેમને પકડી લઈ જનારાંઓની નજરમાં કૃપા પામશે, ને તેઓ આ દેશમાં પાછા આવશે; કેમ કે તમારા ઈશ્વર યહોવા કૃપાળુ તથા દયાળું છે, ને જો તમે તેમની પાસે પાછા આવો, તો તે પોતાનું મુખ તમારી તરફથી અવળું નહિ ફેરવે.”


મેં મારી ચાલ વિષે વિચાર કર્યો છે, અને તમારાં સાક્ષ્યો તરફ હું વળ્યો છું.


[તેમનાથી] ભયભીત થાઓ, અને પાપ ન કરો; બિછાના પર પોતાના હ્રદયમાં વિચાર કરો, ને છાના રહો. (સેલાહ)


દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે, ને આધર્મી માણસ પોતાના વિચારો તજી દે; અને યહોવા પાસે તે પાછો આવે, તો તે તેના પર કૃપા કરશે; અને આપણા ઈશ્વરની પાસે [આવે] , કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે.


એ વિચાર કરીને પોતે કરેલા સર્વ અપરાધોમાંથી પાછો ફરે છે તેને લીધે તે નકકી જીવશે, તે માર્યો નહિ જ જશે.


તે માટે તું તારા ઈશ્વરની પાસે પાછો આવ, કૃપાળુ થા, ને ન્યાય માર્ગે ચાલ, ને નિરંતર તારા ઈશ્વરની સેવામાં રહે.


તેઓ પોતાનો ગુનો કબૂલ કરીને મારું મુખ શોધશે ત્યાં સુધી હું દૂર જઈને મારે પોતાને સ્થળે પાછો જઈશ; પોતાના સંકટને સમયે તેઓ મને આતુરતાથી શોધશે.


[તેઓ કહેશે કે,] ‘ચાલો, આપણે યહોવાની પાસે પાછા જઈએ, ’કેમ કે તેમણે ચીરી નાખ્યા છે, ને તે જ આપણને સાજા કરશે; તેમણે જખમ કર્યો છે, ને તે આપણને પાટો બાંધશે.


પણ પહેલાં દમસ્કસના, યરુશાલેમના, તથા યહૂદિયાના બધા પ્રાંતોના લોકોને તથા વિદેશીઓને પણ મેં એવો બોધ કર્યો કે તમારે પસ્તાવો કરીને તથા ઈશ્વરની તરફ ફરીને પસ્તાવો કરનારને શોભે એવાં કૃત્યો કરવાં.


પણ દરેક માણસે પોતપોતાની પરીક્ષા કરવી, અને એમ કરીને રોટલીમાંથી ખાવું ને પ્યાલામાંથી પીવું.


પણ જો આપણે પોતાની પરીક્ષા કરીએ, તો આપણો ન્યાય કરવામાં નહિ આવે.


તમારામાં વિશ્વાસ છે કે નહિ, તેની પરીક્ષા તમે પોતે કરો. તમારી પોતાની પરીક્ષા કરો. વળી, જો તમને નાપસંદ કરવામાં આવ્યા નહિ હોય, તો ઈસુ ખ્રિસ્ત તમારામાં છે, એટલે શું તમે પોતે નથી જાણતા?


જ્યારે તું સંકટમાં હોય, ને આ સર્વ વિપત્તિઓ તારા પર આવી પડી હોય, ત્યારે આખરે તું યહોવા તારા ઈશ્વરની તરફ પાછો ફરીને તેમનું કહેવું સાંભળશે.


Lean sinn:

Sanasan


Sanasan