Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 2:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેના દરવાજા જમીનદોસ્ત થયા છે; પ્રભુએ તેની ભૂંગળોને ભાંગીને નષ્ટ કરી છે. જે વિદેશીઓમાં નિયમશાસ્‍ત્ર નથી હોતું તેવા લોકોમાં તેનો રાજા તથા તેના સરદારો છે! વળી તેના પ્રબોધકોને યહોવા તરફથી સંદર્શન થતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 દરવાજાઓ જમીનદોસ્ત થયા છે અને એમના લાકડાના દાંડાઓના ટુકડેટુકડા થઈ ગયા છે. રાજા અને અધિકારીઓ બંદીવાસમાં લઈ જવાયા છે. હવે ત્યાં નિયમશાસ્ત્રનું શિક્ષણ અપાતું નથી અને સંદેશવાહકોને પ્રભુ તરફથી સંદર્શન થતાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેના દરવાજા ખંડેરોની જેમ દટાયેલા પડ્યા છે; તેમણે તેમની ભૂંગળોને ભાંગીને ભૂકો કરી નાખી છે. જે વિદેશીઓમાં મૂસાનું નિયમશાસ્ત્ર નથી હોતું તેવા લોકોમાં તેમનો રાજા તથા તેમના સરદારો છે. વળી તેમના પ્રબોધકોને પણ યહોવાહ તરફથી દર્શન થતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તેના દરવાજા ખંડેરોની જેમ દટાયેલા પડ્યા છે, તેની કડીઓ જે બંધ કરવામાં આવતી હતી તે ભાંગી પડી છે, પ્રબોધકોને પણ યહોવા તરફથી દર્શન મળતું ન હતું.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 2:9
27 Iomraidhean Croise  

એ પ્રમાણે તેઓએ સિદકિયાના દીકરાઓને તેની નજર આગળ મારી નાખ્યા, સિદકીયાની આંખો ફોડી નાખી, ને તેને બેડીઓ પહેરાવીને બાબિલ લઈ ગયા.


હવે લાંબી મુદત સુધી ઇઝરાયલીઓ ખરા ઈશ્વરને ભજતા નહોતા, તેમને બોધ કરનાર યાજક નહોતા, તથા તેમની પાસે નિયમશાસ્ત્ર પણ નહોતું.


તેઓએ મને કહ્યું, “બંદીવાસમાંથી જેઓ ત્યાં પ્રાંતમાં જીવતા રહેલા છે તેઓ મહા સંકટમાં તથા અધમ દશામાં પડેલા છે. યરુશાલેમનો કોટ પણ તોડી પાડવામાં આવેલો છે, અને તેના દરવાજા બાળી નાખવામાં આવેલા છે.”


અમારા ચિહ્નનો અમારી દષ્ટિએ પડતાં નથી; પ્રબોધક કોઈ રહ્યો જ નથી; [આવું] ક્યાં સુધી [ચાલશે] , તે જાણનાર અમારામાં કોઈ નથી.


નગરમાં પાયમાલી થઈ રહેલી છે, ને દરવાજામાં વિનાશ થઈ રહ્યો છે.


પછી યહોવાએ મને કહ્યું, “પ્રબોધકો મારે નામે અસત્ય પ્રબોધ કરે છે. મેં તેઓને મોકલ્યા નથી, ને તેઓને આજ્ઞા આપી નથી, ને હું તેઓની સાથે બોલ્યો નથી; તેઓ ખોટું સંદર્શન, શકુન, નિરર્થક વાત, તથા પોતાના હ્રદયનું કપટ તમને પ્રબોધ તરીકે કહે છે.


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જે પ્રબોધકો તમને પ્રબોધ કરે છે તેઓનાં વચનો સાંભળશો નહિ; તેઓ તમને વ્યર્થ વાતો શીખવે છે. તેઓ યહોવાના મુખનું નહિ, પણ પોતાના હ્રદયમાં કલ્પેલું સંદર્શન પ્રગટ કરે છે.


સિદકિયા અગિયારમા વર્ષના ચોથા માસને નવમે દિવસે નગરના કોટમાં બાકોરું પાડવામાં આવ્યું.


ખાલદીઓએ રાજાના મહેલને તથા લોકોનાં ઘરોને આગ લગાડીને બાળી નાખ્યાં, ને યરુશાલેમનો કોટ તોડી પાડયો.


બાબિલના શૂરવીરો લડવાનું બંધ કરે છે, તેઓ પોતાના કિલ્લાઓમાં ભરાઈ રહ્યા છે. તેઓનું સામર્થ્ય ખૂટી ગયું છે; તેઓ સ્ત્રીઓના જેવા થઈ ગયા છે; તેનાં ઘરબાર બળી ગયાં છે. તેની ભૂંગળો ભાંગી ગઈ છે.


વળી રક્ષકટુકડીના સરદારોની સાથે ખાલદીઓનું જે સર્વ સૈન્ય હતું તેણે યરુશાલેમની આસપાસના તમામ કોટ તોડી પાડયા.


દુ:ખને લીધે તથા સખત દાસત્વને લીધે યહૂદા બંદીવાસમાં ગયો છે; તે પરદેશીઓમાં વસે છે, તેને ચેન પડતું નથી; તેની પાછળ પડનારા સર્વએ તેને સંકડામણમાં લાવીને પકડી પાડ્યો છે.


“હઠો, હે અશુદ્ધ! તમે હઠો, હઠો, અમને અડકો નહિ, ” એવું લોકોએ તેઓને પોકારીને કહ્યું, તેઓ નાસીને રઝળવા લાગ્યા ત્યારે વિદેશીઓએ કહ્યું, “તેઓ ફરીથી અહીં મુકામ કરશે નહિ.


અમારા મુખનો શ્વાસ, યહોવાનો અભિષિક્ત, જેના વિષે અમે કહ્યું, તેની છાયામાં અમે વિદેશીઓમાં જીવીશું.” તે તેઓના ખાડાઓમાં પકડાયો.


મારી જાળ પણ હું તેના પર નાખીશ, ને તે મારા પાશમાં સપડાશે; હું તેને ખાલદીઓના દેશના બાબિલમાં લાવીશ. જો કે તે ત્યાં [બાબિલમાં] મરણ પામશે તોપણ તે તેને દેખશે નહિ.


હું મારી જાળ તેના પર પાથરીશ, તે મારા છટકામાં સપડાશે, ને હું તેને બાબિલમાં લાવીને તેણે મારો જે અપરાધ કર્યો છે તેને લીધે હું ત્યાં તેની સાથે વિવાદ કરીશ.


હાનિ પર હાનિ આવશે, ને અફવા પર અફવા ચાલશે; અને તેઓ પ્રબોધક પાસેથી સંદર્શન શોધશે; પણ યાજકમાંથી નિયમશાસ્ત્રના જ્ઞાનનો, ને વડીલોમાંથી બુદ્ધિનો, લોપ થશે.


તેમની પોતાની મસલતોને લીધે તરવાર તેનાં નગરો પર આવી પડશે, નેતેના દરવાજાઓને ભાંગી નાખીને તેમનો નાશ કરશે.


કેમ કે ઇઝરાયલ લાંબી મુદત સુધી રાજારહિત, અધિકારીરહિત, યજ્ઞરહિત, ભજનસ્તંભરહિત તથા એફોદ કે તરાફીમરહિત રહેશે;


વળી હું દમસ્કસની ભૂંગળ તોડી નાખીશ, ને આવેનની ખીણમાંથી તેના રહેવાસીઓને, ને બેથ-એદેનમાંથી રાજદંડ ધારણ કરનારને નષ્ટ કરીશ; અને અરામના લોકો કીરમાં ગુલામગીરીમાં જશે, ” એમ યહોવા કહે છે.


જે દેશજાતિને તું તેમજ તાર પિતૃઓ ઓળખતા નથી, તેની પાસે યહોવા તને તથા જે રાજા તું તારા પર ઠરાવે તેને લાવશે. અને ત્યાં તું લાકડાના તથા પથ્થરના અન્ય દેવોની સેવા કરશે.


અને એમ થશે કે જેમ યહોવા તમારું ભલું કરવામાં ને તમારી વૃદ્ધિ કરવામાં આનંદ પામતા હતા, તેમ યહોવા તમારો નાશ કરવામાં તથા તમારો સંહાર કરવામાં આનંદ પામશે. અને જે દેશમાં વતન પામવા તું જાય છે તેમાંથી તમને ઉખેડી નાખવામાં આવશે.


અને શાઉલે યહોવાની સલાહ પૂછી ત્યારે યહોવાએ તેને સ્વપ્નથી, કે ઉરીમથી, કે પ્રબોધકોની મારફતે કંઈ પણ ઉત્તર આપ્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan