Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 2:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 જુવાન તથા વૃદ્ધ મહોલ્‍લાઓમાં ભૂમિ પર પડેલા છે. મારી કન્યાઓને તથા મારા જુવાનોને તરવારથી કાપી નાખવામાં આવ્યાં છે. તમે તમારા કોપના સમયમાં તેઓને મારી નાખ્યાં છે. તમે દયા કર્યા વગર તેમને કતલ કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 યુવાન કે વૃદ્ધ, સૌ કોઈ શેરીઓમાં રસ્તા પર મરણ પામેલાં પડયાં છે. દુશ્મને તલવારની ધારે યુવાનો અને યુવતીઓનો સંહાર કર્યો છે. તમારા કોપના દિવસે તમે તેમની નિર્દય ક્તલ થવા દીધી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 જુવાન તથા વૃદ્ધો શેરીઓમાં ભૂમિ પર પડેલા છે. મારી કન્યાઓ તથા મારા યુવાનોને તલવારથી કાપી નાખવામાં આવ્યાં છે. તમે તમારા કોપના સમયમાં તેઓને મારી નાખ્યાં છે; તમે દયા કર્યા વગર તેમની કતલ કરી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 વૃદ્ધો અને બાળકો રસ્તાની ધૂળમાં રઝળે છે, મારી કન્યાઓ અને યુવાનો તરવારનો ભોગ બન્યા છે; તારા રોષને દિવસે તેં તેમનો સંહાર કર્યો છે; તમે નિર્દયપણે, તેઓને રહેંસી નાખ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 2:21
33 Iomraidhean Croise  

માટે પ્રભુએ કાસ્દીઓના રાજાની પાસે તેઓ પર ચઢાઈ કરવી. એણે તેઓના પવિત્રસ્થાનમાં તેઓના જુવાનોને તરવારથી મારી નાખ્યા. યુવાન, યુવતી, પ્રૌઢ કે, વૃદ્ધ પર તેણે દયા રાખી નહિ. [યહોવાએ] તે બધાંને તેના હાથમાં સોંપ્યાં.


કાસદોની મારફતે રાજાના સર્વ પ્રાંતોમાં તે રવાના કરવામાં આવ્યા, “એક જ દિવસે, બારમા માસની, એટલે અદાર માસની તેરમી તારીખે, સર્વ યહૂદીઓનો, જુવાન, વૃદ્ધ, બાળકો તથા સ્ત્રીઓનો વિનાશ કરવો, એટલે કતલ કરીને તેમને મારી નાખવાં, અને તેઓની માલમિલકત લૂટી લેવી.”


તેની ડાળીઓ સુકાશે ત્યારે તેઓને ભાંગી નાખવામાં આવશે; અને સ્ત્રીઓ આવીને તેમનું બળતણ કરશે; કેમ કે આ લોક સમજણા નથી; તે માટે તેમનો કર્તા તેમના પર દયા કરશે નહિ, ને તેમને બનાવનાર તેમના પર કૃપા કરશે નહિ.


હા સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “હું તેઓને જોઈ લઈશ! તેમના જુવાનો તરવારથી માર્યા જશે. તેઓનાં દીકરાદીકરીઓ ભૂખે મરશે.


હું તેઓને એકબીજા સામે [લડાવીશ] , પિતાને તથા પુત્રોને એકબીજા સામે અથડાવીશ, એમ યહોવા કહે છે. હું [તેઓ પર] દયા, ક્ષમા કે કરુણા કરીશ નહિ, પણ તેઓનો નાશ કરીશ.’


તે માટે તેઓના પુત્રોને દુકાળથી નાશ પામવા દો, ને તેમને તરવારને તાબે કરો; તેઓની પત્નીઓ નિ:સંતાન તથા વિધવાઓ થાય. તેઓના પુરુષો ઠાર માર્યા જાય, અને તેઓના તરુણ પુરુષો લડાઈમાં તરવારથી કતલ થાય.


વળી યહોવા કહે છે, ત્યાર પછી હું યહૂદિયાના રાજા સિદકિયાને, તેના સેવકોને તથા જે લોકો આ નગરમાં મરકીથી, તરવારથી તથા દુકાળથી બચ્યા છે, તેઓને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં, તથા તેઓના શત્રુઓના હાથમાં, તથા જેઓ તેઓનો જીવ શોધે છે તેઓના હથામાં સોંપીશ. તે તેઓને તરવારથી મારી નાખશે; તે તેઓ પર ક્ષમા, કરુણા કે દયા કરશે નહિ.


સિયોનની પુત્રીનો સાદ મેં સાંભળ્યો છે, તે તો જન્મ આપનાર સ્ત્રીના જેવો, તથા તેના પહેલા બાળકને જન્મ આપતાં કષ્ટાતી સ્ત્રીના જેવો સાદ છે; તે હાંફે છે, પોતાના હાથ પ્રસારે છે, અને કહે છે, ‘મને હાય, હાય! કેમ કે ઘાતકીઓને લીધે મારો જીવ લાસ થઈ ગયો છે.’


હું તારા વડે પુરુષ તથા સ્ત્રીનું ખંડન કરીશ; તારા વડે હું ઘરડાનું તથા જુવાનનું ખંડન કરીશ; તારા વડે હું છોકરાનું તથા કન્યાનું ખંડન કરીશ;


તે માટે હું યહોવાના કોપથી ભરપૂર છું; તેને દબાવી દબાવીને હું કાયર થયો છું. રસ્તામાં ફરતાં છોકરાં અને સભામાં ભેગા થયેલા જુવાનો ઉપર તેનો ઊભરો કાઢ; કેમ કે પુરુષ તથા તેની સ્ત્રી, ઘરડો તથા વયોવૃદ્ધ પકડાઈ જશે.


પરંતુ, હે સ્ત્રીઓ યહોવાનું વચન સાંભળો, ને તમારા કાન, તેમના મુખનાં વચન ગ્રહણ કરે, ને તમારી દીકરીઓને રુદન કરતાં શીખવો, ને તમે પોતપોતાના પડોશણને વિલાપ કરતાં શીખવો.


કેમ કે ચકાલાઓમાંથી બાળકોને, તથા ચૌટામાંથી તરુણોને, કાપી નાખવા માટે મરણ બારીઓમાં ચઢી આવ્યું છે, તે આપણી હવેલીઓમાં પેઠું છે.


પ્રભુએ મારામાંના મારા સર્વ શૂરવીરોને તુચ્છકાર્યા છે, મારા જુવાનોને કચરી નાખવા માટે યહોવાએ મારી વિરુદ્ધ ઘાડાં બોલાવ્યાં છે. પ્રભુએ દ્રાક્ષાકુંડમાં યહૂદિયાની કુંવારી દીકરીને ખૂંદી નાખી છે.


યહોવા ન્યાયી છે, કેમ કે મેં તેમની આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું છે. હે સર્વ લોકો, કૃપા કરીને સાંભળો, ને મારું દુ:ખ જુઓ! મારી કુમારિકાઓ તથા મારા જુવાનો બંદીવાસમાં ગયાં છે.


સિયોનના માર્ગો શોક કરે છે, કેમ કે નીમેલા પર્વમાં કોઈ આવતું નથી! તેના સર્વ દરવાજા ઉજ્‍જડ થયા છે, તેના યાજકો નિસાસા મૂકે છે. તેની કુમારિકાઓ ખિન્‍ન છે, ને તે [નગરી] જાતે અતિ દુ:ખી છે.


યહોવાએ જે નિર્ણય કર્યો હતો તે તેમણે પાર પાડ્યો છે. પોતાનું જે વચન તેમણે પ્રાચીન કાળમાં ફરમાવ્યું હતું તે તેમણે પાર પાડ્યું છે. દયા રાખ્યા વગર તેમણે તને તોડી પાડ્યું છે. અને તારો શત્રુ તારા [હાલ જોઈને] હરખાય, એવું તેમણે કર્યું છે. પ્રભુએ તારા દુશ્મોનોનું શિંગ ઊંચું ચઢાવ્યું છે.


યહોવાએ યાકૂબનાં સર્વ રહેઠાણ નષ્ટ કર્યાં છે, ને [તેઓ પર] દયા રાખી નથી. તેમણે કોપ કરીને યહૂદિયાની દીકરીના કિલ્લાઓને ભાંગીને તોડી નાખ્યા છે. તેમણે તેઓને જમીનદોસ્ત કર્યા છે. તેમણે રાજ્યને તથા તેના સરદારોને ભ્રષ્ટ કર્યાં છે.


તમે અમને કોપથી ઢાંકી દીધા તથા સતાવ્યા છે. તમે અમને કતલ કર્યા છે, ને અમારા પર દયા રાખી નથી.


ઇઝરાયલ લોકોને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, જુઓ, મારા પવિત્રસ્થાનને, જે તમારા સામર્થ્યનું ગૌરવ છે, જે તમારી આંખોને પ્રિય છે, ને જેના પર તમારા મનમાં દયા આવે છે તેને હું ભ્રષ્ટ કરીશ; અને તમારા પુત્રો તથા તમારી પુત્રીઓ જેમને તમે તમારી પાછળ મૂકી ગયા છો તેઓ તરવારથી પડશે.


એ માટે પ્રભુ યહોવા પોતાના જીવના સોગન ખાઈને કહે છે, “તારી સર્વ ધિક્કારપાત્ર વસ્તુઓથી, ને તારા સર્વ તિરસ્કારપાત્ર કૃત્યોથી તેં મારું પવિત્રસ્થાન ભ્રષ્ટ કર્યું છે, તે કારણથી હું પણ નિશ્ચે તેન કાપી નાખીશ; અને હું ખામોશી રાખીશ નહિ. ને હું કંઈ પણ દયા બતાવીશ નહિ.


મારી આંખ તને દરગુજર કરશે નહિ, ને હું દયા રાખીશ નહિ; પણ હું તારા આચરોણોનો બદલો લઈશ, ને તારા ધિક્કારપાત્ર કૃત્યો તારી નજર આગળ લાવીશ; ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.”


મારી આંખ દરગુજર કરશે નહિ, ને હું દયા રાખીશ નહિ; હું તારા આચરણનો બદલો લઈશ, ને તારાં ધિક્કારપાત્ર કૃત્યો તારી નજર આગળ લાવીશ; ત્યારે તમે જાણશો કે હું યહોવા ખરેખર શિક્ષા કરનારો છું.


માટે હું પણ કોપાયમાન થઈને શિક્ષા કરીશ, મારી આંખ દરગુજર કરશે નહિ, તેમ હું પણ દયા રાખીશ નહિ, અને તેઓ મોટે અવાજે મારા કાનમાં બૂમ પાડશે, તોપણ હું તેમનું સાંભળીશ નહિ.”


મારી આંખ તો દરગુજર કરશે નહિ ને હું દયા રાખીશ નહિ, પણ તેમને તેમનાં કૃત્યોનો બદલો આપીશ.”


“મેં મિસરની જેમ તમારા પર મરકી મોકલી છે. મેં તરવારથી તમારા જુવાનોનો સંહાર કર્યો છે, ને તમારા ઘોડાઓનું હરણ કરાવ્યું છે. મેં તમારી છાવણીની દુર્ગંધ તમારાં નસકોરાંમાં ભરી છે; તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ, ” એમ યહોવા કહે છે.


તે દિવસે સુંદર કુમારિકાઓ તથા જુવાનો તૃષાથી મૂર્છા પામશે.


યહોવા કહે છે, “હું હવે પછી દેશના રહેવાસીઓ પર દયા રાખીશ નહિ; પણ હું સર્વ મનુષ્યોને પોતપોતાના પડોશીના હાથમાં તથા પોતાના રાજાના હાથમાં સોંપીશ; અને તેઓ દેશનો નાશ કરશે, ને તેઓના હાથમાંથી હું તેમને છોડાવીશ નહિ.


તેઓ ઘરડાઓને ન ગણકારે ને તારા જુવાનો પર દયા ન રાખે એવી વિકરાળ ચહેરાવાળી દેશજાતિ [હશે].


બહાર તરવાર, અને કોટડીઓમાં ત્રાસ નાશ કરશે. [તે] જુવાનોનો તથા કુંવારીઓનો, ધાવણાનો તેમ જ પાકા કેશી માણસનો [નાશ કરશે].


અને તેઓએ નગરમાં જે કંઈ હતું તે સર્વનો, એટલે પુરષ ને સ્‍ત્રી, જુવાન ને વૃદ્ધ, ને ઢોર ને ઘેટાં ને ગધેડાં, તેઓનો તરવારની ધારથી વિનાશ કર્યો.


તો હવે તું જઈને અમાલેકને માર, ને તેઓનું જે કંઈ હોય તેનો પૂરેપૂરો નાશ કર, તેમના પર દયા લાવીશ નહિ; પણ પુરુષ તથા સ્‍ત્રી, ને બાળકો તેમ જ ઘાવણાં, બળદ તથા ઘેટાં, ઊંટ તથા ગધેડાં, એ સર્વને મારી નાખ.”


Lean sinn:

Sanasan


Sanasan