યર્મિયાનો વિલાપ 2:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 યહોવાએ યાકૂબનાં સર્વ રહેઠાણ નષ્ટ કર્યાં છે, ને [તેઓ પર] દયા રાખી નથી. તેમણે કોપ કરીને યહૂદિયાની દીકરીના કિલ્લાઓને ભાંગીને તોડી નાખ્યા છે. તેમણે તેઓને જમીનદોસ્ત કર્યા છે. તેમણે રાજ્યને તથા તેના સરદારોને ભ્રષ્ટ કર્યાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 પ્રભુએ યહૂદિયાનાં બધાં ગામોનો નિર્દયપણે નાશ કર્યો છે, અને દેશના સંરક્ષક કિલ્લાઓ તોડી પાડયા છે. તેમણે રાજા અને તેમના અધિકારીઓને બદનામ કર્યા છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પ્રભુએ યાકૂબનાં સર્વ નગરોને નષ્ટ કર્યા છે અને તેઓ પર દયા રાખી નથી. તેમણે ક્રોધે ભરાઈને યહૂદિયાની દીકરીના કિલ્લાઓને ભાંગી નાખ્યા છે; તેમણે તેઓને જમીનદોસ્ત કર્યા છે અને રાજ્યને તથા તેના સરદારોને ભ્રષ્ટ કર્યાં છે. Faic an caibideilપવિત્ર બાઈબલ2 નિષ્ઠુરતાથી યહોવાએ યહૂદાની ભૂમિનાં બધાં નગરો જમીનદોસ્ત કરી દીધાં છે; તેણે તેના બધા કિલ્લાઓ ક્રોધે ભરાઇને તોડી પાડ્યા છે; અને તેના શાશકોને અપમાન જનક રીતે નીચા પાડ્યા છે. Faic an caibideil |
વળી યહોવા કહે છે, ત્યાર પછી હું યહૂદિયાના રાજા સિદકિયાને, તેના સેવકોને તથા જે લોકો આ નગરમાં મરકીથી, તરવારથી તથા દુકાળથી બચ્યા છે, તેઓને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં, તથા તેઓના શત્રુઓના હાથમાં, તથા જેઓ તેઓનો જીવ શોધે છે તેઓના હથામાં સોંપીશ. તે તેઓને તરવારથી મારી નાખશે; તે તેઓ પર ક્ષમા, કરુણા કે દયા કરશે નહિ.