યર્મિયાનો વિલાપ 2:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 તું ઊઠીને રાતના પહેલા પહોરે મોટેથી [પ્રાર્થના કર]. પ્રભુની સમક્ષ તારું હ્રદય પાણીની જેમ રેડ. તારાં જે બાળકો સર્વ મહોલ્લાઓનાં નાકાંમાં ભૂખે મૂર્ચ્છિત થાય છે, તેઓના જીવ [ના બચાવ] ને માટે તારા હાથ પ્રભુની તરફ ઊંચા કર. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 આખી રાત પ્રભુને વારંવાર પોકાર, તારાં બાળકો પર તે દયા દાખવે તે માટે તારું હૃદય ખોલીને પોકાર કર; કારણ, રસ્તાઓ પર તારાં બાળકો ભૂખે મરે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તું રાત્રીના પ્રથમ પહોરે ઊઠીને મોટેથી પ્રાર્થના કર; પ્રભુની સમક્ષ હૃદયને પાણીની જેમ વહાવ. તારાં જે બાળકો સર્વ શેરીઓના નાકાંમાં ભૂખે મૂર્ચ્છિત થાય છે, તેઓના જીવ બચાવવાને માટે તારા હાથ તેમની તરફ ઊંચા કર.” Faic an caibideilપવિત્ર બાઈબલ19 તું રાત્રીના પ્રથમ પહોરે ઊઠી, મોટેથી પ્રાર્થના કર; અને યહોવા સમક્ષ પાણીની જેમ હૃદય ઠાલવ. ભૂખથી ચકલે ચકલે મૂર્ચ્છા પામતાં તારાં બાળકનો જીવ બચાવવા યહોવા આગળ-તારો હાથ તેની ભણી ઊંચા કર. Faic an caibideil |
એમ ગિદિયોન તથા તેની સાથેના સો માણસ વચલા પહોરના આરંભમાં છાવણીના સૌથી છેલ્લા ભાગ આગળ આવ્યા. તે વખતે માત્ર થોડી જ વાર ઉપર નવો પહેરો મૂકાયો હતો. અને તેઓએ રણશિંગડાં વગાડ્યાં, તથા ઘડા ફોડી નાખ્યા, ને ડાબે હાથે દીવા પકડ્યા, ને જમણા હાથમાં વગાડવાનાં રણશિંગડાં લીધાં. અને તેઓએ એવો લલકાર કર્યો કે ‘યહોવાઅની તથા ગિદિયોનની તરવારની જે!”