યર્મિયાનો વિલાપ 1:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 દુ:ખને લીધે તથા સખત દાસત્વને લીધે યહૂદા બંદીવાસમાં ગયો છે; તે પરદેશીઓમાં વસે છે, તેને ચેન પડતું નથી; તેની પાછળ પડનારા સર્વએ તેને સંકડામણમાં લાવીને પકડી પાડ્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 ભારે પીડા ભોગવીને અને સખત વેઠ કરીને યહૂદિયાના લોકો બંદીવાસમાં ગયા છે. તેઓ પરાયા પ્રદેશમાં વસે છે અને એમનું કોઈ ઠામઠેકાણું નથી. પીછો કરનાર દુશ્મનો તેમની આસપાસ ફરી વળ્યા છે અને નાસી છૂટવાનો કોઈ માર્ગ નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 દુઃખને લીધે તથા કપરી ગુલામીને લીધે યહૂદા બંદીવાસમાં ગયો છે. તે અન્ય પ્રજાઓમાં રહે છે અને તેને વિસામો મળતો નથી. તેની પાછળ પડનારા સર્વએ તેને સંકળામણમાં લાવીને પકડી પાડ્યો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ3 તેઓ વિદેશી પ્રજાઓ વચ્ચે સ્થિર થયા છે. અને તેમની પાસે વિશ્રામનું સ્થળ નથી. યહૂદાની પ્રજા દેશવટે ગઇ છે. તેમને સખત પરિશ્રમ કરવા માટે મજબૂર કરાય છે. જેઓએ તેમનો પીછો કર્યો હતો તેમણે તેઓને પકડી લીધા છે. તેઓ ભાગી શક્યા નહિ. Faic an caibideil |