Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 1:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 “તેઓની સર્વ દુષ્ટતા તમારી [નજર] આગળ આવે; અને મારા સર્વ અપરાધોને લીધે તમે મારા જેવા હાલ કર્યા છે, તેવા [હાલ] તેઓના કરો. કેમ કે હું ઘણા નિસાસા નાખું છું, ને મારું હ્રદય નિર્ગત થઈ ગયું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 “તેઓ તેમની સઘળી દુષ્ટતાને લીધે દોષિત ઠરો. મારા પાપને લીધે તમે મને શિક્ષા કરી, તેમ તેમને પણ કરો. હું દુ:ખમાં નિસાસા નાખું છું. મારું હૃદય નિર્ગત થયું છે

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તેઓની સર્વ દુષ્ટતા તમારી નજર આગળ આવે, મારા સર્વ અપરાધોને લીધે તમે મારા જેવા હાલ કર્યા છે; તેવા હાલ તેઓના કરો. કેમ કે હું ઘણા નિસાસા નાખું છું અને મારું હૃદય પીડિત થઈ ગયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 “તું તેમના બધાં દુષ્કૃત્યોને ધ્યાનમાં લે, જેવી રીતે મારા ગુનાની મને સજા થઇ છે તેવી જ રીતે તેઓને પણ તું સજા કર. તેવું કર કેમકે હું સતત નિસાસા નાખું છું અને મારું હૃદય નબળું થઇ ગયું છે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 1:22
16 Iomraidhean Croise  

હે યહોવા, મને વહેલા ઉત્તર આપો; મારા આત્માનો ક્ષય થાય છે; તમારું મુખ મારાથી ન સંતાડો, રખેને હું ખાડામાં ઊતરનારના જેવો થાઉં.


વિદેશીઓ શા માટે કહે છે, “તેઓનો ઈશ્વર ક્યાં છે?” અમે નજરે જોઈએ એવી રીતે તમારા સેવકોના વહેવડાવેલા રક્તનો બદલો વિદેશીઓને આપો.


તેથી સર્વના હાથ ઢીલા પડશે, ને સર્વ માણસનાં હ્રદય પીગળી જશે.


જે વિદેશીઓ તમને ઓળખતા નથી, તથા જે કુળો તમારું નામ લેતા નથી તેઓના પર તમારો કોપ રેડી દો; કેમ કે તેઓ યાકૂબને ખાઈ ગયા છે, બલકે ખાઈ જઈને તેને છેક પાયમાલ કર્યો છે, અને તેનું રહેવાનું સ્થળ વેરાન કર્યું છે.”


પણ હે યહોવા, મને મારવા માટે મારી વિરુદ્ધ તેઓની બધી મસલત તમે જાણો છો. તેઓના અન્યાયની ક્ષમા ન કરો, ને તમારી દષ્ટિ આગળથી તેઓનું પાપ ભૂંસી ન નાખો; પણ તેઓને તમારી નજર આગળ પટકાવી પાડો. તમે તમારા કોપને સમયે તેઓને જોઈ લો.”


તેથી જેઓ તને ખાઈ જાય છે તેઓ સર્વને ખાઈ જવામાં આવશે. અને તારા સર્વ શત્રુઓ એકેએક બંદીવાસમાં જશે; અને જેઓ તારું હરી લે છે તેઓનું પણ હરી લેવામાં આવશે, ને જેઓ લૂંટે છે તે સર્વને હું લૂંટાવી દઈશ.


મારા પર તથા મારા દેહ પર જે જુલમ ગુજારવામાં આવ્યો છે, તેવો જુલમ બાબિલ પર ગુજારો, ’ એવું સિયોનમાં રહેનારી કહેશે. અને ‘મારું રક્ત ખાલદી દેશના રહેવાસીઓને માથે આવો, ’ એવું યરુશાલેમ કહેશે.”


“મારા ખેદમાં મને દિલાસો મળે તો કેવું સારું! મારું હ્રદય મારામાં મૂર્ચ્છિત થાય છે.


ઉપરથી યહોવાએ મારાં હાડકાંમાં અગ્નિ મોકલ્યો છે, ને તે તેઓને નિર્ગત કરે છે. યહોવાએ મારા પગને ફસાવવા માટે જાળ પાથરી છે, તેમણે મને પાછી ફેરવી છે. તેમણે મને એકલવાયી તથા આખો દિવસ નિર્બળ કરી છે.


એને લીધે અમારું હૃદય નિર્ગત થયું છે. એ કારણોને લીધે અમારી આંખે ઝાંખ વળે છે.


કેમ કે જો તેઓ લીલા ઝાડને આમ કરે છે, તો સૂકાને શું નહિ કરશે?”


એ માટે હું માગું છું કે, તમારે માટે મને જે વિપત્તિ પડે છે તેથી તમે ના હિંમત ન થાઓ, તે વિપત્તિ તો તમારો મહિમા છે.


તેઓએ મોટે સ્વરે પોકારીને કહ્યું, “હે સ્વામી, પવિત્ર તથા સત્ય, ઇન્સાફ કરવાનું તથા પૃથ્વી પરનાં રહેનારાંઓની પાસેથી અમારા રક્તનો બદલો લેવાનું તમે ક્યાં સુધી મુલતવી રાખશો?”


Lean sinn:

Sanasan


Sanasan