Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 1:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 હે યહોવા, જુઓ; કેમ કે મને ખેદ થાય છે; મારી આંતરડી કકળે છે! મારા હ્રદયને ચેન પડતું નથી; કેમ કે મેં ભારે બળવો કર્યો છે; બહાર તરવાર નિ:સંતાન કરે છે, ઘરમાં પણ મરણ જેવું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 “હે પ્રભુ, મારા મનની પીડા અને આત્માનું દુ:ખ જુઓ; મારા પાપને લીધે શોકમાં મારું હૃદય ભાંગી પડયું છે. રસ્તાઓ પર ખૂન થાય છે અને ઘરમાં મરણ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 હે યહોવાહ, જુઓ, કેમ કે હું ભારે દુ:ખમાં છું; મારી આંતરડી કકળે છે. મારા હૃદયને ચેન પડતું નથી, કેમ કે મેં ભારે બંડ કર્યો છે. રસ્તા પર તલવાર મારાં સંતાનોનો સંહાર કરે છે; ઘરમાં પણ મરણ જેવું વાતાવરણ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 “હે યહોવા, હું ભારે દુ:ખમાં છું, જો મારું હૃદય મારી ઉપર ચઢી બેઠું છે, ને પેટ અમળાય છે; કારણકે, હું ખૂબ વિદ્રોહી હતો. રસ્તા પર તરવાર મારાં સંતાનોનો સંહાર કરે છે; ને મોત ઘરમાંય છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 1:20
32 Iomraidhean Croise  

મારાં આંતરડાં ચળવળાટ કરે છે, અને શાંત થતાં નથી; મારા પર વિપત્તિના દિવસો આવી પડયા છે.


માણસો તરફ જોઈને તે તેમને કહે છે કે, ‘મેં પાપ કર્યું છે, મેં સત્યને મરડી નાખ્યું છે, અને તેથી મને કંઈ લાભ થયો નહિ.


મારું બળ પાણી થઈ ગયું છે; અને મારાં સર્વ હાડકાં ઢીલાં થઈ ગયાં છે; મારું હ્રદય મીણના જેવું બની ગયું છે; તે મારાં આંતરડાંમાં પીગળી ગયું છે.


હું બેહોશ થયો છું તથા ઘણો કચડાઈ ગયો છું; મારા હ્રદયના ગભરાટને લીધે મેં બૂમાબૂમ કરી મૂકી છે.


જે માણસ પોતાનાં ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદી થશે નહિ; પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.


તેથી મારું અંત:કરણ મોઆબને માટે વીણાની જેમ વાગે છે, ને કીર-હેરેસને માટે મારી આંતરડી [કકળે છે].


અબાબીલ કે બગલાની જેમ હું ચૂંચું કરતો; હોલાની જેમ હું વિલાપ કરતો; મારી આંખ ઉચ્ચસ્થાન તરફ જોવાથી નબળી થઈ છે; હે યહોવા, હું દબાઈ ગયો છું, તમે મારા જામીન થાઓ.


જો હું ખેતરમાં બહાર જાઉં, તો ત્યાં તરવારથી માર્યા ગયેલા! અને જો હું નગરમાં પેસું તો ત્યાં દુકાળથી પીડાતા! પ્રબોધક તથા યાજક બન્ને અજાણ્યા દેશમાં ભટકે છે, અને શું કરવું તે તેમને સૂઝતું નથી.”


હે યહોવા, અમે અમારી દુષ્ટતા, અમારા પૂર્વજોના અપરાધ કબૂલ કરીએ છીએ; કેમ કે તમારી વિરુદ્ધ અમે પાપ કર્યું છે.


તોપણ તેં કહ્યું, ‘હું નિર્દોષ છું; તેનો કોપ મારા પરથી ખચીત ઊતર્યો છે!’ તું કહે છે, ‘મેં પાપ કર્યું નથી, ’ તે માટે, જો, હું તારો ન્યાય કરીશ.


યહોવા કહે છે કે, તું માત્ર તારો અપરાધ કબૂલ કર, [ને કહે] કે, મેં મારા ઈશ્વર યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે, તથા દરેક લીલા ઝાડ નીચે હું પારકાઓની પાસે ગઈ છું, ને મારા [ઈશ્વરનું] કહ્યું માન્યું નથી.”


શું એફ્રાઈમ મારો લાડકો દીકરો નથી? શું તે પ્રિય પુત્ર નથી? કેમ કે જ્યારે જ્યારે હું તેની વિરુદ્ધ બોલું છું ત્યારે ત્યારે તે મને ખરેખર યાદ આવે છે. તેથી તેને માટે મારી આંતરડી કકળે છે! હું ખચીત તેના પર દયા કરીશ, ” એવું યહોવા કહે છે.


અરે મારી આંતરડી, મારી આંતરડી! મારા હ્રદયમાં જ દુ:ખ થાય છે; મારામાં, મારા હ્રદયમાં ખળભળાટ છે; હું શાંત રહી શકતો નથી; કેમ કે હે મારા જીવ, તેં રણશિંગડાનો અવાજ, રણનાદ સાંભળ્યો છે.


તેથી મોઆબને માટે મારું હ્રદય શોક કરે છે, ને કીર-હેરેસના માણસોને માટે મારું હ્રદય શોક કરે છે; કારણ કે જે પુષ્કળ ધન તેણે મેળવ્યું હતું, તેનો નાશ થયો છે.


યહોવાન સર્વ લોકો નિસાસા નાખે છે, તેઓ રોટલીને માટે ફાંફા મારે છે. તેઓએ પોતાના પ્રાણ બચાવવા માટે અન્‍નને બદલે પોતાની કિંમતી વસ્તુઓ આપી દીધી છે. હે યહોવા, તમે નજર કરો, અને જુઓ, મારો કેવો તિરસ્કાર થાય છે.”


યહોવા ન્યાયી છે, કેમ કે મેં તેમની આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું છે. હે સર્વ લોકો, કૃપા કરીને સાંભળો, ને મારું દુ:ખ જુઓ! મારી કુમારિકાઓ તથા મારા જુવાનો બંદીવાસમાં ગયાં છે.


યરુશાલેમે મહા પાપ કર્યું છે; તેથી તે ભ્રષ્ટ થઈ ગઈ છે; જેઓ તેનો આદર કરતા હતા તેઓ સર્વ તેને તુચ્છ ગણે છે, કેમ કે તેઓએ તેની નગ્નતા જોઈ છે! હા, તે મોં ફેરવીને નિસાસા નાખે છે


તેની ભ્રષ્ટતા તેનાં વસ્‍ત્રોમાં હતી; તેણે પોતાની આખરની અવસ્થાનો વિચાર કર્યો નહિ! તેથી આશ્વર્યકારક રીતે તેની અદ્યોગતિ થઈ છે. તેને દિલાસો આપનાર કોઈ નથી. હે યહોવા, મારા દુ:ખ પર દષ્ટિ કરો; કેમ કે શત્રુ જયજયકાર કરે છે!


આંસુ પાડી પાડીને મારી આંખોનું તેજ ઘટી ગયું છે. મારી આંતરડી કકળે છે. મારા લોકની દીકરીના ત્રાસને લીધે મારું કાળજું બળે છે; કેમ કે છોકરાં તથા ધાવણાં બાળકો નગરના મહોલ્‍લાઓમાં મૂર્ચ્છિત થાય છે.


અમારા માથા પરથી મુગટ પડી ગયો છે. અમને હાય હાય! કેમ કે અમે પાપ કર્યું છે.


બહાર તરવાર, ને માહે મરકી તથા દુકાળ છે. જે કોઈ ખેતરમાં હશે તે તરવારથી માર્યો જશે, અને જે કોઈ શહેરમાં હશે તેને દુકાળ તથા મરકી સ્વાહા કરશે.


અમે તો તમારી આજ્ઞાઓથી તથા તમારા હુકમોથી ભટકી જઈને પાપ કર્યું છે, આડા ચાલ્યા છીએ, દુષ્ટતા કરી છે, ને બંડ કર્યું છે.


હે એફ્રાઈમ, હું તને શી રીતે તજી દઉ? હે ઇઝરાયલ, હું તને શી રીતે સોંપી દઉ? હું શી રીતે તારા હાલ આહ્માહના જેવા કરું? હું શી રીતે તારી સાથે સબોઈમની જેમ વર્તું? મારા મનમાં ઊથલપાથલ થાય છે, મારી કરુણાવૃત્તિઓ પ્રબળ થાય છે.


એ સાંભળીને મારા પેટમાં ધ્રાસકો પડયો, એ અવાજથી મારા હોઠ થથર્યા. મારાં હાડકાંમાં સડો લાગ્યો, ને મારી જગાએ હું કાંપ્યો. જેથી જ્યારે લોકો પર હુમલો કરવાને તેઓ જથાબંધ આવી પડે, ત્યારે હું એ સંકટસમયે પણ ધીરજ રાખું.


બહાર તરવાર, અને કોટડીઓમાં ત્રાસ નાશ કરશે. [તે] જુવાનોનો તથા કુંવારીઓનો, ધાવણાનો તેમ જ પાકા કેશી માણસનો [નાશ કરશે].


Lean sinn:

Sanasan


Sanasan