Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 1:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તે રાત્રે બહુ રડે છે, તેના ગાલો પર આંસુની ધારા વહે છે. તેના આશકોમાંથી તેને દિલાસો આપનાર કોઈ નથી. તેના સર્વ મિત્રોએ તેને દગો દીધો છે, તેઓ તેના શત્રુ થયા છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 આખી રાત તે કલ્પાંત કરે છે, તેના ગાલ પરથી આંસુ દદડયા કરે છે. તેના જૂના આશકોમાંનો કોઈ તેને આશ્વાસન આપવા આવ્યો નથી. તેના સાથીઓએ તેને દગો દીધો છે, અને હવે બધા તેના દુશ્મન બન્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તે રાત્રે પોક મૂકીને રડે છે અને તેના ગાલ પર અશ્રુધારા વહે છે. તેના પ્રેમીઓમાંથી તેને આશ્વાસન આપનાર કોઈ નથી. તેના સર્વ મિત્રોએ તેને દગો કર્યો છે. તેઓ તેના શત્રુઓ થયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તે રાત્રે પોક મૂકી રડે છે, ને તેના ગાલે અશ્રુધારા વહે છે; આશ્વાસન આપનાર કોઇ રહ્યું નથી, તેણીના મિત્રોએ તેને છેતરી છે અને તેણી જેઓને ચાહે છે તેઓ તેના શત્રુ થયા છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 1:2
30 Iomraidhean Croise  

મારા ભાઈઓ નાળાની માફક ઠગાઈથી વર્ત્યા છે, એટલે લોપ થઈ જતા વહેળા કે,


મને મહિનાના મહિના ફોકટ કાઢવા પડે છે, અને કંટાળાભરેલી રાતો મારે માટે ઠરેલી છે.


જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે તેઓ હર્ષનાદસહિત લણશે.


મારા સર્વ વેરીઓ મને મહેણાં મારે છે, હા, મારા પડોશીઓ તો મને અતિશય [મહેણાં મારે છે] , અને મારા ઓળખીતાઓને મારું ભય લાગે છે. જેઓ મને બહાર જુએ છે તેઓ મને જોઈને નાસી જાય છે.


હું નિસાસા નાખીને થાકી ગયો છું. દર રાતે હું મારા પલંગને પલાળું છું; હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું.


વળી તેઓએ મને ખાવા માટે પિત્ત આપ્યું; અને મને તરસ લાગતાં તેઓએ સરકો પાયો.


દરિદ્રીના સર્વ ભાઈઓ તેનો ધિક્‍કાર કરે છે; અને તેના મિત્રો વિશેષે કરીને તેનાથી કેટલે બધે દૂર જાય છે! તે વિનંતી કરતો કરતો તેઓની પાછળ દોડે છે, પણ તેઓ લોપ થઈ જાય છે.


પણ જો તમે આ નહિ માનશો, તો તમારા ગર્વને લીધે મારો જીવ ગુપ્તમાં શોક કરશે; અને મારી આંખ બહુ રડશે, ને તેમાંથી ચોધાર આંસુઓ વહેશે, કેમ કે યહોવાનું ટોળું બંદીવાસમાં લઈ જવાયુમ છે.


તું તારા પગને ઉઘાડા તથા તારા ગળાને તૃષિત થવા ન દે;” પણ તેં કહ્યું, “મને આશા નથી, જરા પણ નથી; કેમ કે પારકાઓ પર મેં પ્રેમ કર્યો છે, ને તેઓની પાછળ હું જઈશ.”


તેઓ કહે છે, ‘જો પુરુષ પોતાની સ્ત્રીને કાઢી મૂકે, અને તે [સ્ત્રી] તેની પાસેથી જઈને બીજા પુરુષની [સ્ત્રી] થાય, તો શું તે તેની પાસે પાછો જાય? [જો એવું થાય] તો તે દેશ અતિ ભ્રષ્ટ નહિ ગણાય?’ પણ તેં ઘણા આશકોની સાથે વ્યભિચાર કર્યો છે! તથાપિ મારી પાસે પાછી આવ, ” એવું યહોવા કહે છે.


તારા સર્વ આશકો તને વીસરી ગયા છે, તેઓ તને શોધતા નથી; કેમ કે તારાં પાપો ઘણાં થવાને લીધે તારા અપરાધો વધી ગયા છે. માટે મેં શત્રુ કરે એવા ઘાથી, હા, નિર્દય માણસ કરે એવી શિક્ષાથી, તને ઘાયલ કરી છે.


હે લૂંટાયેલી, તું હવે શું કરીશ? તું કિરમજી વસ્ત્ર પહેરે, ને સોનાનાં ઘરેણાં પહેરીને પોતાને શણગારે, ને કાજળથી તારી આંખો આંજે, તોપણ તું પોતાને ફોકટ સુશોભિત કરે છે! તારા આશકો તને ધિક્કારે છે, તેઓ તને મારી નાખવા માગે છે.


મારા લોકોની દીકરીના કતલ થયેલાઓને માટે રાતદહાડો રુદન કરવા માટે મારું માથું પાણી હોત, ને મારી આંખો આંસુનો ઝરો હોત, તો કેવું સારું!


મેં મારા આશકોને બોલાવ્યા, પણ તેઓએ મને દગો દીધો! મારા યાજકો તથા મારા વડીલો પોતાના પ્રાણ બચાવવા માટે અન્‍નને માટે ફાંફાં મારતા હતા, એટલામાં તેઓએ નગરમાં પ્રાણ છોડ્યા.


હું નિસાસા નાખું છું, એવું તેઓએ સાંભળ્યું છે. મને દિલાસો આપનાર કોઈ નથી. મારા સર્વ શત્રુઓએ મારા દુ:ખ વિષે સાંભળ્યું છે. આ તમે જ કર્યું છે, માટે તેઓ ખુશી થાય છે. જે દિવસ તમે નિર્માણ કર્યો છે તે તમે [તેમના પર] લાવો, જેથી તેઓ મારા જેવા થાય!


તેની ભ્રષ્ટતા તેનાં વસ્‍ત્રોમાં હતી; તેણે પોતાની આખરની અવસ્થાનો વિચાર કર્યો નહિ! તેથી આશ્વર્યકારક રીતે તેની અદ્યોગતિ થઈ છે. તેને દિલાસો આપનાર કોઈ નથી. હે યહોવા, મારા દુ:ખ પર દષ્ટિ કરો; કેમ કે શત્રુ જયજયકાર કરે છે!


આંસુ પાડી પાડીને મારી આંખોનું તેજ ઘટી ગયું છે. મારી આંતરડી કકળે છે. મારા લોકની દીકરીના ત્રાસને લીધે મારું કાળજું બળે છે; કેમ કે છોકરાં તથા ધાવણાં બાળકો નગરના મહોલ્‍લાઓમાં મૂર્ચ્છિત થાય છે.


જો, હું તારા સર્વ આશકો જેમની સાથે તેં મોજ માણી છે તેઓને, અને તારા સર્વ અળખામણાઓને પણ હું એકત્ર કરીશ. હા, હુ તેઓને તારી સામે ચોતરફ એકઠા કરીશ, ને તમની આગળ તારી નગ્નતા ઉઘાડી કરીશ, જેથી તેઓ તારી બધી નગ્નતા જુએ.


તે પોતાના પ્રીતમોની પાછળ જશે, પણ તે તેઓને પકડી પાડશે નહિ; તે તેઓને શોધશે, પણ તેઓ તેને મળશે નહિ. ત્યારે તે કહેશે, ‘હું ચાલીને મારા પહેલા ધણીની પાસે પાછી જઈશ; કેમ કે હમણાના કરતાં તે વખતે મને વધારે સુખ હતું.’


મિત્રનો ભરોસો ન કર, જાની દોસ્તોનો વિશ્વાસ ન રાખ. તારી સોડમાં સુનારીથી તારા મુખનાં દ્વાર સંભાળી રાખ.


તેઓ એક વિચારના છે, અને તેઓ પોતાનું પરાક્રમ તથા અધિકાર શ્વાપદને સોંપી દે છે.


તેં જે દશ શિંગડાં તથા શ્વાપદ જોયાં તેઓ તે વેશ્યાનો દ્વેષ કરશે, તેની પાયમાલી કરીને તેને નગ્ન કરશે, તેનું માંસ ખાશે, અને અગ્નિથી તેને બાળી નાખશે.


Lean sinn:

Sanasan


Sanasan