Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 1:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 યહોવા ન્યાયી છે, કેમ કે મેં તેમની આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું છે. હે સર્વ લોકો, કૃપા કરીને સાંભળો, ને મારું દુ:ખ જુઓ! મારી કુમારિકાઓ તથા મારા જુવાનો બંદીવાસમાં ગયાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 “પ્રભુ ન્યાયી છે. કારણ, હું તેમને આધીન થઈ નથી. હે સર્વ લોકો, મારું સાંભળો. મારા દુ:ખમાં મને નિહાળો. મારાં યુવાન - યુવતીઓ બંદીવાસમાં લઈ જવાયાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 યહોવાહ ન્યાયી છે, મેં તેમની વિરુદ્ધ બંડ કર્યું છે. હે સર્વ લોકો, કૃપા કરીને સાંભળો અને મારા દુઃખને જુઓ. મારી કુંવારીઓ તથા મારા જુવાનો બંદીવાસમાં ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 યરૂશાલેમે કહ્યું, “યહોવા સારા છે, જ્યારે તે મને શિક્ષા કરે છે કારણકે મેં તેની વિરુદ્ધ બંડ કયુંર્ છે. મહેરબાની કરીને મને સાંભળો અને મારા દુ:ખને જુઓ. મારી જુવાની અને કૌમાર્ય, કેદીઓની જેમ બંદીવાસમાં પસાર થયું છે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 1:18
38 Iomraidhean Croise  

તેણે યહૂદિયામાંથી આવેલા ઈશ્વરભક્તે પોકારીને કહ્યું, “યહોવા આમ કહે છે કે, ‘તમે યહોવાના વચન સામે બંડ કર્યું છે, ને તમારા ઈશ્વર યહોવાએ જે આજ્ઞા તમને ફરમાવી તે તમે પાળી નથી.


અમારાં દુષ્ટ કર્મોને લીધે તથા અમારા મોટા અપરાધને લીધે અમારા પર જે કંઈ વીત્યું છે, તે સર્વને માટે, હે અમારા ઈશ્વર, જેટલી થવી જોઈએ તે કરતાં તમે અમને થોડી શિક્ષા કરી છે. વળી અમારામાંથી તમે આટલાને બચાવી પણ લીધા છે.


તોપણ તેઓએ તમારી આજ્ઞા પાળી નહિ, તમારી વિરુદ્ધ તેઓએ બંડ કર્યુ. તમારા નિયમશાસ્ત્રને તેઓએ પોતાની પીઠ પાછળ ફેંક્યું, ને જે તમારા પ્રબોધકો તેઓને ફરીથી તમારી તરફ પાછા વાળવાને તેઓને ચેતવણી આપતા હતા તેઓને તેમણે મારી નાખ્યા, ને તેઓએ ઘણા ક્રોધજનક કામો કર્યા.


પરંતુ અમારા પર જે વીત્યું છે, તે સર્વ સંબંધી તમે ન્યાયી હોવાથી તમે વાજબી કર્યું છે, પણ અમે તો દુષ્ટતા કરી છે.


જેઓ અંધકાર તથા મરણછાયામાં બેઠેલા હતા અને આપત્તિમાં તથા બેડીઓમાં સપડાયેલા હતા,


હે યહોવા, તમે ન્યાયી છો, તમારાં ન્યાયવચનો યથાર્થ છે.


હે યહોવા, તમારાં ન્યાયવચનો અદલ છે, અને વિશ્વાસુપણાને તમે મને દુ:ખી કર્યો છે, એમ હું જાણું છું.


યહોવા પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે, તે પોતાનાં સર્વ કામોમાં કૃપાળુ છે.


અને ફારુને માણસ મોકલીને મૂસા તથા હારુનને બોલાવ્યા, ને તેઓને કહ્યું, “મેં આ વખત પાપ કર્યું છે. યહોવા ન્યાયી છે, ને હું તથા મારા લોક દુષ્ટ છીએ.


હે યહોવા, જ્યારે હું તમારી સાથે વિવાદ કરું ત્યારે તમે ન્યાયી ઠરો છો, તોપણ હું તમારી આગળ [મારી] ફરિયાદ વિષે દલીલ રજૂ કરીશ: દુષ્ટોનો માર્ગ શા માટે સફળ થાય છે? જેઓ અતિશય વિશ્વાસઘાત કરે છે તેઓ સર્વ શા માટટે મુખી હોય છે?


તેઓએ આવીને આ વતન પ્રાપ્ત કર્યું. પણ તેઓએ તમારું વચન સાંભળ્યું નહિ, ને તમારા નિયમશાસ્ત્રને ધોરણે ચાલ્યા નહિ; જે સર્વ કરવાને તમે તેઓને આજ્ઞા આપી હતી તેમાંનું તેઓએ કંઈ પણ કર્યું નહિ:તે માટે આ બધું દુ:ખ તેઓના પર તમે મોકલી આપ્યું છે.


ખેતરના રખેવાળોની જેમ તેઓ ચારે તરફ પડાવ નાખે છે; કેમ કે તેણે મારી સામે બંડ કર્યું છે, એવું યહોવા કહે છે.


કેમ કે યહોવા કહે છે, જેઓને પ્યાલો પીવાનું [ફરમાન] નહોતું, તેઓ તે ખચીત પીશે; તો તું છેક નિર્દંડ રહેશે શું? તું નિર્દંડ રહેશે નહિ, પણ તું ખચીત પીશે.


રે પાસે થઈને સર્વ જનારા, શું આ તમારી નજરમાં કંઈ નથી? નજર કરીને જુઓ, મારા પર જે દુ:ખ પડ્યું, જે વડે યહોવાએ પોતાના ભારે કોપને કારણે મને દુ:ખી કરી છે. તેના જેવું બીજું કોઈ દુ:ખ છે શું?


અમે અપરાધ તથા બંડ કર્યાં છે; તમે ક્ષમા કરી નથી.


અમારા માથા પરથી મુગટ પડી ગયો છે. અમને હાય હાય! કેમ કે અમે પાપ કર્યું છે.


અમે તો તમારી આજ્ઞાઓથી તથા તમારા હુકમોથી ભટકી જઈને પાપ કર્યું છે, આડા ચાલ્યા છીએ, દુષ્ટતા કરી છે, ને બંડ કર્યું છે.


હે પ્રભુ, ન્યાયપણું તો તમારું છે, પણ આજની જેમ મુખ પરની શરમિંદગી તો અમારી છે. એટલે યહૂદિયાના માણસોની તથા યરુશાલેમના રહેવાસીઓની, તથા તમારી વિરુદ્ધ પોતે કરેલા અપરાધોને લીધે, એટલે પાસેના દૂરના દેશોમાં રહેતા સર્વ દેશોમાં જ્યાં તમે તેઓને હાંકી કાઢ્યા છે તે સર્વ ઇઝરાયલની છે.


તે દિવસે સુંદર કુમારિકાઓ તથા જુવાનો તૃષાથી મૂર્છા પામશે.


યહોવા તેનામાં ન્યાયી છે. તે અન્યાય કરતા નથી. દર સવારે તે પોતાનો ઇનસાફ જાહેર કરે છે, તે ચૂક કરતા નથી, પણ અધર્મી બેશરમ છે.


પણ જે મારાં વચનો તથા મારા વિધિઓ મેં મારા સેવક પ્રબોધકોને ફરમાવ્યાં, તેઓએ શું તમારા પૂર્વજોને પકડી પાડયા નહિ? અને તેઓ ફર્યા, ને કહ્યું, યહોવાએ આપણને આપણા માર્ગો પ્રમાણે તથા આપણા કૃત્યો પ્રમાણે જેમ કરવા ધાર્યું, તેમ જ તેમણે આપણને કર્યું છે.’”


તું તો તારા કઠણ તથા પશ્ચાત્તાપસહિત અંત:કરણ પ્રમાણે તારે પોતાને માટે કોપના તથા ઈશ્વરના યથાર્થ ન્યાયના પ્રગટીકરણને દિવસે થનાર કોપનો સંગ્રહ કરે છે.


હવે આપણે જાણીએ છીએ કે નિયમશાસ્‍ત્ર જે કંઈ કહે છે, તે જેઓ નિયમશાસ્‍ત્રને આધીન છે તેઓને કહે છે; જેથી દરેક મોં બંધ થાય, અને આખું જગત ઈશ્વરની આગળ જવાબદાર ઠરે.


તે તો ખડક છે, તેમનું કામ સંપૂર્ણ છે. કેમ કે તેમના સર્વ માર્ગો ન્યાયરૂપ છે. વિશ્વાસુ તથા સત્ય ઈશ્વર, તે ન્યાયી તથા ખરા છે.


ત્યારે અદોની બેઝેકે કહ્યું, “હાથના તથા પગના અંગૂઠા કાપી નંખાયેલા એવા સિત્તેર રાજાઓ મારી મેજ નીચેથી [ટુકડા] વીણી ખાતા હતા. જેવું મેં કર્યું છે, તેવો જ બદલો ઈશ્વર મને આપ્યો છે.” અને તેઓ તેને યરુશાલેમમાં લાવ્યા, ને ત્યાં તે મરી ગયો.


કેમ કે વિરોધ એ જોષ જોવાના પાપ જેવો છે, ને હઠીલાઈ એ દુષ્ટતા તથા મૂર્તિપૂજા જેવી છે. તેં યહોવાનું વચન નકાર્યું છે, માટે યહોવાએ પણ તને રાજા તરીકે નકાર્યો છે.”


Lean sinn:

Sanasan


Sanasan