Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 1:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 પ્રભુએ મારામાંના મારા સર્વ શૂરવીરોને તુચ્છકાર્યા છે, મારા જુવાનોને કચરી નાખવા માટે યહોવાએ મારી વિરુદ્ધ ઘાડાં બોલાવ્યાં છે. પ્રભુએ દ્રાક્ષાકુંડમાં યહૂદિયાની કુંવારી દીકરીને ખૂંદી નાખી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 “પ્રભુએ મારા સૌ શૂરવીરોને તુચ્છકાર્યા છે, મારા યુવાનોનો સંહાર કરવા તેમણે સૈન્ય મોકલ્યું. દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષો ખૂંદાય તેમ તેમણે મારા લોકને કચડી નાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પ્રભુએ મારામાંના સર્વ શ્રેષ્ઠ યોદ્ધાઓને તુચ્છકાર્યા છે. મારા શ્રેષ્ઠ યોદ્ધાઓને કચડી નાખવા માટે તેમણે મારી વિરુદ્ધ સભા બોલાવી છે. પ્રભુએ દ્રાક્ષચક્કીમાં યહૂદિયાની કુંવારી દીકરીને ખૂંદી નાખી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 યહોવાએ મારા શ્રેષ્ઠ યોદ્ધાઓને તુચ્છકાર્યા છે, અને મારાં તરૂણ યોદ્ધાઓને કચડી નાખવા માટે ટૂકડીઓ તૈયાર કરી છે. અને યહોવાએ યહુદાની કુંવારી દીકરીને ખૂંદી નાખી છે, ખરાબર એવી જ રીતે જેમ દ્રાક્ષારસ બનાવવા માટે કોઇ દ્રાક્ષને ખૂદે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 1:15
27 Iomraidhean Croise  

તેણે તેમને કહ્યું, “તેને નીચે નાખી દો.” માટે તેઓએ તેને નીચે નાખી દીધી. અને તેના રકતના છાંટા ભીંત પર તથા ઘોડાઓ પર પડ્યા. અને તેઓએ તેને પગ નીચે ખૂંદી.


તમારા વિધિઓથી સર્વ ભમી જનારાને તમે હલકા ગણ્યા છે; કેમ કે તેઓનો ઢોંગ ફોકટ છે.


મૃત્યુની સાથેનો તમારો કરાર રદ કરવામાં આવશે, અને શેઓલ સાથેનો તમારો સંપ ટકશે નહિ. વળી સંકટની રેલ જ્યારે ચઢી આવશે, ત્યારે તમે તેમાં તણાઈ જશો.


કોણે પૂર્વમાંથી એકને ઊભો કર્યો છે કે જેને ઈશ્વરે ન્યાયીપણામાં પોતાના પગ પાસે બોલાવ્યો છે? તે પ્રજાઓને એને સ્વાધીન કરી દે છે, અને રાજાઓ પર એને અધિકાર આપે છે, તે તેમને ધૂળની જેમ એની તરવારને, ને ઊડતાં ફોતરાંની જેમ એના ધનુષ્યને સોંપી દે છે.


હવે હું મારી દ્રાક્ષાવાડીનું શું કરવાનો છું, તે હું તમને જણાવું:તેની વાડ હું કાઢી નાખીશ, જેથી તે ભેલાઈ જશે; તેની ભીંત હું પાડી નાખીશ, જેથી તે ખુંદાઈ જશે.


મેં એકલાએ દ્રાક્ષાકુંડ ખૂંદ્યો છે; અને લોકોમાંથી કોઈ માણસ મારી સાથે નહોતો, વળી મેં મારા રોષમાં તેઓને ખૂંદ્યા, ને મારા કોપથી તેઓને છૂંદી નાખ્યા! તેઓનું લોહી મારાં વસ્ત્ર પર છંટાયું છે, ને મારા તમામ પોશાક પર મેં ડાઘ પાડયા છે.


તે માટે જેમ ભૂસું વગડાના પવનથી ઊડી જાય છે, તેમ તેઓને હું વિખેરી નાખીશ.


વળી તું તેઓને આ વચન કહેજે, મારી આંખમાંથી રાતદિવસ ચોધાર આંસુઓ વહી જાઓ, ને બંધ ન થાઓ, કેમ કે મારા લોકોની કુંવારી દીકરી મોટા ઘાથી, અતિ ભારે જખમથી, ઘાયલ થઈ છે.


તે માટે તેઓના પુત્રોને દુકાળથી નાશ પામવા દો, ને તેમને તરવારને તાબે કરો; તેઓની પત્નીઓ નિ:સંતાન તથા વિધવાઓ થાય. તેઓના પુરુષો ઠાર માર્યા જાય, અને તેઓના તરુણ પુરુષો લડાઈમાં તરવારથી કતલ થાય.


જે ખાલદીઓ તમારી સાથે લડે છે તેઓના આખા સૈન્યને જો તમે મારત, ને તેથી તેઓમાંના ઘાયલ થયેલા માણસો જ બાકી રહેત, તોપણ તેઓ દરેક પોતાના તંબુમાં ઊભા થઈને આ નગરને બાળી નાખત.”


છેક છેડેથી તેના પર ચઢી આવો, તેના કોઠારોને ઉઘાડી; તેના ઢગલા કરી નાખો, ને તેનો નાશ કરો; તેમાંથી કંઈ પણ બાકી રહેવા ન દો.


‘બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર મને ખાઈ ગયો છે, તેણે મને ખાંડયો છે, મને ખાલી પાત્રના જેવો કર્યો છે, અજગરની જેમ, તે મને ગળી ગયો છે, તેણે મારાં મિષ્ટાન્નોથી પોતાનું પેટ ભર્યું છે; તેણે મને કાઢી મૂક્યો છે.


તે માટે હું યહોવાના કોપથી ભરપૂર છું; તેને દબાવી દબાવીને હું કાયર થયો છું. રસ્તામાં ફરતાં છોકરાં અને સભામાં ભેગા થયેલા જુવાનો ઉપર તેનો ઊભરો કાઢ; કેમ કે પુરુષ તથા તેની સ્ત્રી, ઘરડો તથા વયોવૃદ્ધ પકડાઈ જશે.


જુવાન તથા વૃદ્ધ મહોલ્‍લાઓમાં ભૂમિ પર પડેલા છે. મારી કન્યાઓને તથા મારા જુવાનોને તરવારથી કાપી નાખવામાં આવ્યાં છે. તમે તમારા કોપના સમયમાં તેઓને મારી નાખ્યાં છે. તમે દયા કર્યા વગર તેમને કતલ કર્યા છે.


પૃથ્વીના સર્વ બંદીવાનોને પગ નીચે ખૂંદવા,


ત્યારે નબૂખાદનેસ્સારે બહુ જ કોપાયમાન થઈને શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોને પોતાની હજૂરમાં લાવવાની આજ્ઞા કરી; એટલે તેઓ એ માણસોને રાજાની હજૂરમાં લાવ્યા.


તમે દાતરડું ચલાવો, કેમ કે કાપણીનો વખત આવ્યો છે; ચાલો, ખૂંદો; કેમ કે દ્રાક્ષાચક્કી ભરેલી છે, દ્રાક્ષાકુંડો ઊભરાઈ જાય છે; કેમ કે તેઓની દુષ્ટતા બહું છે.”


ત્યારે મારી વેરણ જેણે મને કહ્યું, “તારો ઈશ્વર યહોવા ક્યાં છે?” તે તે જોશે, ને શરમથી ઢંકાઈ જશે?” મારી આંખો તેને [ભોંઠો પડેલો] જોશે. હવે ગલીઓના કાદવની જેમ તે પગો તળે ખૂંદાશે.


તમે દુષ્ટોને [તમારા] પગ નીચે ખૂંદશો; કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હું આ પ્રમાણે કરીશ તે દિવસે તેઓ તમારા પગનાં તળિયા નીચે રાખ સમાન થશે.


તેઓ તરવારની ધારથી માર્યા જશે, અને ગુલામ થઈને બધા દેશોમાં લઈ જવામાં આવશે, અને વિદેશીઓના સમયો પૂરા નહિ થાય, ત્યાં સુધી યરુશાલેમ વિદેશીઓથી ખૂંદી નંખાશે.


જે દેશજાતિને તું ઓળખતો નથી તે તારી ભૂમિનું ફળ તથા તારી સર્વ મહેનતનું ફળ ખાઈ જશે. અને તું સર્વદા ફક્ત જુલમો વેઠ્યા કરશે તથા કચરી નંખાશે:


તો જેણે ઈશ્વરના પુત્રને પગ નીચે છૂંદ્યા છે, ને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયો હતો તેને અશુદ્ધ ગણ્યું છે, અને કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સખત સજાને પાત્ર ગણાશે, તે વિષે તમે શું ધારો છો?


તેમના મોંમાંથી ધારવાળી તરવાર નીકળે છે કે, તે વડે તે વિદેશીઓને મારે! તે લોઢાના દંડથી તેઓના પર અધિકાર ચલાવશે! અને સર્વશક્તિમાન ઈશ્વરના સખત કોપનો દ્રાક્ષાકુંડ તે ખૂંદે છે.


તેઓએ તે વર્ષે ઇઝરાયલીઓને હેરાન કરીને તેઓ પર જુલમ કર્યો. યર્દનને પેલે પાર અમોરીઓનો જે દેશ ગિલ્યાદમાં છે, ત્યાંના સર્વ ઇઝરાયલીઓ પર અઢાર વર્ષ સુધી [તેઓએ જુલમ કર્યો].


Lean sinn:

Sanasan


Sanasan