Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 1:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 શત્રુએ તેની સર્વ કિંમતી વસ્તુઓ પર પોતાનો હાથ નાખ્યો છે. જેઓને તમારા મંદિરમાં આવવાની તમે મના કરી હતી તે વિદેશીઓને તમારા પવિત્રસ્થાનમાં પેસતા તેણે જોયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 તેના દુશ્મનોએ તેના બધા ખજાના લૂંટી લીધા છે. મંદિરમાં જ્યાં પ્રભુએ બિનયહૂદીઓને પ્રવેશની મના ફરમાવી હતી, ત્યાં તે તેમને જતા જુએ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 શત્રુઓએ તેની સર્વ કિંમતી વસ્તુઓ પોતાને હસ્તગત કરી લીધી. જેઓને તમારી ભક્તિસ્થાનમાં આવવાની તમે મના કરી હતી, તે પ્રજાઓને તમારા પવિત્રસ્થાનમાં પેસતા તેણે જોયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 બધી કિંમતી વસ્તુઓ પર શત્રુએ પોતાનો હાથ મૂક્યો છે, ને તેણે પોતાના મંદિરમાં વિધર્મી પ્રજાને પ્રવેશ કરતી જોઇ છે; જ્યાં યહોવાએ તે વિદેશીઓને પ્રવેશવાની મનાઇ કરી હતી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 1:10
22 Iomraidhean Croise  

ઈશ્વરના મંદિરનાં નાનાંમોટાં પાત્રો તથા ખજાના, તેમ જ રાજાના તથા તેના સરદારોના ખજાના, એ સર્વ તે બાબિલ લઈ ગયો.


તે દિવસે મૂસાનું પુસ્તક લોકોના સાંભળતાં વાંચવામાં આવ્યું. તેમાં એવું લખેલું મળ્યું કે, આમ્મોનીઓને તથા મોઆબીઓને ઈશ્વરની મંડળીમાં કદી દાખલ થવા દેવા નહિ;


થોડો જ વખત તમારા પવિત્ર લોકે [વતન] ભોગવ્યું છે; અમારા શત્રુઓએ તમારા પવિત્રસ્થાનને ખૂંદ્યું છે.


તારાં બધાં પાપને લીધે તારી સર્વ સીમાઓમાં હું તારું દ્રવ્ય તથા તારું ધન મફત લૂંટાવી દઈશ.


વળી હું આ નગરનું સર્વ દ્રવ્ય, તેની સર્વ પેદાશ, ને તેના સર્વ મૂલ્યવાન પદાર્થ, અને યહૂદિયાના રાજાઓનો સર્વ ધનસંગ્રહ તેઓના શત્રુઓના હાથમાં સોંપીશ; ને તેઓ તેને લૂંટશે, ને તેઓને પકડીને બાબિલમાં લઈ જશે.


કેમ કે જે વખતે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના રાજા યહોયાકીમના પુત્ર યહોન્યાને તથા યહૂદિયાના તેમજ યરુશાલેમના સર્વ કુલીન લોકોને યરુશાલેમમાંથી બાબિલના બંદીવાસમાં લઈ ગયો,


જે પાત્રો યહોવાના મંદિરમાં, યહૂદિયાના રાજાના મહેલમાં તથા યરુશાલેમમાં હજુ રહેલાં છે, તેઓ વિષે સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે,


આપણા ઈશ્વર યહોવાએ લીધેલું વૈર, તેના મંદિર વિષે લીધેલું વૈર, સિયોનમાં જાહેર કરનારા બાબિલ દેશમાંથી છૂટેલાનો સ્વર સંભળાય છે.


અમે નિંદા સાંભળી છે, તેથી અમે લજ્જિત થયા છીએ. યહોવાના મંદિરનાં પવિત્રસ્થાનોમાં પરદેશીઓ આવ્યા છે, તેથી અમારાં મુખ લાજથી છવાઈ ગયાં છે.


તેણે યહોવાનું મંદિર તથા રાજાનો મહેલ બાળી નાખ્યાં, અને યરુશાલેમનાં સર્વ ઘર, એટલે સર્વ મોટાં ઘર તેણે આગ લગાડીને બાળી નાખ્યાં.


યરુશાલેમ પોતાના [આ] દુ:ખ તથા વિપત્તિના દિવસોમાં આગલા સમયનાં પોતાનાં સર્વ વૈભવી વાનાંઓનું સ્મરણ કરે છે; જ્યારે તેના લોકો શત્રુના હાથમાં પડ્યા, ને તેને સહાય કરનાર કોઈ નહોતું, ત્યારે શત્રુઓએ તેને જોઈને, ને તેની પાયમાલી જોઈને હાંસી ઉડાવી.


તે કર્મ એ છે કે રોટલી, મેદ તથા રક્ત ચઢાવતી વખતે, તમે મને તથા શરીરે પણ બેસુન્નત એવા પારકાઓને મારા પવિત્રસ્થાનની અંદર લાવીને તેને, હા, મારા મંદિરને ભ્રષ્ટ કર્યું છે, ને તમે મારો કરાર તોડીને તમારા સર્વ ધિક્કારપાત્ર કૃત્યોમાં [વધારો કર્યો છે]


તેમનાથી પણ હું મારું મુખ અવળું ફેરવીશ, ને લોકો મારું ગુપ્ત પવિત્રસ્થાન ભ્રષ્ટ કરશે.


તેણે તેઓને કહ્યું, “મંદિરને ભ્રષ્ટ કરો, ને લાસોથી તેનાં આંગણાં ભરી કાઢો; નીકળી પડો, ” તેઓએ નીકળી પડીને નગરમાં કતલ ચલાવી.


પણ જ્યારે તમે ઉજ્જડના અમંગળપણા [ની નિશાની] જ્યાં ઘટારત નથી ત્યાં ઊભી રહેલી જોશો (જે વાંચે છે તેણે સમજવું), ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડોમાં નાસી જાય.


આમ્મોની કે મોઆબી યહોવાની મંડળીમાં પ્રવેશ ન કરે. તેમની છેક દસમી પેઢી સુધી તેમનું કોઈ પણ યહોવાની મંડળીમાં કદી પ્રવેશ કરે નહિ.


કારણ કે જ્યારે તમે મિસરમાંથી નીકળ્યા, ત્યારે તેઓ માર્ગમાં રોટલી તથા પાણી લઈને તમારી સામે આવ્યા નહિ. અને એને લીધે કે તેઓએ અરામ-નાહરઈમના પથોરથી બેઓરના દીકરા બલામની સાથે કરાર કરીને તને શાપ આપવા તેને બોલાવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan