Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 1:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જે નગરી વસતિથી ભરચક હતી, તે કેમ એકલવાઈ બેઠી છે! તે કેમ વિધવા સરખી થઈ છે! પ્રજાઓમાં જે મહાન તથા નગરીઓમાં રાણી હતી, તે કેમ ખંડણી આપનારી થઈ છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 એક સમયે યરુશાલેમમાં ભરચક વસ્તી હતી, પણ અત્યારે તે સાવ નિર્જન બની ગયું છે. એક સમયની અગ્રગણ્ય મહાનગરી આજે વિધવા થઈ બેઠી છે. પ્રાંતોમાં જે રાણી જેવી હતી, તે હવે ગુલામડી બની ગઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જે નગર વસ્તીથી ભરેલું હતું, તે એકલવાયું થઈ ગયું છે! જે દેશવિદેશમાં મહાન ગણાતું હતું, તે વિધવા જેવું થઈ ગયું છે! જે દેશવિદેશમાં મહારાણી જેવું હતું, તે બીજી પ્રજાઓનું ગુલામ થઈ ગયું!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 એ શહેર કેવું એકલવાયું પડી રહ્યું છે! જે એક વાર લોકોથી ધમધમતું હતું, દેશવિદેશમાં મહાન ગણાતું હતુ, તે શા માટે વિધવા જેવું થઇ ગયુ? જે શહેરોની મહારાણી જેવું હતું, તે બીજી પ્રજાઓનું ગુલામ કેમ થઇ ગયુ?

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 1:1
38 Iomraidhean Croise  

નદીથી તે પલિસ્તીઓના દેશ સુધી, તથા મિસરની સીમા સુધીનાં સર્વ રાજ્યો પર સુલેમાન હકૂમત‍ ચલાવતો હતો. તેઓ નજરાણાં લાવતા, ને સુલેમાનની જિંદગીના સર્વ દિવસોભર તેઓ તેની તાબેદારી કરતા રહ્યાં.


તે યરુશાલેમમાં રાજ કરતો હતો તેવામાં ફારુન-નકોએ તેને હમાથ દેશમાં આવેલા રિબ્લાહમાં કેદ કર્યો, અને તેના દેશ પર એકસો તાલંત રૂપાની, તથા એક તાલંત સોનાની ખંડણી નાખી.


યહોયાકીમ ફારુનને ઠરાવેલું રૂપું તથા સોનું આપતો; પણ ફારુનના હુકમ પ્રમાણે પૈસા આપવા માટે તેણે દેશ પર કર નાખ્યો, ફારુન-નકોને આપવા માટે રૂપું તથા સોનું દેશના લોક પાસેથી, તેના પર ઠરાવેલા કર પ્રમાણે તે જોરજુલમથી લેતો હતો.


નદીથી તે છેક પલિસ્તીઓના દેશ સુધી તથા મિસરની સરહદ સુધી સર્વ રાજાઓ ઉપર તેની હકૂમત હતી.


યરુશાલેમમાંના પરાક્રમી રાજાઓ જેઓને નદી પારના આખા [દેશ] પર હકૂમત‍ ચલાવી છે, તેમને લોકો ખંડણી, કર તથા જકાત આપતા હતા.


કેટલાકે એમ કહ્યું, “રાજાને મહેસૂલ ભરવા માટે અમે અમારાં ખેતરો તથા દ્રાક્ષાવાડીઓ ઉપર પૈસા ઉપાડ્યા છે.


અમારાં પાપોને લીધે જે રાજાઓ તમે અમારા ઉપર ઠરાવ્યા છે, તેઓને તે દેશમાંથી બહુ ઊપજ પ્રાપ્ત થાય છે. વળી તે રાજાઓ પોતાની ઈચ્છા પ્રમાણે અમારા પંડ પર તથા અમારા જાનવર પર સત્તા ચલાવે છે. આ પ્રમાણે અમે મોટા સંકટમાં આવી પડ્યા છીએ.


ત્યાં કુળો ચઢે છે; યહોવાનાં કુળો ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે, યહોવાના નામનો આભાર માનવા માટે [ચઢે છે].


રે તેજસ્વી તારા પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડયો છે! બીજી પ્રજાઓને નીચે પાડનાર, તું કાપી નંખાઈને ભોંયભેગો કેમ થયો છે!


અરે, શોરબકોરથી ભરપૂર, ઘોંઘાટ કરનાર નગર, મોજીલા શહેર, તારા મારેલા તો તરવારથી મારેલા નથી, ને યુદ્ધમાં મરણ પામેલા નથી.


તેના દરવાજાઓમાં શોક તથા વિલાપ થઈ રહેશે; અને તે ખાલી થઈને ભૂમિ પર બેસશે.


ત્યારે તું તારા મનમાં કહેશે, ‘મારે માટે તેઓને કોણે જન્મ આપ્યો છે? કેમ કે હું પુત્રહીન ને વાંઝણી છું, બંદીવાન તથા આમતેમ ભટકનારી છું. તેઓને કોણે ઉછેર્યા છે? હું એકલી રહેતી હતી. તેઓ ક્યાં હતા?’”


પ્રભુ યહોવાએ મારા કાન ઉઘાડયા છે, તેથી મેં બંડ કર્યું નહિ, ને હું પાછો હઠયો.


હે યરુશાલેમ, તારા પરની ધૂળ ખંખેરી નાખ, ઊઠીને બેઠી થા; હે સિયોનની બંદીવાન દીકરી, તારી ગરદન પરનાં બંધન છોડી નાખ.


જે વધામણી લાઔએ છે, જે શાંતિની વાત સંભળાવે છે, જે કલ્યાણની વધામણી લાવે છે, જે તારણથી વાત સંભળાવે છે, જે સિયોનને કહે છે, “તારો ઈશ્વર રાજ કરે છે, ” તેના પગ પર્વતો પર કેવા શોભાયમાન છે!


તું બીશ નહિ; તું લજિજત થવાની નથી, અને ગભરાઈશ નહિ; કેમ કે તારી બદનામી થવાની નથી; કેમ કે તારી જુવાનીમાં લાગેલી શરમ તું ભૂલી જવાની છે, અને તારા વૈધવ્યનું કલંક ફરી તને યાદ આવશે નહિ.


યહોવા કહે છે, “યાકૂબને લીધે આનંદથી ગાયન કરો, ને પ્રજાઓમાં જે મુખ્ય છે તેને માટે હર્ષનાદ કરો. પ્રગટ કરીને સ્તુતિ કરો, ને કહો, ‘હે યહોવા, તમારા લોકોને, એટલે ઇઝરાયલના બાકી રહેલાઓને, તમે તારો.’


શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાએ તેઓની તથા તેઓના માણસોની સમક્ષ સમ ખાઈને કહ્યું, “ખાલદીઓની સેવા કરતાં બીહો નહિ. આ દેશમાં રહીને બાબિલના રાજાની સેવા કરો. તેથી તમારું ભલું થશે.


યર્મિયા પ્રબોધકની પાસે આવીને કહ્યું, “અમારી વિનંતી સ્વીકારીને અમારે માટે, એટલે આ સર્વ બાકી રહેલાને માટે, તારા ઈશ્વર યહોવાની પ્રાર્થના કર; (કેમ કે તું તારી નજરે અમને જુએ છે કે, ઘણાં માણસોમાંથી અમે આટલાં થોડાં માણસો બાકી રહ્યાં છીએ;)


સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર કહે છે, “જે સર્વ વિપત્તિ હું યરુશાલેમ પર તથા યહૂદિયાનાં સર્વ નગરો પર લાવ્યો છું તે તમે જોઈ છે. જુઓ, તેઓ હમણાં ઉજ્જડ થઈ ગયાં છે, ને કોઈ માણસ તેમાં રહેતું નથી.


તેથી મારો કોપ તથા મારો ક્રોધ [તેઓ પર] રેડવામાં આવ્યો, ને યહૂદિયાનાં નગરોમાં તથા યરુશાલેમના મહોલ્લાઓમાં તેની જ્વાળા પ્રગટી; અને જેમ આજે છે, તેમ તેઓ પાયમાલ તથા ઉજ્જડ થઈ ગયાં છે.


આખી પૃથ્વીનો હથોડો કેવો કપાઈ ગયો તથા ભાંગીતૂટી ગયો છે! રાજ્યોમાં બાબિલ કેવો ઉજ્જડ થયો છે!


[પ્રભુ કહે છે] “હું યરુશાલેમને ઢગલા, શિયાળોનું કોતર કરીશ. અને હું યહૂદિયાના નગરોને ઉજ્જડ કરીશ, તેઓ વસતિહીન થશે.”


મેં મારા આશકોને બોલાવ્યા, પણ તેઓએ મને દગો દીધો! મારા યાજકો તથા મારા વડીલો પોતાના પ્રાણ બચાવવા માટે અન્‍નને માટે ફાંફાં મારતા હતા, એટલામાં તેઓએ નગરમાં પ્રાણ છોડ્યા.


પ્રભુએ કોપરૂપી વાદળાંથી સિયોનની દીકરીને કેવી ઢાંકી દીધી છે! તેમણે ઇઝરાયલની શોભાને આકાશમાંથી પૃથ્વી પર નાખી દીધી છે, ને પોતાના કોપને દિવસે પોતાના પાયાસનનું સ્મરણ કર્યું નથી.


સિયોનની દિકરીના વડીલો મૂંગા થઈને ભૂમિ પર બેસે છે. તેઓએ પોતાના માથા પર ધૂળ નાખી છે; તેઓએ ટાટનો પટો કમરે બાંધ્યો છે. યરુશાલેમની કુમારિકાઓએ પોતાનાં માથાં જમીન સુધી નમાવ્યાં છે.


સોનું કેવું ઝાંખું પડ્યું છે! કુંદન કેવું બદલાઈ ગયું છે! પવિત્રસ્થાનના પથ્થર સર્વ મહોલ્લાઓને નાકે વિખેરાયેલા છે.


અમારા માથા પરથી મુગટ પડી ગયો છે. અમને હાય હાય! કેમ કે અમે પાપ કર્યું છે.


એ વખતે સમુદ્ર કાંઠા ના સર્વ હાકેમો પતાનાં રાજ્યાસનો પરથી ઊતરી જઈને પોતાના ઝબ્બાઓ કાઢી નાખશે, ને પોતાનાં બુટ્ટાદાર વસ્ત્રો ઉતારશે. તો ધ્રૂજતાં ધ્રૂજતાં વસ્ત્રો પહેરશે; તેઓ જમીન પર બેસશે, ને દરેક પળે ધ્રૂજશે, ને તને જોઈને વિસ્મય પામશે.


“હે મનુષ્યપુત્ર, તૂરે યરુશાલેમની વિરુદ્ધ કહ્યું છે કે, ‘વાહ વાહ, જે નગરી પ્રજાઓનો દરવાજો હતી તે ભાંગી ગઈ છે. તે તારી તરફ વળી છે. હવે તે ઉજ્જડ થઈ છે, માટે હું સમૃદ્ધિવાન થઈશ.’


પ્રભુ યહોવા કહે છે, “એ તો યરુશાલેમ છે; મેં તેને પ્રજાઓની મધ્યમાં સ્થાપ્યું છે, ને તેની આસપાસ ચારે તરફ [અન્ય] દેશો આવેલા છે.


અને હું તમારાં પવિત્રસ્‍થાનોને ઉજ્જડ કરીશ, ને તમારી સુંગધી વસ્તુઓની સુવાસ હું સૂંધીશ નહિ.


અને હું તમેન વિદેશીઓમાં વિખેરી નાખીશ, ને તમારી પાછળ તરવાર તાણીશ; અને તમારો દેશ ઉજ્‍જડ થઈ જશે, ને તમારાં નગરો વેરાન થશે.


જે આનંદી નગર નિશ્ચિત રહેતું હતું, ને પોતાના મનમાં કહેતું હતું, ‘હું જ છું, ને મારા સિવાય બીજું કોઈ નથી, ’ તે કેવુમ વેરાન તથા પશુઓને પડી રહેવાનું સ્થાન થઈ પડયું છે! તેની પાસે થઈને જનાર દરેક માણસ ફિટકાર કરશે, ને [તિરસ્કારસહિત] પોતાનો હાથ હલાવશે.”


તેણે પોતે જેટલી કીર્તિ મેળવી અને જેટલો મોજશોખ કર્યો તેટલી વેદના તથા તેટલું રુદન તેને આપો; કેમ કે તે પોતાના મનમાં કહે છે, હું રાણી થઈને બેઠી છું. હું વિધવા નથી, અને હું રુદન કરનારી નથી.’


Lean sinn:

Sanasan


Sanasan