Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 9:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 આમ કરીને અમે તેઓને જીવતા રહેવા દઈએ; નહિ તો અમે તેઓની આગળ જે પ્રતિજ્ઞા લીધી છે તે કારણથી અમારા ઉપર ઈશ્વરનો કોપ આવી પડે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 અમે ખાધેલા સમને લીધે આપણે તેમને જીવતા રહેવા દેવા પડશે; નહિ તો અમારા પર ઈશ્વરનો કોપ આવી પડશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 અમે તેઓની સાથે જે કરીશું તે આ છે આપણે તેઓના સમ લીધાં છે તેના કારણે આપણી પર આવનાર કોપથી દૂર રહેવા, આપણે તેઓને જીવતા રહેવા દઈશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 આપણે તેમને જીવતા રહેવા દઈશું; કારણ કે જો એમ વચનનો ભંગ કરીએ તો યહોવાનો કોપ આપણા પર આવી પડે.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 9:20
10 Iomraidhean Croise  

નબૂખાદનેસ્સાર રાજાએ તેને ઈશ્વરના સોગન ખવડાવ્યા હતા, તોપણ તેની સામે તેણે બળવો કર્યો; તેણે પોતાની ગરદન અક્કડ કરીને ઇઝરાયલના ઈશ્વર યહોવાની ઉપાસના નહિ કરવાને પોતાનું અંત:કરણ કઠણ કર્યું.


વગર વિચારે એમ કહી દેવું કે, ‘ [અમુક વસ્તુ] અર્પણ કરેલી છે, ’ અને માનતા માન્યા પછી તેના વિષે તપાસ કરવી એ માણસને ફાંદારૂપ છે.


“વળી ન્યાય કરવા હું તમારી નજીક આવીશ; અને જાદુગરો તેમ જ વ્યભિચારીઓ તથા જૂઠા સોગન ખાનારાઓની વિરુદ્ધ, મજુર પર તેની મજૂરીના સંબંધમાં [જુલમ કરનારની] , અને વિધવા તથા અનાથ પર જુલમ કરનારની વિરુદ્ધ, અને પરદેશી [નો હક] પચાવી પાડનાર તથા મારો ડર નહિ રાખનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ, ” એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


બુદ્ધિહીન, વિશ્વાસઘાતી, કુદરતી મમતાહીન, [તથા] નિર્દયી હતા :


વ્યભિચારીઓ, પુંમૈથુનીઓ, મનુષ્યહરણ કરનારાઓ, જૂઠાઓ તથા જૂઠા સમ ખાનારાઓ, એવા સર્વને માટે છે.


અને સર્વ આગેવાનોએ લોકોના સમુદાયને કહ્યું, “અમે તેઓની આગળ યહોવાના એટલે ઇઝરાયલના ઈશ્વરને નામે પ્રતિજ્ઞા લીધી છે. માટે અમારાથી તો તેઓને [આંગળી પણ] ના અડકાડાય.”


અને આગેવાનોએ તેઓને કહ્યું, “તેઓને જીવતા રહેવા દો; પણ એ શરતે કે, તેઓ સમગ્ર પ્રજાને માટે લાકડાં કાપનારા ને પાણી ભરનારા થાય, જેમ આગેવાનોએ તેઓને કહ્યું હતું તેમ.”


Lean sinn:

Sanasan


Sanasan