Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 9:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને ઇઝરાયલીઓએ તેઓને મારી નાખ્યા નહિ, કેમ કે સમુદાયન લોકોના આગેવાનોએ તેઓની આગળ યહોવાના એટલે ઇઝરાયલના ઈશ્વરની પ્રતિજ્ઞા લીધી હતી. તેથી લોકોના સમુદાયે આગેવાનોની વિરુદ્ધ કચકચ કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 પણ ઇઝરાયલીઓએ તેમને મારી નાખ્યા નહિ, કારણ, તેમના આગેવાનોએ ઇઝરાયલના ઈશ્વર પ્રભુને નામે સમ ખાઈને તેમને વચન આપ્યું હતું. સર્વ લોકોએ એ માટે ઇઝરાયલી સમાજના આગેવાનોની ટીકા કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 ઇઝરાયલના લોકોએ તેઓની ઉપર હુમલો કર્યો કે મારી નાખ્યા નહિ કેમ કે તેઓના આગેવાનોએ ઇઝરાયલના પ્રભુ, યહોવાહ આગળ તેઓ વિષે સમ લીધાં હતા. તેથી બધા ઇઝરાયલીઓએ પોતાના આગેવાનો વિરુદ્ધ કચકચ કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 પરંતુ આગેવાનોએ ઇસ્રાએલના દેવ યહોવાના નામ પર શપથ લીધાં હતા કે તેઓ તેમના પર હુમલો નહિ કરે, એટલે તેઓ તેમને માંરી શક્યાં નહિ, બધા લોકોએ આગેવાનો વિરુદ્ધ ફરિયાદ કરી.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 9:18
11 Iomraidhean Croise  

પણ તેઓની વચ્ચે એટલે દાઉદના તથા શાઉલના દિકરા યોનાથાન વચ્ચે યહોવાના જે સમ હતા, તેને લીધે રાજાએ શાઉલના દિકરા યોનાથાનના દિકરા મફીબોશેથને બચાવ્યો.


જેની દષ્ટિમાં નીચ માણસ ધિક્કારપાત્ર છે; પણ જે યહોવાના ભક્તોને માન આપે છે, અને જે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી;


તારે મુખેથી અવિચારી [વાત] ન કર, અને ઈશ્વરની હજૂરમાં કંઈ પણ બોલવાને તારું અંત:કરણ ઉતાવળું ન થાય; કેમ કે ઈશ્વર આકાશમાં છે, અને તું તો પૃથ્વી પર છે! માટે તારા શબ્દો થોડા જ હોય.


તારા મુખને લીધે તું પાપમાં ન પડ; તેમ જ દૂતની રૂબરૂ એમ ન કહે, “એ તો ભૂલ થઈ!” શા માટે ઈશ્વર તારા બોલવાથી કોપાયમાન થઈને તારા હાથના કામનો નાશ કરે!


બધાં [વાનાં] સર્વને સરખી રીતે મળે છે: નેકના તથા દુષ્ટના, ભલા અને શુદ્ધના તથા અશુદ્ધના, યજ્ઞ કરનારના તથા યજ્ઞ નહિ કરનારના એક જ હાલ થાય છે; જેવી સજજનની હાલત થાય છે તેવી જ દુર્જનની હાલત થાય છે; જેવી સોગન ખાનારની હાલત થાય છે તેવી જ સોગનથી ડરનારની પણ થાય છે.


અને જો કોઈ સ્‍ત્રી યહોવા પ્રત્યે માનતા માને, ને પોતાના પિતાના ઘરમાં રહીને, પોતાની જુવાનીમાં બંધનથી પોતાને બાંધે;


પણ જો તું માનતા લેવા માગતો ન હોય, તો તેથી તું દોષિત નહિ ઠરે.


જે કંઈ તારા મોંમાંથી નીકળ્યું હોય તે તું પાળ ને અમલમાં મૂક. યહોવા તારા ઈશ્વરની પ્રત્યે જે માનતા તેં લીધી હોય, એટલે જે ઐચ્છિકાર્પણનું વચન તેં તારા મુખથી આપ્યું હોય, તે પ્રમાણે કર.


તું તારા પડોશીની દ્રાક્ષાવાડીમાં જાય ત્યારે તારી મરજી પ્રમાણે ધરાતાં સુધી દ્રાક્ષો ખા; પણ તાર વાસણમાં કંઈ પણ ન નાખ.


અને ઇઝરાયલી લોકો, ચાલી નીકળીને ત્રીજે દિવસે તેઓનાં નગરોમાં પહોંચ્યા. હવે તેઓનાં નગરો તો ગિબ્યોન ને કફીરા ને બેરોથ ને કિર્યાથ-યારીમ હતાં.


અને સર્વ આગેવાનોએ લોકોના સમુદાયને કહ્યું, “અમે તેઓની આગળ યહોવાના એટલે ઇઝરાયલના ઈશ્વરને નામે પ્રતિજ્ઞા લીધી છે. માટે અમારાથી તો તેઓને [આંગળી પણ] ના અડકાડાય.”


Lean sinn:

Sanasan


Sanasan