Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 8:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને એમ થાય કે, નગર કબજે કર્યા પછી તમારે નગરને આગ લગાડવી. યહોવાના કહ્યા પ્રમાણે તમારે કરવું. જુઓ, મેં તમને આજ્ઞા આપી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 શહેર જીતી લીધા પછી પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે તમે તેને આગ લગાડજો. તો તમારે માટે મારો આટલો આદેશ છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 નગર કબજે કર્યા પછી તમારે નગરને સળગાવી દેવું. યહોવાહનાં વચન પ્રમાણે તમારે કરવું. સાંભળો, મેં તમને આ આજ્ઞા આપી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “તમે વિજયી થશો અને પછી યહોવાની આજ્ઞા પ્રમાંણે શહેર બાળી મૂકજો. યાદ રાખો આ માંરો આદેશ છે.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 8:8
12 Iomraidhean Croise  

આબ્શાલોમે પોતાનઅ ચાકરોને આજ્ઞા કરી, કે આમ્નોનનું મન દ્રાક્ષારસથી મગ્ન થઈ જાય, તે ધ્યાનમાં રાખજો. અને હું તમને કહું, ‘આમ્નોનને મારો, ’ ત્યારે તેને મારી નાખજો, બીશો નહિ; શું મેં તમને આજ્ઞા આપી નથી? હિમ્‍મતવાન અને શૂરવીર થજો.”


પણ આ લોકોનાં જે નગરો યહોવા તારા ઈશ્વર તને વારસા તરીકે આપે છે તેઓમાંના કોઈ પણ પ્રાણીને તારે જીવતું રહેવા દેવું નહિ.


અને તેઓએ યહોશુઆને ઉત્તર આપ્યો, “જે સર્વ આજ્ઞાઓ તેં અમને આપી છે તે અમે પાળીશું, અને જ્યાં જ્યાં તું અમને મોકલે ત્યાં ત્યાં અમે જઈશું.


શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિમ્‍મતવાન થા. ભયભીત ન થા, ને ગભરાતો નહિ; કારણ કે જ્યાં કંઈ તું જાય છે, ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે છે.”


અને તેઓએ નગરને તથા જે કંઈ તેમાં હતું તે સરવને અગ્નિમાં બાલી નાખ્યાં, ફક્ત રૂપું ને સોનું, ને પિત્તળનાં ને લોઢાંનાં પાત્રો તેઓએ યહોવાના ઘરના ભંડારમાં મૂક્યાં.


આ પ્રમાણે તેઓએ લોકોની ગોઠવણ કરી એટલે જે આખું સૈન્ય નગરની ઉત્તરે હતું તેની તેમ જ નગરની પશ્ચિમે તેઓમાંના જેઓ સંતાઈ રહેતા હતા તેમની. અને યહોશુઆ તે રાત્રે તે ખીણમાં ગયો.


અને યરીખોને ને તેના રાજાને તેં જેમ કર્યું, તેમ આયને ને તેના રાજાને તેં જેમ કર્યું, તેમ આયને ને તેના રાજાને તું કરજે. પણ તેનો માલ ને તેનાં ઢોર તમે તમારે માટે લૂટી લેજો. નગરની પાછળ માણસોને સંતાડી રાખજે.”


અને બીજાઓ તેઓની સામે નગરમાંથી ધસી આવ્યા; અને તેઓ ઇઝરાયલની વચ્ચે સપડાયા, કેટલાએક આ બાજુ ને કેટલાક પેલી બાજુ હતા; અને તેઓએ તેઓને એવા મર્યા કે તેમાંથી એકેને બચી જવા કે નાસી જવા દીધો નહિ.


અને યહોશુઆએ આયને બાળી નાખીને તેનો સદાને માટે ઢગલો કરી દીધો, ને તે આજ સુધી ઉજ્જડ [રહ્યું] છે.


અને તમે સંતાવવાની જગાએથી ઊઠીને નગરને કબજે કરજો. કેમ કે તમારા ઈશ્વર યહોવા તમાર હાથમાં તે આપશે.


અને યહોશુઆએ તેઓને મોકલ્યા. અને તેઓ સંતાઈ રહેવા માટે બેથેલ ને આયની વચ્ચે, પણ આયની પશ્ચિમ તરફ, જઈને રહ્યા, પણ યહોશુઆ તે રાત લોકો મધ્યે રહ્યો.


તેણે કેદેશ-નફતાલીથી અબીનો-આમના દીકરા બારાકને બોલાવી મંગાવીને તેને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવાએ શું [તને] એવી આ અપી નથી કે તું તાબોર પર્વતની પાસે ચાલ્યો ને નફતાલીપુત્રોમાંથી તથા ઝબુલોનપુત્રોમાંથી દશ હજાર પુરુષને તારી સાથે લે?


Lean sinn:

Sanasan


Sanasan