Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 8:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને તેણે તેઓને એવી આજ્ઞા આપી, “નગર લેવા માટે તમે તેની પાછળ સંતાઈ રહેજો. નગરની ઘણે દૂર જશો નહિ, પણ સર્વ તૈયાર રહેજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તેણે તેમને આવો આદેશ આપ્યો, “નગરની પેલી તરફ પાછળ સંતાઈ રહો, પણ નગરથી બહુ દૂર જતા નહિ; વળી છાપો મારવાને તૈયાર રહેજો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેઓને આજ્ઞા કરી કે, “જુઓ, નગર જીતી લેવા માટે તમે તેની પાછળ સંતાઈ રહેજો. નગરથી બહુ દૂર જશો નહિ, પણ તમે સર્વ તૈયાર રહેજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 અને તેણે તેઓને હુકમ કર્યો, “નગરની પાછળના ક્ષેત્રમાં છૂપાઈ જાઓ નગરથી બહુ દૂર જશો નહિ અને હુમલો કરવા તૈયાર રહેજો.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 8:4
14 Iomraidhean Croise  

રાજાએ રાત્રે ઊઠીને પોતાના ચાકરોને કહ્યું, “અરામીઓએ આપણને શું કર્યું છે તે હું હવે તમને સમજાવીશ. તેઓ જાણે છે કે આપણે ભૂખ્યા છીએ, માટે તેઓ નગરમાંથી નીકળશે એટલે આપણે તેમને જીવતા પકડી લઈને નગરમાં પેસી જઈશું, એમ કહીને તેઓ છાવણીમાંથી નીકળીને સીમમાં સંતાઈ રહ્યા હશે.”


પણ યરોબામે તેઓની પાછળ છૂપું સૈન્ય રાખ્યું હતું. તેઓ યહૂદાની આગળ હતા, ને છૂપું સૈન્ય તેઓની પાછળ હતું.


દશ અમલદારો નગરમાં હોય તેના કરતાં જ્ઞાની માણસને બુદ્ધિ વધારે શક્તિમાન બનાવે છે.


ત્યારે મેં કહ્યું કે, બળ કરતાં બુદ્ધિ ઉત્તમ છે; તેમ છતાં ગરીબ માણસની બુદ્ધિને તુચ્છ ગણવામાં આવે છે, અને તેનું કહેવું કોઈ સાંભળતું નથી.


માટે તમે તેઓનું કહેવું માનશો નહિ; કેમ કે તેઓમાંના ચાળીસથી વધારે માણસ તેને માટે સંતાઈ રહ્યા છે. અને તેઓ એવી પ્રતિજ્ઞાથી બંધાયા છે કે, ‘અમે તેને મારી નાખીએ નહિ ત્યાં સુધી અન્‍નજળ લઈશું નહિ, ’ હમણાં તેઓ તૈયાર છે, અને તમારા વચનની રાહ જુએ છે.”


અને તેઓની પાછળ પડવા માટે નગરના સર્વ લોકને બોલાવી એકઠા કરવામાં આવ્યા. અને યહોશુઆની પાછળ પડતાં તેઓ નગરથી દૂર ખેંચાયા.


આથી આય ઉપર ચઢાઈ કરવાને યહોશુઆ સર્વ લડવૈયાઓ સહિત ઊઠ્યો. અને યહોશુઆએ ત્રીસ હજાર શૂરવીર પુરુષોને ચૂંટી કાઢીને તેઓને રાત્રે મોકલ્યા.


પછી ઇઝરાયલીઓએ સંતાઈ રહેનારાઓને ગિબયાની ચારે તરફ ગોઠવ્યા.


અને સર્વ ઇઝરાયલીઓ પોતાની જગાએથી ઊઠ્યા, ને તેઓએ બાલ-તામાર આગળ વ્યૂહ રચ્યો; અને ઇઝરાયલના સંતાઈ રહેલા માણસો તેમની જગામાંથી, એટલે માઅરેહ-ગેબામાંથી, બહાર નીકળી આવ્યા.


હવે બિન્યામીનપુત્રોએ જોયું કે અમે હાર ખાધી છે; કેમ કે ઇઝરાયલીઓ બિન્યામીનીઓની આગળથી હઠી ગયા, કેમ કે જેઓને તેઓએ ગિબયાની સામે સંતાડી રાખ્યા હતા, તેઓના ઉપર તેમનો ભરોસો હતો.


શખેમના માણસોએ પર્વતોનાં શિખર પર તેને માટે લાગ તાકીને સંતાઈ રહેનારાઓને બેસાડ્યા, અને જે કોઈ તેઓની પાસે થઈને તે માર્ગે જતું, તે સર્વને તેઓ લૂંટી લેતા હતા. અને એ વાત અબીમેલેખને કોઈએ કહી.


માટે એમ થાય કે સવારે સૂર્ય ઊગતાં જ, તું વહેલો ઊઠીને નગર પર હુમલો કર. જ્યારે તે તથા તેની સાથેના લોક તારી સામે બહાર ઘસી આવે, ત્યારે જેવો તને પ્રસંગ મળે તે પ્રમાણે તેમને કરજે.”


સૈન્યોના યહોવા એમ કહે છે, કે અમાલેકે ઇઝરાયલને મિસરમાંથી નીકળીને જતાં જે કર્યું એટલે કેવી રીતે માર્ગમાં તે તેની સામે થયો, તે મેં ધ્યાનમાં લીધું છે.


અને શાઉલ અમાલેકના નગર પાસે જઈને નીચાણમાં સંતાઈ રહ્યો.


Lean sinn:

Sanasan


Sanasan