યહોશુઆ 8:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 અને સર્વ ઇઝરાયલ, ને તેઓના વડીલો તથા અધિકારીઓ, ને તેઓના ન્યાયાધીશો, દેશી તેમ જ પરદેશી પણ, યહોવાના કરારકોશને ઊંચકનારા લેવી યાજકોની આગળ, કોશની આ બાજુ ને પેલી બાજુ ઊભા રહ્યા. તેઓમાંના અર્ધા ગરીઝીમ પર્વતની સામે અને અર્ધા એબાલ પર્વતની સામે, યહોવાના સેવક મૂસાએ પહેલવહેલાં ઇઝરાયલ લોકોન આશીર્વાદ આપવા વિષે જેમ તેઓને આજ્ઞા આપી હતી તે પ્રમાણે, ઊભા રહ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.33 સર્વ ઇઝરાયલીઓ, તથા તેમના આગેવાનો, અધિકારીઓ અને ન્યાયાધીશો તેમજ તેમની વચમાં વસતા પરદેશીઓ પ્રભુની કરારપેટીની બન્ને બાજુએ, કરારપેટી ઊંચકનારા લેવીવંશી યજ્ઞકારો સામે મોં રાખીને ઊભા રહ્યા; એમાંથી અર્ધા લોકોની પીઠ ગરીઝીમ પર્વત તરફ અને અર્ધા લોકોની પીઠ એબાલ પર્વત તરફ હતી; પ્રભુના સેવક મોશેએ ઇઝરાયલી લોકોને આશિષ મેળવતી વખતે ઠરાવેલ ક્રમ પ્રમાણે તેઓ ઊભા રહ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 અને સર્વ ઇઝરાયલ, તેઓના વડીલો, અધિકારીઓ, અને તેઓના ન્યાયાધીશો, પરદેશી તેમ જ ત્યાંના વતનીઓ પણ, લેવીઓ અને યાજકો જેમણે યહોવાહનો કરારકોશ ઊંચક્યો હતો તે કોશની આગળ બન્ને બાજુ ઊભા રહ્યા, તેઓમાંના અડધા ગરીઝીમ પર્વતની સામે; અને અડધા એબાલ પર્વતની સામે યહોવાહનાં સેવક મૂસાએ અગાઉ ઇઝરાયલ લોકોને આશીર્વાદ આપવા તેઓને આજ્ઞા આપી હતી તે પ્રમાણે ઊભા રહ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ33 સર્વ ઇસ્રાએલીઓ, તેમના આગેવાનો, અમલદારો અને ન્યાયાધીશો દેવના કરારકોશની બધી તરફ લેવી યાજકો જે તે લઈ ગયા તેની સામે ઊભા હતા. યહોવાના સેવક મૂસાએ યહોવાના ઇસ્રાએલીઓ પર આશીર્વાદ ઉચ્ચારણ કરવાના વિષે આપેલ આદેશ પ્રમાંણે અડધા ઇસ્રાએલીઓએ એબાલ પર્વત તરફ મોંઢું કર્યું અને બીજા અડધાએ ગરીઝીમ પર્વત તરફ મોંઢું કર્યું. Faic an caibideil |