Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 8:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 આથી આય ઉપર ચઢાઈ કરવાને યહોશુઆ સર્વ લડવૈયાઓ સહિત ઊઠ્યો. અને યહોશુઆએ ત્રીસ હજાર શૂરવીર પુરુષોને ચૂંટી કાઢીને તેઓને રાત્રે મોકલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તેથી યહોશુઆ પોતાના સર્વ સૈનિકોને લઈને આય જવા તૈયાર થયો. યહોશુઆએ ત્રીસ હજાર શૂરવીર પુરુષોને ચૂંટી કાઢીને તેમને રાત્રે મોકલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેથી યહોશુઆ આય પર ચઢાઈ કરવા માટે તૈયાર થયો. સર્વ લડવૈયાને સાથે લીધાં. યહોશુઆએ ત્રીસ હજાર માણસોને પસંદ કર્યા, તેઓ બળવાન તથા હિંમતવાન પુરુષો હતા. તેણે તેઓને રાત્રે બહાર મોકલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેથી યહોશુઆએ આખી સેના સાથે આય નગર ઉપર ચઢાઈ કરવાની તૈયારી કરી. તેણે રાતોરાત 30,000 શૂરવીર યોદ્ધાઓને ચૂંટી કાઢીને મોકલી આપ્યા,

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 8:3
10 Iomraidhean Croise  

અને મૂસાએ યહોશુઆને કહ્યું, “આપણે માટે માણસો ચૂટી કાઢ, ને જઈને અમાલેકની સાથે યુદ્ધ કર. હું કાલે મારા હાથમાં ઇશ્વરની લાકડી લઈને પર્વતના શિખર પર ઊભો રહીશ.”


અને જળપ્રલય આવીને સહુને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે.


તો જે દિવસે તે તેની વાટ જોતો નથી, ને જે ઘડી તે જાણતો નથી, તેવે વખતે તે ચાકરનો માલિક આવશે,


અને મધરાતે બૂમ પડી, ‘જુઓ, વર આવ્યો! તેને મળવાને નીકળો.’


કેમ કે તમે પોતે સારી રીતે જાણો છો કે, જેમ રાતે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવે છે.


તેથી યહોશુઆ પોતાની સાથે સર્વ લડવૈયાઓ તથા સર્વ શૂરવીર પુરુષોને લઈને ગિલ્ગાલથી ચઢી આવ્યો.


અને યરીખોને ને તેના રાજાને તેં જેમ કર્યું, તેમ આયને ને તેના રાજાને તેં જેમ કર્યું, તેમ આયને ને તેના રાજાને તું કરજે. પણ તેનો માલ ને તેનાં ઢોર તમે તમારે માટે લૂટી લેજો. નગરની પાછળ માણસોને સંતાડી રાખજે.”


અને તેણે તેઓને એવી આજ્ઞા આપી, “નગર લેવા માટે તમે તેની પાછળ સંતાઈ રહેજો. નગરની ઘણે દૂર જશો નહિ, પણ સર્વ તૈયાર રહેજો.


પણ જેમ ચોર આવે છે, તેમ પ્રભુનો દિવસ આવશે. તે સમયે આકાશો મોટી ગર્જનાસહિત જતાં રહેશે, ને તત્ત્વો અગ્નિથી પીગળી જશે, અને પૃથ્વીને તથા તે પરનાં કામોને બાળી નાખવામાં આવશે.


માટે એમ થાય કે સવારે સૂર્ય ઊગતાં જ, તું વહેલો ઊઠીને નગર પર હુમલો કર. જ્યારે તે તથા તેની સાથેના લોક તારી સામે બહાર ઘસી આવે, ત્યારે જેવો તને પ્રસંગ મળે તે પ્રમાણે તેમને કરજે.”


Lean sinn:

Sanasan


Sanasan