Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 8:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને યહોશુઆએ આયને બાળી નાખીને તેનો સદાને માટે ઢગલો કરી દીધો, ને તે આજ સુધી ઉજ્જડ [રહ્યું] છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 યહોશુઆએ આયને બાળીને તેને ખંડિયેર બનાવી દીધું. આજ દિન સુધી તે તેવું જ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 અને યહોશુઆએ આયને બાળી નાખીને તેનો સદાને માટે વિનાશનો ઢગ કરી દીધો. તે સ્થાન આજ દિવસ સુધી વેરાન રહેલું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 યહોશુઆએ “આય” ને બાળી મુકયું અને તેને કાયમ માંટે ખંડેરોનો ઉજજડ ઢગલો બનાવી દીધું, તે આજે પણ એવું જ છે.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 8:28
11 Iomraidhean Croise  

મેં કેવો પુરાતનકાળથી તેં [ઠરાવ] કર્યો છે, ને પ્રાચીનકાળથી તેં ઘાટ ઘડ્યો છે, એ શું તેં નથી સાંભળ્યું? હવે, કોટવાળા નગરોને વેરાન કરી નાખીને તેમને ખંડેરના ઢગલા કરવા માટે મેં તને ઊભો કર્યો છે.


દમસ્કસ વિષે ઈશ્વરવાણી; “જુઓ, દમસ્કસ નગર નહિ કહેવાય એવું થઈ જશે, તે ખંડિયેરનો ઢગલો થશે.


કેમ કે તમે નગરનો ઢગલો કરી નાખ્યો છે; તમે મોરચાબંધ શહેરનું ખંડિયેર કર્યું છે. પરદેશીઓના રાજમહેલને તમે નગરની પંક્તિમાંથી કાઢી નાખ્યો છે; કોઈ કાળે તે ફરીથી બંધાશે નહિ.


તેથી યહોવા કહે છે, જુઓ, એવો સમય આવે છે કે, જે સમયે હું આમ્મોનીઓના રાબ્બામાં યુદ્ધનો રણનાદ સંભળાવીશ! તે ઉજ્જડ ટેકરી થશે, ને તેની દીકરીઓને અગ્નિમાં બાળી નાખવામાં આવશે; અને જેઓએ ઇઝરાયલનો વારસો ભોગવ્યો હતો તેઓનો વારસો ઇઝરાયલ ભોગવશે, એવું યહોવા કહે છે.


છેક છેડેથી તેના પર ચઢી આવો, તેના કોઠારોને ઉઘાડી; તેના ઢગલા કરી નાખો, ને તેનો નાશ કરો; તેમાંથી કંઈ પણ બાકી રહેવા ન દો.


[પ્રભુ કહે છે] “હું યરુશાલેમને ઢગલા, શિયાળોનું કોતર કરીશ. અને હું યહૂદિયાના નગરોને ઉજ્જડ કરીશ, તેઓ વસતિહીન થશે.”


એથી તમારે કારણે સિયોન ખેતરની જેમ ખેડાશે, ને યરુશાલેમના ઢગલા થઈ જશે, ને [ઈશ્વરના] મંદિરનો પર્વત તે વનમાંની ટેકરીઓના જેવો [થઈ જશે].


અને તેમાંની સર્વ લૂંટ તેના ચૌટાની વચમાં એકઠી કરીને યહોવા તારા ઈશ્વર પ્રત્યે તે નગરને તથા તેની સર્વ લૂંટને અગ્નિમાં છેક બાળી નાખવાં; અને તેનો સદાને માટે ઢગલો થઈ જાય; તે ફરીથી બંધાય નહિ.


અને એ શાપિત વસ્તુઓમાંનું કંઈ પણ તારા હાથે વળગી ન રહે, એ માટે કે યહોવા પોતાના કોપનો જુસ્સો પાછો ખેંચી લે, ને તારા પર દયા કરે, ને તારા પર કરુણા રાખે, ને જેમ તેમણે તારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી છ તેમ તે તારો વિસ્તાર વધારે.


અને યર્દન મધ્યે, એટલે જ્યાં કરારકોશ ઊંચકનારા યાજકો ઊભા રહ્યા હતા તે સ્થળે, યહોશુઆએ બાર પથ્થર ઊભા કર્યા. અને તેઓ આજ સુધી ત્યાં છે.


અને તેણે આયના રાજાને સાંજ સુધી ઝાડ પર ટાંગી રાખ્યો. અને સૂર્યાસ્ત થતી વખતે યહોશુઆની આજ્ઞા પ્રમાણે તેઓએ તેની લાસ ઝાડ પરથી ઉતારીને નગરના દરવાજા આગળ નાખી, ને તેના પર પથ્થરનો મોટો ઢગલો કર્યો, જે આજ સુધી છે.


Lean sinn:

Sanasan


Sanasan