યહોશુઆ 8:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને બીજાઓ તેઓની સામે નગરમાંથી ધસી આવ્યા; અને તેઓ ઇઝરાયલની વચ્ચે સપડાયા, કેટલાએક આ બાજુ ને કેટલાક પેલી બાજુ હતા; અને તેઓએ તેઓને એવા મર્યા કે તેમાંથી એકેને બચી જવા કે નાસી જવા દીધો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 શહેરમાં ગયેલા ઇઝરાયલીઓ પણ ત્યાંથી ધસી આવ્યા. આમ, આયના લોકો ઇઝરાયેલીઓની વચમાં સપડાઈ ગયા. અને તેઓ બધા માર્યા ગયા; એમાંનો એક પણ છટકી જવા પામ્યો નહિ કે એક પણ જીવતો રહ્યો નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 ઇઝરાયલના બીજા સૈનિકો જેઓ નગરમાં હતા તેઓ પણ હુમલો કરવાને બહાર નીકળી આવ્યા. તેથી આયના માણસો, કેટલાક આ બાજુ અને કેટલાક પેલી બાજુ એમ ઇઝરાયલની સેના વચ્ચે સપડાયા. ઇઝરાયલે તેમની પર હુમલો કર્યો અને તેઓમાંના કોઈને પણ બચી કે નાસી જવા દીધા નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ22 તે જ સમયે નગરથી બહાર આવેલા સૈનિકોએ પણ તેમના ઉપર હુમલો કર્યો, આથી “આય” ના માંણસો બધી બાજુઓ ઘેરાઈ ગયા. ઇસ્રાએલીઓએ તેમનો સંહાર કર્યો. એક પણ માંણસ જીવતો ના રહ્યો કે ના ભાગી જવા પામ્યો. Faic an caibideil |