Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 8:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને યહોવાએ યહોશુઆને કહ્યું, “તારા હાથમાંનો ભાલો આય તરફ લાંબો કર, કેમ કે હું તેને તારા હાથમાં આપીશ. અને યહોશુઆએ પોતાના હાથમાંનો ભાલો નગર તરફ લાંબો કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 પછી પ્રભુએ યહોશુઆને કહ્યું, “તારો ભાલો આય તરફ લાંબો કર; હું તેને તારા હાથમાં સોંપી દઉં છું.” યહોશુઆએ એ પ્રમાણે કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 યહોવાહે યહોશુઆને કહ્યું, “તારા હાથમાંનો ભાલો આય તરફ લાંબો કર. કેમ કે હું આયને તારા હાથમાં સોંપીશ.” યહોશુઆએ પોતાના હાથમાં જે ભાલો હતો તે નગર તરફ લાંબો કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “તારા હાથમાં ભાલો છે તેને આય નગર તરફ તાક, કારણ કે આ નગર મેં તને સોંપી દીધું છે.” તેથી યહોશુઆએ તે પ્રમાંણે કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 8:18
14 Iomraidhean Croise  

કેમ કે તેણે ઈશ્વર વિરુદ્ધ પોતાનો હાથ ઉઠાવ્યો છે, અને સર્વશક્તિમાનની વિરુદ્ધ તે અહંકારથી વર્તે છે;


ભાથો, ઝળકતો ભાલો તથા બરછી તેના પર ખણખણે છે.


અને તું તારી લાકડી લઈને તારો હાથ સમુદ્ર ઉપર લાંબો કરીને તેના બે ભાગ પાડી નાખ, અને ઇઝરાયલી લોકો કોરી જમીન પર ચાલીને સમુદ્રની મધ્યે થઈને જશે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “ફારુનની પાસે જઈને તેને કહે, કે યહોવા એમ કહે છે, ‘મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દે,


અને યહોવાએ મૂસાને કહ્યું, “હારુનને કહે કે, તારી લાકડી લઈને તારો હાથ નદીઓ ઉપર તથા નાળાં ઉપર તથા તળાવો ઉપર લાંબો કરીને મિસર દેશ ઉપર દેડકાં લાવ.”


હું બાબિલના રાજાના હાથ બળવાન કરીશ, ને ફારુનના હાથ હેઠા પડશે. જ્યારે હું મારી તરવાર બાબિલના રાજાના હાથમાં આપીશ, ને તે તેને મિસર દેશ પર લંબાવશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.


એ માટે ઇઝરાયલની પાછળ પડ્યા વગરનો એકે પુરુષ આયમાં કે બેથેલમાં રહ્યો નહોતો. અને નગરને નિરાશ્રિત મૂકીને તેઓ ઇઝરાયલની પાછળ પડ્યા.


અને તેણે પોતાનો હાથ લાંબો કર્યો કે તરત જ સંતાઈ રહેલા માણસો તેમની જગાએથી ઉતાવળથી ઊઠીને દોડ્યા, ને નગરમાં પેસીને તેઓએ તે લીધું. અને ઉતાવળ કરીને તેઓએ નગરને આગ લગાડી.


કેમ કે યહોશુઆએ આયના સર્વ રહેવાસીઓનો વિનાશ ન કર્યો ત્યાં સુધી જે હાથે તે ભાલો લાંબો કરી રહ્યો હતો તે હાથ તેણે પાછો ખેંચી લીધો નહિ.


અને તમે સંતાવવાની જગાએથી ઊઠીને નગરને કબજે કરજો. કેમ કે તમારા ઈશ્વર યહોવા તમાર હાથમાં તે આપશે.


અને તે પલિસ્તી ચાલતો ચાલતો દાઉદ પાસે આવ્યો; અને ઢાલ ઊંચકનાર માણસ તેની આગળ ચાલતો હતો.


ત્યારે દાઉદે તે પલિસ્તીને કહ્યું, “તું તરવાર, ભાલો ને બચ્છી લ ઈને મારી સામે આવે છે, પણ હું સૈન્યોના યહોવા, ઇઝરાયલનાં સૈન્યોના ઈશ્વર, જેમનો તેં તિરસ્કાર કર્યો છે, તેમને નામે તારી સામે આવું છું.


તેને પગે પિત્તળના ખોભળા હતા, ને તેના ખભા વચ્ચે પિત્તળનો ભાલો હતો.


Lean sinn:

Sanasan


Sanasan