Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 8:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને આયના રાજાએ તે જોયું, ત્યારે એમ થયું કે, નગરના માણસો ઉતાવળથી વહેલા ઊઠ્યા, ને તે તથા તેના સર્વ લોકો ઇઝરાયલ સાથે લડવાને નીમેલે વખતે અરાબા આગળ બહાર નીકળી આવ્યા; પણ નગરની પાછળ પોતાની વિરુદ્ધ સંતાઈ રહેલા માણસો છે, એ તે જાણતો નહોતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 જ્યારે આયના રાજાએ યહોશુઆના માણસોને જોયા ત્યારે તે તથા તેના સર્વ માણસો અરાબાની દિશામાં આવેલ ખીણપ્રદેશના અગાઉના સ્થળે ઇઝરાયલીઓ સામે લડવાને ઉતાવળે બહાર નીકળી આવ્યા; પણ તેને ખબર નહોતી કે નગરની પાછળ તેના પર છાપો મારવાને માણસો સંતાઈ રહેલ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 જયારે આયના રાજાએ તે જોયું ત્યારે એમ બન્યું કે, તે અને તેના સૈનિકો વહેલા ઊઠયા અને યર્દન નદીની ખીણ તરફ ઇઝરાયલ પર હુમલો કરવાને ધસી આવ્યા. તેને ખબર ન હતી કે છાપો મારનારાઓ પાછળથી હુમલો કરવાને માટે નગરમાં લાગ જોઈ રહ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 આયના રાજાએ યહોશુઆના માંણસોને જોયા એટલે તે અને તેના માંણસો ઇસ્રાએલી સેના સાથે લડવા માંટે ઉતાવળે બહાર નિકળ્યા. તેઓએ શહેર છોડ્યું અને યર્દનની ખીણ તરફ ગયા. આયના રાજાને ખબર નહોતી કે નગરની પાછલી બાજુએ માંણસો બધાને માંરી નાખવા માંટે અને શહેર પર હુમલો કરવા સંતાયેલા હતા.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 8:14
15 Iomraidhean Croise  

મનુષ્ય પણ પોતાનો સમય જાણતો નથી; કેમ કે જેમ માછલાં ક્રૂર જાળમાં સપડાઈ જાય છે, અને જેમ પક્ષીઓ ફાંદામાં ફસાય છે, તેમ જ ભૂંડો સમય માણસો ઉપર એકાએક આવી પડે છે, અને તેમને ફસાવે છે.


સોઆનના સરદાર કેવળ મૂર્ખ છે; ફારુનના સૌથી જ્ઞાની મંત્રીઓની સલાહ બુદ્ધિહીન છે; તમે ફારુન આગળ કેમ કહો છો, “હું જ્ઞાનીઓનો પુત્ર, પ્રાચીન કાળના રાજાઓનો પુત્ર છું?”


સોઆનના સરદાર મૂર્ખ થયા છે, નોફના સરદારો છેતરાયા છે; તેનાં કુળોના મુખ્ય માણસોએ મિસરને ભમાવ્યો છે.


આ શબ્દો રાજાના મુખમાં જ હતા, એટલામાં આકાશમાંથી એવી વાણી તેને કાને પડી, “હે નબૂખાદનેસ્સાર રાજા, એ વચન તને કહેવામાં આવે છે: રાજ્ય તારી પાસેથી ગયું છે.


અને જળપ્રલય આવીને સહુને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે.


તો જે દિવસે તે તેની વાટ જોતો નથી, ને જે ઘડી તે જાણતો નથી, તેવે વખતે તે ચાકરનો માલિક આવશે,


જે વચનો મૂસાએ યર્દન પાર અરણ્યમાં, સૂફ [સમુદ્ર] સામેના અરાબામાં, પારાન તથા તોફેલ તથા લાબાન તથા હસેરોથ તથા દી-ઝાહાબ તેઓની વચમાં સર્વ ઇઝરાયલી લોકોને કહી સંભળાવ્યાં તે નીચે પ્રમાણે છે.


આ પ્રમાણે તેઓએ લોકોની ગોઠવણ કરી એટલે જે આખું સૈન્ય નગરની ઉત્તરે હતું તેની તેમ જ નગરની પશ્ચિમે તેઓમાંના જેઓ સંતાઈ રહેતા હતા તેમની. અને યહોશુઆ તે રાત્રે તે ખીણમાં ગયો.


અને યહોશુઆ તથા સર્વ ઇઝરાયલ તેઓની આગળ પરાજિત થવાનું ડોળ બતાવીને રાનને માર્ગે નાઠા.


અને તેઓની પાછળ પડવા માટે નગરના સર્વ લોકને બોલાવી એકઠા કરવામાં આવ્યા. અને યહોશુઆની પાછળ પડતાં તેઓ નગરથી દૂર ખેંચાયા.


અને હું ને મારી સાથેના સર્વ લોક નગર પાસે આવીશું. અને તેઓ પહેલાંની જેમ અમારી સામે બહાર ધસી આવશે, ત્યારે એમ થશે કે, અમે તેઓની આગળથી નાસીશું.


તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમને વેચવાના માલ જેવા કરશે. તેઓને માટે આગળથી ઠરાવેલી સજા વિલંબ કરતી નથી, અને તેઓનો નાશ ઢીલ કરતો નથી.


સંતાઈ રહેલાઓએ એકદમ ગિબયા ઉપર ધસારો કર્યો; અને સંતાઈ રહેલાઓએ પસરી જઈને આખા નગરનો તરવારથી સંહાર કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan