યહોશુઆ 8:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને યહોવાએ યહોશુઆએ કહ્યું, “બીશ નહિ, ને ગભરાઈશ નહિ; તારી સાથે સર્વ લડવૈયાઓને લે, ને તેના લોક, ને તેનું નગર, ને તેનો દેશ મેં તારા હાથમાં સ્વાધીન કર્યાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 પ્રભુએ યહોશુઆને કહ્યું, “તારી સાથે સર્વ સૈનિકોને લઈને આય પર ચડાઈ કર. તું ગભરાઈશ નહિ અથવા નાહિમ્મત થઈશ નહિ. હું તને આયના રાજા પર વિજય પમાડીશ, અને તેના લોકો, તેનું શહેર અને તેનો પ્રદેશ તારે સ્વાધીન કરી દઈશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 અને યહોવાહે યહોશુઆને કહ્યું, “બીશ નહિ, હિંમત હારીશ નહિ. તારી સાથે સર્વ લડવૈયાઓને લે અને આય જા. જો, મેં આયનો રાજા, તેના લોક, તેનું નગર અને તેનો દેશ તારા હાથમાં આપ્યાં છે. Faic an caibideilપવિત્ર બાઈબલ1 યહોવાએ યહોશુઆને કહ્યું, “ભયભીત કે નાહિમ્મત થઈશ નહિ, સમગ્ર સેના સાથે તું આયનગર ઉપર ચઢાઈ કર. મેં આયનગરના રાજાને, તેની પ્રજાને, તેના શહેરને અને તેના પ્રદેશને તને સોંપી દીધાં છે. Faic an caibideil |
એટલે કે આપને માણસોમાંથી હાંકી કાઢવામાં આવશે, ને આપનો વાસ વનચર પશુઓ સાથે થશે, ને બળદની જેમ આપને ઘાસ ખવડાવવાંમાં આવશે, ને આપ આકાશના ઝાકળથ પલળશો, ને આપને માથે સાત કાળ વીતશે; અને આપ જાણશો કે પરાત્પર ઈશ્વર માણસોના રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે, ને જેને ચાહે તેને તે આપે છે, ત્યાં સુધી [એ પ્રમાણે આપને માથે વીતશે.]