Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 7:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 કેમ કે કનાની તથા દેશના સર્વ રહેવાસીઓ તે વિષે સાંભળશે, અને અમને ચારે બાજુથી ઘેરી લઈને પૃથ્વી પરથી અમારું નામ નષ્ટ કરશે. પછી તમે તમારા મોટા નામ વિષે શું કરશો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 કનાનીઓ અને દેશના સર્વ રહેવાસીઓ આ વિષે સાંભળશે એટલે તેઓ અમને ઘેરી લઈને અમારું નામનિશાન ભૂંસી નાખશે, ત્યારે તમારા મહાન નામનું ગૌરવ જાળવવા તમે શું કરશો?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 માટે કનાનીઓ અને દેશના સર્વ રહેવાસીઓ તે વિષે સાંભળશે. તેઓ અમને ચારેબાજુથી ઘેરી લેશે અને પૃથ્વી પરથી અમારો નાશ થશે. પછી તમે તમારા મહાન નામ વિષે શું કરશો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 કનાનીઓને તથા દેશના બધા જ વતનીઓને આ બાબતની જાણ થવાની છે. તેઓ બધા અમને ઘેરી વળશે અને અમને અમાંરી ભૂમિ પરથી કાઢી નાખશે અને પૃથ્વી પરથી અમાંરુ નામનિશાન ભૂંસી નાખશે. તો પછી તમાંરા મહાન નામ વિષે શું કરશો?”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 7:9
19 Iomraidhean Croise  

હે યહોવા, અમોને નહિ, અમોને નહિ, પણ તમારી કૃપા તથા તમારી સત્યતાને લીધે તમારા નામનો મહિમા થાય, એમ કરો.


હે ઈશ્વર, જેવું તમારું નામ છે તેવી તમારી સ્તુતિ પણ પૃથ્વીની સીમા પર્યંત જાય છે; તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે.


હે અમારા તારણના ઈશ્વર, તમારા નામના મહિમાને અર્થે અમને સહાય કરો; તમારા નામની ખાતર અમને છોડાવો, તથા અમારાં પાપનું નિવારણ કરો.


તેઓએ કહ્યું છે, “ચાલો, તેઓ પ્રજા ન કહેવાય એવી રીતે આપણે તેઓનો સંહાર કરીએ કે, ઇઝરાયલના નામનું સ્મરણ હવે પછી રહે નહિ.”


તેઓએ એકમતે મસલત કરી છે; તેઓ ભેગા થઈને તમારી વિરુદ્ધ કરાર કરે છે;


મિસરીઓ શું કરવા આ પ્રમાણે બોલે કે તમે તેઓનું નુકશાન કરવાને માટે, એટલે પર્વતોમાં મારી નાખવા તથા પૃથ્વીની પીઠ પરથી તેઓનો સંહાર કરવા કાઢી લાવ્યા? તમારા બળતા કોપથી ફરો, ને તમારા લોક પર આફત લાવવાનો ઈરાદો ફેરવો.


પણ મિસર દેશમાંથી તેમને કાઢી લાવતાં મેં જે પ્રજાઓના દેખતાં મારી ઓળખાણ તેઓને આપી હતી, તથા જેઓની સાથે તેઓ રહેતા હતા, તેઓના દેખતાં તેને લાંછન ન લાગે એવું મેં મારા નામની ખાતર કર્યું.


યાજકો, એટલે યહોવાના સેવકો, પરસાળ તથા વેદીની વચ્ચે રડીને કહે, ‘હે યહોવા, તમારા લોકોને દરગુજર કરો, અને વિદેશીઓ તેમના પર રાજ કરે, ને તમારો વારસો નિંદાપાત્ર થાય, એવું થવા ન દો.’ લોકોમાં એવું શા માટે કહેવાય કે, ‘તેઓનો ઈશ્વર ક્યાં છે?’


ત્યારે મારી વેરણ જેણે મને કહ્યું, “તારો ઈશ્વર યહોવા ક્યાં છે?” તે તે જોશે, ને શરમથી ઢંકાઈ જશે?” મારી આંખો તેને [ભોંઠો પડેલો] જોશે. હવે ગલીઓના કાદવની જેમ તે પગો તળે ખૂંદાશે.


અને મૂસાએ યહોવાને કહ્યું, “ત્યારે તો મિસરીઓ તે વાત સાંભળશે; કેમ કે તમે તમારા પરાક્રમ વડે તેઓ મધ્યેથી આ લોકને કાઢી લાવ્યા.


હે પિતા, તમારા નામનો મહિમા [પ્રગટ] કરો.” ત્યારે એવી આકાશવાણી થઈ કે, “મેં તેનો મહિમા [પ્રગટ] કર્યો છે, અને ફરી કરીશ.”


રખેને જે દેશમાંથી તમે અમને કાઢી લાવ્યા તે [ના લોક] કહે કે, જે દેશ આપવાનું વચન યહોવાએ તેમને આપ્યું હતું તેમાં તે તેઓને લઈ જઈ શક્યા નહિ તે કારણથી, ને તેને તેઓના ઉપર વેર હતું તે કારણથી તેઓને અરણ્યમાં મારી નાખવા માટે તે તેઓને કાઢી લાવ્યા છે.


ત્યારે યહોવાએ યહોશુઆએ કહ્યું, “ઊઠ; એમ ઊંધો કેમ પડ્યો છે?


હે પ્રભુ, ઇઝરયલીઓએ પોતાના શત્રુઓની સામે પીઠ ફેરવી છે, તો હવે હું શું બોલું!


કેમ કે યહોવા પોતાના મોટા નામની ખાતર પોતાના લોકને તજી દેશે નહિ, કારણ કે તમને પોતાના ખાસ લોક કરવા એ યહોવાને સારું લાગ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan