Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 7:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ત્યારે યહોશુઆ બોલ્યો, “અરેરે! હે પ્રભુ યહોવા, અમને અમોરીઓના હાથમાં સોંપીને અમારો નાશ કરવા માટે તમે આ લોકને યર્દન પાર લાવ્યા જ કેમ? અમે સંતુષ્ઠ થઈને યર્દનની પેલે પાર રહ્યા હોત તો કેવું સારું!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 યહોશુઆએ કહ્યું, “અરેરે પ્રભુ પરમેશ્વર, તમે અમને યર્દનની આ તરફ લાવ્યા જ કેમ? અમને અમોરીઓના હાથમાં સોંપી દેવા? અમારો નાશ કરવા? એના કરતાં અમે યર્દનની પેલી પાર સંતુષ્ઠ થઈ રહ્યા હોત તો કેવું સારું થાત!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ત્યારે યહોશુઆ બોલ્યો, ‘અરે! હે પ્રભુ યહોવાહ, અમને અમોરીઓના હાથમાં સોંપીને અમારો નાશ કરવા સારુ તમે આ લોકોને યર્દન પાર કેમ લાવ્યા? અમે યર્દનની પેલે પાર રહેવાનો નિર્ણય કર્યો હોત તો કેવું સારું!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ત્યારે યહોશુઆએ યહોવા ને કહ્યું, “હે યહોવા માંરા માંલિક! તે અમને યર્દન નદીને પાર કરાવ્યા અને એમ આ તરફ આવ્યા શા માંટે? શું તારો ઈરાદો અમને અમોરીઓને સોંપી દેવાનો હતો જેથી અમાંરો વિનાશ કરવામાં આવે? અમે નદીને પેલે પાર શાંતિ અને સંતોષથી રહ્યા હોત તો કેવું સારું!

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 7:7
19 Iomraidhean Croise  

ત્યારે ઇઝરાયલના રાજાએ કહ્યું, “અફસોસ! કેમ કે યહોવાએ [આપણ] આ ત્રણ રાજાઓને મોઆબના હાથમાં સોંપી દેવા માટે એકત્ર કર્યા છે.”


મારાં ગભરાટમાં મેં કહી દીધું, “સર્વ માણસો જૂઠાં છે.”


અને ઇઝરાયલીઓએ તેઓને કહ્યું, “જ્યારે અમે માંસની હાંલ્‍લીઓ પાસે બેસતા હતા, ને ઘરાતાં સુધી રોટલી ખાતા હતા, ત્યારે મિસર દેશમાં અમે યહોવાને હાથે મર્યા હોત તો કેવું સારું! કેમ કે અમને બધાને ભૂખે મારવા તમે અરણ્યમાં લાવ્યા છો.”


અને ત્યાં લોકોને તરસ લાગી. અને લોકોએ મૂસાની વિરુદ્ધ બડબડ કરતાં કહ્યું, “તું શા માટે અમને તથા અમારાં છોકરાંને તથા અમારાં ઢોરોને તરસે મારી નાખવા મિસરમાંથી લાવ્યો છે?”


‘યહોવાએ જે દેશ આપવાના આ લોક પ્રત્યે સમ ખાધા તેમાં આપવાના આ લોક પ્રત્યે સમ ખાધા તેમાં તે તેઓને લાવી ન શક્યા, માટે તેમણે તેઓને અરણ્યમાં મારી નાખ્યા.’


અને તરવારથી મરી જઈએ માટે યહોવા અમને આ દેશમાં કેમ લાવ્યા છે? અને અમારી સ્‍ત્રીઓ અને બાળકો લૂટરૂપ થશે. મિસરમાં પાછું જવું એ શું અમારે માટે વધારે સારું ન હોય?”


ત્યારે ઈસુએ તેને કહ્યું, “ઓ અવિશ્વાસી તથા આડી પેઢી, ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહીશ? તેને મારી પાસે અહીં લાવો.”


ત્યારે તેમણે તેઓને કહ્યું “તમારા અવિશ્વાસને લીધે, કેમ કે હું તમને ખચીત કહું છું કે, તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે, તું અહીંથી ત્યાં ખસી જા, ’ ને તે ખસી જશે, અને તમને કંઈ અશક્ય થશે નહિ. [


વળી પુત્રોની જેમ સમજાવીને જે બોધ તમને કરવામાં આવે છે, તે તમે ભૂલી ગયા; એટલે, “મારા પુત્ર, પ્રભુની શિક્ષાને તું તુચ્છ ન ગણ, અને તે તને ઠપકો આપે ત્યારે તું નિરાશ ન થા.


અને યહોશુઆએ પોતાનાં વસ્‍ત્ર ફાડ્યાં, ને પોતે ઇઝરાયલના વડીલો સહિત યહોવાના કોશની આગળ ભૂમિ ઉપર સાંજ સુધી ઊંધો પડી રહ્યો; અને તેઓએ પોતાનાં માથાં પર ધૂળ નાખી.


હે પ્રભુ, ઇઝરયલીઓએ પોતાના શત્રુઓની સામે પીઠ ફેરવી છે, તો હવે હું શું બોલું!


(અને ઇઝરાયલી લોકો યહોવાની હજૂરમાં જઈને સાંજ સુધી રડ્યા. તેઓએ યહોવાની સલાહ પૂછી, “શું હું મારાભાઈ બિન્યામીનપુત્રોની સામે યુદ્ધ કરવા ફરીથી જાઉં?” અને યહોવાએ કહ્યું, “તેની સામે ચઢાઈ કર.”)


અને લોક છાવણીમાં પાછા આવ્યા, ત્યારે ઇઝરાયલના વડીલોએ કહ્યું, “આજે યહોવાએ પલિસ્તીઓને હાથે આપણને કેમ માર ખવડાવ્યો છે? શીલોમાંથી યહોવાના કરારનો કોશ આપણે પોતાની પાસે લાવીએ કે, તે આપણી મધ્યે આવીને આપણા શત્રુઓના હાથમાંથી આપણને બચાવે.”


Lean sinn:

Sanasan


Sanasan