Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 7:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 અને તેઓએ તેના પર પથરાનો મોટો ઢગલો કર્યો, તે આજ સુધી છે. ત્યારે યહોવા તેમના કોપના જુસ્સાથી ફર્યા. તે માટે તે સ્થળનું નામ આજ સુધી આખોરની ખીણ એવુમ પડ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 તેમણે તેના પર પથ્થરોનો મોટો ઢગલો કર્યો, જે આજે પણ ત્યાં છે. એ પછી પ્રભુનો કોપ શમ્યો. એટલા જ માટે આજે પણ તે આખોર (આફત)ની ખીણ તરીકે ઓળખાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 અને તેઓએ તેના પર પથ્થરનો મોટો ઢગલો કર્યો જે આજ સુધી છે. ત્યારે યહોવાહ પોતાના ક્રોધનો જુસ્સો શાંત કર્યો. તે માટે તે સ્થળનું નામ ‘આખોરની ખીણ’ એવું પડયું જે આજ સુધી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 પછી તેઓએ તે જગ્યાએ પથ્થરોનો મોટો ઢગલો કર્યો, જે આજે પણ ત્યાં છે. તે જગ્યા આખોરની ખીણ ને નામે ઓળખાય છે. ત્યાર પછી યહોવા ગુસ્સે ન હતા.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 7:26
22 Iomraidhean Croise  

પછી તેઓએ આબ્‍શાલોમને લઈને તે જંગલના એક મોટા ખાડામાં તેને નાખ્યો, ને તેના પર પથ્થરનો એક બહુ મોટો ઢગલો કર્યો. અને સર્વ ઇઝરાયલ પોતપોતાના તંબુએ જતા રહ્યા.


અને તેઓએ શાઉલનાં તથા તેના દીકરા યોનાથાનનાં હાડકાં બિન્યામીન દેશના શેલામાં શાઉલના પિતા કીશની કબરમાં દાટ્યાં. રાજાએ કરેલી આજ્ઞા પ્રમાણે તેઓએ બંધ કર્યું. ત્યાર પછી ઈશ્વરે દેશના હકમાં કરેલી પ્રાર્થના માન્ય કરી.


હવે આપણા પરથી ઈશ્વરનો ઉગ્ર કોપ સમે માટે ઇઝરાયલના ઈશ્વર યહોવાની સાથે કરાર કરવાનું મારું મન છે.


હવે અમારી સમગ્ર પ્રજાને માટે સરદારો ઠરાવવામાં આવે. તેઓ, અમારા નગરોમાંના જેઓ પરદેશી સ્ત્રીઓને પરણ્યા છે તે પ્રત્યેક નગરના વડીલો તથા તેના ન્યાયાધીશો એ સર્વ ઠરાવેલી મુદતે હાજર થાય કે, આ વાતનું નિરાકરણ થવાથી આપણા ઈશ્વરનો બળતો કોપ આપણા પરથી દૂર થાય.”


હે અમારા તારણના ઈશ્વર, અમને ફેરવો, અમારા પરથી તમારો કોપ દૂર કરો.


મિસરીઓ શું કરવા આ પ્રમાણે બોલે કે તમે તેઓનું નુકશાન કરવાને માટે, એટલે પર્વતોમાં મારી નાખવા તથા પૃથ્વીની પીઠ પરથી તેઓનો સંહાર કરવા કાઢી લાવ્યા? તમારા બળતા કોપથી ફરો, ને તમારા લોક પર આફત લાવવાનો ઈરાદો ફેરવો.


યરુશાલેમ સાથે હેતથી વાત કરો; તેની લડાઈ પૂરી થઈ છે, તેના અપરાધનો બદલો મળ્યો છે, તેને યહોવાને હાથે પોતાનાં સર્વ પાપોને લીધે બમણી [શિક્ષા] થઈ છે, તે પ્રમાણે તેને પોકારીને કહો.”


જે મારા લોકોએ મને શોધ્યો છે, તેમને માટે શારોન ઘેટાંના ટોળાના બીડ સમું થશે, ને આખોરની ખીણ ઢોરોનું વિશ્રામસ્થાન થશે.


તેઓએ મારા જીવને કારાગૃહમાં નષ્ટ કરવાનું કર્યું છે, ને મારા પર પથ્થે ફેંક્યો છે.


અને હું તેને ત્યાંથી તેની દ્રાક્ષાવાડીઓ તથા આશાના દ્વાર તરીકે આખોરની ખીણ આપીશ; અને જેમ તે પોતાની જુવાનીના દિવસોમાં તથા પોતે મિસરમાંથી બહાર નીકળી આવી હતી તે દિવસોમાં [કરતી] તેમ તે ત્યાં ઉત્તર આપશે.”


કેમ કે હું તેના મુખમાંથી બાલીમનાં નામો દૂર કરીશ, ને ફરીથી કદી તેમના નામથી તેમને કોઈ બોલાવશે નહિ.


તમારાં વસ્ત્રો નહિ પણ તમારાં હ્રદયો ફાડો, ને તમારા ઈશ્વર યહોવા પાસે પાછા આવો; કેમ કે તે કૃપાળુ તથા પૂર્ણ કરુણાળુ, કોપ કરવામાં ધીમા તથા દયાના સાગર છે, ને વિપત્તિને માટે તેમને પશ્ચાતાપ થાય છે.


ત્યારે યહોવાને પોતાના દેશને માટે લાગણી થઈ, ને તેમને પોતાના લોકો પર દયા આવી.


એમ કહીને તેઓએ યૂનાને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દીધો. એટલે સમુદ્ર ઊછળતો બંધ પડ્યો.


પછી તેણે હાંક મારીને મને કહ્યું, “જો, ઉત્તર પ્રદેશ તરફ જનારાઓએ ઉત્તર પ્રદેશમાં મારા આત્માને શાંત પાડયો છે.”


અને પેલા ઇઝરાયલી પુરુષની પાછળ ઓરડીમાં જઈને તેણે તે ઇઝરાયલી પુરુષનું તથા પેલી સ્‍ત્રીનું પેટ વીંધી નાખ્યાં. એમ ઇઝરાયલી લોકોમાંથી મરકી બંધ થઈ.


અને એ શાપિત વસ્તુઓમાંનું કંઈ પણ તારા હાથે વળગી ન રહે, એ માટે કે યહોવા પોતાના કોપનો જુસ્સો પાછો ખેંચી લે, ને તારા પર દયા કરે, ને તારા પર કરુણા રાખે, ને જેમ તેમણે તારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી છ તેમ તે તારો વિસ્તાર વધારે.


એટલે યહોવા તારા ઈશ્વરની જે સર્વ આજ્ઞાઓ હું આજે તેન ફરમાવું છું તે જ્યારે તું તેની વાણી સાંભળીને પાળશે, ને યહોવા તારા ઈશ્વરની દષ્ટિમાં જે યથાર્થ છે તે કરશે, ત્યારે.


અને સૂર્યાસ્ત થવાને સમયે એમ થયું કે, યહોશુઆએ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેઓએ તેઓને ઝાડ ઉપરથી ઉતારીને જે ગુફામાં તેઓ સંતાયા હતા તેમાં તેઓએ તેઓને નાખ્યા, ને ગુફાના મોં પર મોટા પથ્થરો મૂક્યા, જે આજ સુધી છે.


અને યહોશુઆએ ને તેની સાથે સર્વ ઇઝરાયલે ઝેરાનો પુત્ર આખાને, ને રૂપું, ને જામો, ને સોનાનું પાનું, ને તેના દીકરા, ને તેની દીકરીઓ, ને તેના બળદોમ ને તેનાં ગઘેડાં, ને તેનાં ઘેટાં ને તેનો તંબુ, ને તેનું સર્વસ્વ, લઈને તેઓને તેઓ આખોરની ખીણમાં લઈ ગયા.


અને તેણે આયના રાજાને સાંજ સુધી ઝાડ પર ટાંગી રાખ્યો. અને સૂર્યાસ્ત થતી વખતે યહોશુઆની આજ્ઞા પ્રમાણે તેઓએ તેની લાસ ઝાડ પરથી ઉતારીને નગરના દરવાજા આગળ નાખી, ને તેના પર પથ્થરનો મોટો ઢગલો કર્યો, જે આજ સુધી છે.


Lean sinn:

Sanasan


Sanasan