Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 7:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને યહોશુઆએ કહ્યું, “તેં અમને કેમ હેરાન કર્યા છે? આજે યહોવા અમને કેમ હેરાન કર્યા છે? આજે યહોવા તને હેરાન કર્યા છે? આજે યહોવા તને હેરાન કરશે.” અને સર્વ ઇઝરાયલે તેને પથ્થરે માર્યો; અને તેઓએ તેઓને અગ્નિમાં બાળ્યાં ને પથ્થરે માર્યા;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 યહોશુઆએ તેને પૂછયું, “તું શા માટે અમારા પર આવી આફત લાવ્યો? હવે પ્રભુ તારા પર આફત લાવશે!” સર્વ લોકોએ આખાનને પથ્થરે માર્યો; તેમણે તેના કુટુંબીજનોને પણ પથ્થરે માર્યાં અને તેમને તથા તેમની માલમિલક્તને આગમાં બાળી નાખ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 પછી યહોશુઆએ કહ્યું, “તેં અમને કેમ હેરાન કર્યા છે? આજે યહોવાહ તને હેરાન કરશે.” અને સર્વ ઇઝરાયલીઓએ તેને પથ્થરે માર્યો. તેઓએ બધાંને અગ્નિમાં બાળ્યાં અને પથ્થરથી માર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 યહોશુઆએ આખાનને કહ્યું, “તેં અમાંરા ઉપર આ આફત કેમ ઉતારી? હવે યહોવા તમાંરા ઉપર આફત ઉતારશે.” પછી બધા ઇસ્રાએલીઓએ તેને ઈંટાળી કરીને માંરી નાખ્યો. તે લોકોએ તે બધાંને બાળી મૂકયાં, અને ઈંટાળી કરીને માંરી નાખ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 7:25
23 Iomraidhean Croise  

અને શિમયોનને તથા લેવીને યાકૂબે કહ્યું, “તમે દેશના રહેવાસીઓમાં એટલે કનાનીઓમાં તથા પરિઝીઓમાં મને ધિકકારપાત્ર કરાવ્યાથી કાયર કર્યો છે; અને મારા માણસ થોડા છે, માટે તેઓ મારી સામા એકઠા થઈને મને મારશે; અને મારો વિનાશ થશે, મારો તથા મારા ઘરનાંનો.”


અને એમ થયું કે, આસરે ત્રણ મહિના પછી યહૂદાને ખબર મળી, “તારી પુત્રવધુ તામારે વ્યભિચાર કર્યો છે; અને જો, વ્યભિચારથી તેને ગર્ભ રહ્યો છે.” અને યહૂદાએ કહ્યું, “તેને બહાર લાવીને બાળી નાખો.”


કાર્મીનો પુત્ર: આખાન કે જે સમર્પિત વસ્તુ બાબત ઉલ્લંઘન કરીને ઇઝરાયલ પર સંકટ લાવનાર હતો.


દરેક દ્રવ્યલોભી માણસના માર્ગ એવા છે; આવું [દ્રવ્ય] તેના માલિકોનું સત્યાનાશ વાળે છે.


દ્રવ્યલોભી પોતાના જ કુટુંબને હેરાન કરે છે; પણ લાંચને ધિક્કારનાર આબાદ થશે.


અને જો કોઈ પુરુષ કોઈ સ્‍ત્રીને તથા તેની માને પરણે, તો એ દુષ્ટતા છે. તે પુરુષને તથા તે સ્‍ત્રીઓને અગ્નિમાં બાળી નાખવાં; એ માટે કે તમારી મધ્યે કંઈ પણ દુષ્ટતા રહે નહિ.


“વળી તું ઇઝરાયલી લોકોને કહે કે, જો કોઈ ઇઝરાયલી અથવા ઇઝરાયલ મધ્યે પ્રવાસ કરતા પરદેશીઓમાંનો જે કોઈ પોતાનાં સંતાનમાંથી માલેખને અર્પે તે જરૂર માર્યો જાય; દેશના લોકો તેને પથ્થરે મારે.


અને જો કોઈ યાજકની દીકરી વેશ્યાનો ધંધો કરીને પોતાને વટાળે, તો તે પોતાના પિતાને વટાળે છે; તેને આગથી બાળી નાખવી.


“શાપ આપનારને છાવણી બહાર કાઢી લાવ, અને જેઓએ તેનું બોલવું સાંભળ્યું હોય, તે સર્વ પોતાના હાથ તેના માથા પર મૂકે, ને સમગ્ર પ્રજા તેને પથ્થરે મારે.


જેઓ તમને ભમાવે છે, તેઓ પોતપોતાને કાપી નાખે તો કેવું સારું!


અને તારે પથ્થરે મારીને તેને પૂરો કરવો. કેમ કે યહોવા તારા ઈશ્વર, જે તને મિસર દેશમાંથી [એટલે] બંદીખાનામાંથી કાઢી લાવ્યા, તેમની પાસેથી તને ભટકાવી દેવાને તેણે યત્ન કર્યો છે.


અને સર્વ ઇઝરાયલ તે સાંભળીને બીશે, ને ફરીથી એવી કોઈ પણ દુષ્ટતા તારી મધ્યે કરશે નહિ.


તો તે દુષ્ટ કૃત્ય કરનાર પુરુષને અથવા સ્‍ત્રીને, હા તે પુરુષ અથવા સ્‍ત્રીને, તું તારા દરવાજા આગળ લાવીને તેને પથ્થરે મારી નાખ.


અને તેના નગરમા સર્વ પુરુષો તેને પથ્થરે મારીને મારી નાખે. એમ તારે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી. અને સર્વ ઇઝરાયલી લોકો તે સાંભળીને બીશે.


કેમ કે એ ગેરવાજબી ન કહેવાય કે જેઓ તમને દુ:ખ આપે છે તેઓને ઈશ્વર દુ:ખનો બદલો આપે,


તમે બહુ સાવધ રહો, રખેને કોઈ ઈશ્વરની કૃપા પામ્યા વિના રહી જાય; રખેને કોઈ કડવાશરૂપી જડ ઊગે, અને તેમને ભ્રષ્ટ કરે, અને તેથી તમારામાંના ઘણાખરા અપવિત્ર થાય;


અને શાપિત વસ્‍તુથી તમે પોતાને સર્વ પ્રકારે અલગ રાખો, રખેને તેને શાપિત કર્યા પછી તમે પોતે શાપિત વસ્તુને લો; અને એમ કરીને ઇઝરાયલની છાવણીને શાપિત કરો, ને તેને હેરાન કરો.


અને એમ થાય કે જેની પાસેથી શાપિત વસ્તુ મળી આવે તેને ને તેના સર્વસ્વને અગ્નિમાં બાળી નાખવામાં આવે; કારણ કે તેણે યહોવાના કરારનું ઉલ્લંઘન કરીને ઇઝરાયલમાં મૂર્ખાઈ કરી છે.”


યોનાથાને કહ્યું, “મારા પિતાએ દેશને હેરાન કર્યો છે; કૃપા કરીને જો, મેં આ થોડું મધ ચાખ્યું, તેથી મારી આંખોમાં કેવું તેજ આવ્યું છે!


Lean sinn:

Sanasan


Sanasan