Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 7:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 એ કારણથી ઇઝરાયલી લોકો તેમના શત્રુઓની આગળ ટકી શકતા નથી. તેઓ તેમના શત્રુઓની આગળ પીઠ ફેરવે છે, કારણ કે તેઓ શાપિત થયા છે. તમે તમારામાંથી શાપિત વસ્તુનો નાશ નહિ કરો તો હું તમારી સાથે કદી રહેનાર નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 એને લીધે તો ઇઝરાયલીઓ પોતાના શત્રુઓ સામે ટકી શક્તા નથી. તેઓ તેમનાથી પીછેહઠ કરે છે; કારણ, તેઓ પોતે નાશપાત્ર બની ગયા છે. મના કરેલ અર્પિત વસ્તુનો તમે તમારામાંથી નાશ નહિ કરો, ત્યાં સુધી હવે હું તમારી વચ્ચે રહેવાનો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 એ કારણથી, ઇઝરાયલના લોકો પોતાના શત્રુઓ આગળ ટકી શક્યા નહી, તેઓએ પોતાના શત્રુઓ સામે પીઠ ફેરવી છે, તેથી તેઓ શાપિત થયા છે. જે શાપિત વસ્તુ હજુ સુધી તમારી પાસે છે, તેનો જો તમે નાશ નહિ કરો તો હું તમારી સાથે કદી રહીશ નહી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 આથી તેઓ દુશ્મનો સામે ટકી શકતા નથી. અને તેઓ લડાઈ છોડીને પાછા ભાગી ગયા કારણકે તેઓ નાશ પામવા માંટે ઠરાવાયેલા છે. હવે જ્યા સુધી તમે તમાંરા દ્વારા લેવાયેલી બધી વસ્તુઓનો નાશ નહિ કરો, ત્યાં સુધી હું તમાંરી સાથે રહેનાર નથી.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 7:12
21 Iomraidhean Croise  

તમે વૈરી તરફ અમારી પાસે પીઠ ફેરવાવો છો; અને અમારા દ્વેષીઓ પોતાની મરજી પ્રમાણે અમને લૂંટે છે.


હે ઈશ્વર, તમે શું અમને તજી દીધા નથી? તમે અમારાં સૈન્યોની સાથે નીકળતા નથી.


કોઈ માણસ પાછળ પડ્યું ન હોય તો પણ દુષ્ટ નાસી જાય છે; પણ નેકીવાનો સિંહના જેવા હિમ્‍મતવાન હોય છે.


પણ તમારા અપરાધો તમારી ને તમારા ઈશ્વરની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે, અને તમારાં પાપોએ તેમનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે, તે સાંભળે નહિ.


વળી જ્યારે આ લોકો કે કોઈ પ્રબોધક કે કોઈ યાજક તને પૂછે, ‘યહોવાની ઈશ્વરવાણી કઈ છે?’ ત્યારે તું તેઓને કહેજે, ‘કઈ ઈશ્વરવાણી!’ યહોવા કહે છે, હું તમને કાઢી મૂકીશ.


હે યરુશાલેમ, શિક્ષાથી સમજી જા; રખેને મારું મન તારા પરથી ઊતરી જાય, ને હું તને ઉજ્જડ તથા નિર્જન પ્રદેશ કરી મૂકું.”


જો કે તેઓ પોતાનાં છોકરાં ઉછેરે છે, તોપણ એક પણ માણસ ન રહે ત્યાં સુધી હું તેઓને નસંતાન કરીશ; હા, હું તેમનાથી દૂર રહીશ, ત્યારે પણ તેમને અફસોસ!


તમારી આંખો એવી પવિત્ર છે કે તમે દુષ્ટતાને જોઈ શકતા નથી, ને ભ્રષ્ટતા પર નજર કરી શકતા નથી. તમે એવા છતાં કપટીઓને કેમ જોઈ ખમો છો, ને જ્યારે દુષ્ટ માણસો પોતાના કરતાં વધારે નેક પુરુષોને ગળી જાય છે, ત્યારે તમે કેમ છાના રહો છો?


અને મૂસાએ સર્વ ઇઝરાયલીઓને એ વાતો કહી અને લોકોએ બહુ શોક કર્યો.


યહોવા તમારી મધ્યે નથી, માટે આગળ ન જાઓ. રખેને તમારા શત્રુઓ તમને મારે.


કેમ કે અમાલેકીઓ તથા કનાનીઓ ત્યાં તમારી આગળ છે, ને તમે તરવારથી પડશો. તમે યહોવાને અનુસરવાથી પાછા ફરી ગયા છો, એ માટે યહોવા તમારી સાથે નહિ આવે.”


અને અમાલેકીઓ તથા કનાનીઓ જેઓ તે પર્વતમાં રહેતા હતા તેઓ ઊતરી આવ્યા, ને તેઓને માર્યા ને હોર્મા સુધી તેઓને નસાડયા.


અને તું કોઈ અમંગળ [વસ્તુ] તારા ઘરમાં લાવીને તેની જેમ વિનાશપાત્ર થઈશ નહિ. તારે તે છેક ધિક્કારવું, ને તારે તેનાથી છેક કંટાળવું; કેમ કે તે તદન વિનાશપાત્ર‌ છે.


અને શાપિત વસ્‍તુથી તમે પોતાને સર્વ પ્રકારે અલગ રાખો, રખેને તેને શાપિત કર્યા પછી તમે પોતે શાપિત વસ્તુને લો; અને એમ કરીને ઇઝરાયલની છાવણીને શાપિત કરો, ને તેને હેરાન કરો.


પછી તેણે કહ્યું. “સામસૂન, પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે.” અને ઊંઘમાંથી જાગીને તેણે કહ્યું, “હું અગાઉની જેમ બહાર નીકળીને મારું શરીર ખંખેરીશ.” પણ તે જાણતો નહોતો કે યહોવા તેની પાસેથી જતા રહ્યા છે.”


ત્યારે યહોવાનો કોપ ઇઝરાયલ પર સળગી ઊઠ્યો, ને તેમણે તેઓને પાયમાલ કરનારાઓના હાથમાં સોંપ્યા કે, જેઓએ તેમને પાયમાલ કર્યા, અને યહોવાએ તેઓને તેઓની ચારે તરફના શત્રુઓના હાથમાં વેચી દીધા કે, જેથી તેઓ ત્યાર પછી તેઓના શત્રુઓની સામે વધારે વાર ટકી શક્યા નહિ.


અને યહોવાના દૂતે સર્વ ઇઝરાયલી લોકોને એ વાતો કહી ત્યારે એમ થયું કે લોક પોક મૂકીને રડ્યા.


પછી શાઉલે કહ્યું, “લોકોના સર્વ આગેવાનો, તમે અહીં આવો. અને આજે શામાં આ પાપ થયું છે એ તપાસ કરી શોધી કાઢો.


Lean sinn:

Sanasan


Sanasan