Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 6:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને સાત યાજકો કોશની આગળ આગળ મેંઢાનાં શિંગનાં સાત રણશિંગડાં લઈને ચાલે. અને સાતમે દિવસે સાત વાર નગરની પ્રદક્ષિણા કરો, ને યાજકો રણશિંગડા વગાડે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 સાત યજ્ઞકારો પોતાની સાથે રણશિંગડાં લઈને કરારપેટીની આગળ ચાલે. સાતમે દિવસે યજ્ઞકારો રણશિંગડાં વગાડતા હોય ત્યારે તારે અને તારા સૈનિકોએ કૂચ કરતાં કરતાં શહેરની સાતવાર પ્રદક્ષિણા કરવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 સાત યાજકો કરારકોશ આગળ ઘેટાંના શિંગનાં બનાવેલા સાત રણશિંગડા ઊંચકે. સાતમા દિવસે, તમારે સાત વાર નગરની પ્રદક્ષિણા કરવી અને યાજકોએ મોટા અવાજે રણશિંગડાં વગાડ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 સાત યાજકોએ હાથમાં ઘેટાંના શિંગડામાંથી બનાવેલ સાત રણશિંગડાં લઈને કોશની આગળ ચાલે. સાતમે દિવસે તારે અને તારા સૈનિકોએ સાત વખત શહરને ફરતે પ્રદક્ષિણા કરવી અને યાજકે રણશિંગડાઓ વગાડવાં.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 6:4
33 Iomraidhean Croise  

અને ઈશ્વરે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો, ને તેને પવિત્ર ઠરાવ્યો; કેમ કે તે દિવસે ઈશ્વર પોતાનાં બધાં ઉત્પન્‍ન કરવાનાં તથા બનાવવાનાં કામથી સ્વસ્થ રહ્યા.


અને તેણે પોતાના ચાકરને કહ્યું, “ઉપર જઈને સમુદ્ર તરફ નજર કર.” તેણે ઉપર જઈને નજર કરીને કહ્યું, “કંઈ પણ નથી.” તેણે કહ્યું, “ફરી સાત વાર જા.”


એલિશાએ તેની પાસે માણસ મોકલીને કહાવ્યું, “તમે જઈને યર્દનમાં સાત વાર સ્નાન કરો, એટલે તમને નવું માસ આવશે, ને તમે શુદ્ધ થશો.”


એટલે તે ગયો, ને ઈશ્વરભક્તના કહ્યા પ્રમાણે યર્દનમાં સાત વાર ડૂબકી મારી, એટલે તેનું માસ બદલાઈને નાના છોકરાના માંસ જેવું થઈ ગયું, ને તે શુદ્ધ થયો.


જુઓ, ઈશ્વર અમારી સાથે છે તથા અમારા આગેવાન છે, અને તેમનાં યાજકો ચેતવણીનાં રણશિંગડાં લઈને તમારી વિરુદ્ધ ચેતવણીનો નાદ કરવા માટે [અમારી સાથે] છે. હે ઇઝરાયલી લોકો, તમારા પિતૃઓના ઈશ્વર યહોવાની સામે ન લડો. તેમાં તમે ફતેહ પામશો નહિ.”


આ [લડાઈ] માં તમારે યુંદ્ધ કરવું નહિ પડે. હે યહૂદિયાના તથા યરુશાલેમ [ના લોકો] સ્થિર થઇને ઊભા રહો, અને યહોવા તમારું કેવું રક્ષણ કરે છે તે જુઓ, બીશો નહિ. તેમ ગભરાશો પણ નહિ; કાલે નીકળીને તેઓની સામે જાઓ; યહોવા તમારી સાથે છે.”


કહાથીઓના તથા કોરાહીઓના વંશજોમાંના લેવીઓ અતિ મોટે અવાજે ઇઝરાયલના ઈશ્વર યહોવાની સ્તુતી કરવા માટે ઊભા થયા.


તેણે લોકોને એ બોધ આપ્યા પછી, સૈન્યની આગળ ચાલતાં ચાલતાં યહોવાની આગળ ગાયન કરનારાઓને, પવિત્ર વસ્ત્ર પહેરીને તેની સ્તુતી કરનારાઓને તથા ‘યહોવાનો આભાર માનો કેમ કે તેમની કૃપા સદાકાળ [ટકે] છે.’ એ સ્તોત્ર ગાનારાઓને ઠરાવ્યા.


તેથી તમારે માટે સાત ગોધા અને સાત ઘેટા લો, અને મારા સેવક અયૂબ પાસે જઈને પોતાને માટે દહનીયાર્પણ ચઢાવો. મારો સેવક અયૂબ તમારે માટે પ્રાર્થના કરશે. તેને સ્વીકારીને હું તમારી મૂર્ખાઈ પ્રમાણે તમારી વલે નહિ કરું. મારો સેવક અયૂબ બોલ્યો છે તેમ મારે વિષે જે ખરું છે તે તમે બોલ્યા નથી.


વળી તે દિવસે મોટું રણશિંગડું વગાડવામાં આવશે; અને આશૂર દેશમાં જેઓ ખોવાયેલા હતા તેઓ, તથા મિસરમાં જેઓ કાઢી મૂકવામાં આવ્યા હતા તેઓ આવશે; અને તેઓ યરુશાલેમમાં પવિત્ર પર્વત પર યહોવાનું ભજન કરશે.


અને યાજક પોતાની ડાબી હથેલીમાંના તેલમાં પોતાની જમણી આંગળી બોળીને, પોતાની આંગળી વડે તે તેલમાંથી યહોવાની સમક્ષ સાત વાર છાંટે.


અને યાજક પોતાની આંગળી તે રક્તમાં બોળીને તે રક્તમાંથી યહોવાની સમક્ષ પવિત્રસ્થાનના પડદાની સામે સાત વાર છાંટે.


તેણે મને પૂછયું, “તું શું જુએ છે?” મેં કહ્યું, “મેં નરદમ સોનાનું એક દીપવૃક્ષ જોયું છે, તેની ટોચે તેનું કોડિયું, ને તે પર તેન સાત દીવા [છે]. જે દીવા તેની ટોચે છે તે દરેકને સાત સાત નળીઓ છે.


ત્યારે દૂતે મને કહ્યું, “ઝરુબ્બાબેલને યહોવાનું વચન એ છે કે, ‘પરાક્રમથી નહિ, તેમ બળથી પણ નહિ, પણ મારા આત્માથી, ’ એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


અને બલામે બાલાકને કહ્યું, “અહીં મારે માટે સાત વેદી બાંધ, ને અહીં સાત બળદ તથા સાત ઘેટા મારે માટે તૈયાર કર.”


અને સાત યાજકોએ યહોવાના કોશની આગળ મેંઢાનાં શિંગનાં સાત રણશિંગડાં લઈને વગાડતા વગાડતા ચાલ્યા. અને હથિયારબંધ માણસો તેઓની આગળ ચાલ્યા. અને પાછળની ટુકડી યહોવાના કોશની પાછળ ચાલી. [યાજકો તો] ચલતાં ચાલતાં રણશિંગડાં વગાડતાં હતા.


અને તમે સર્વ લડવૈયા નગરને ઘેરો નાખો, ને નગરની એક વાર પ્રદક્ષિણા કરો. એમ છ દિવસ સુધી તું કર.


અને જ્યારે તેઓ મેંઢાનું શિંગ લાબે સાદે વગાડે, ને રણશિંગડાનો અવાજ તમે સાંભળો, ત્યારે એમ થાય કે, સર્વ લોકો મોટે સાદે હોકરો કરે. પછી નગરનો કોટ ‘તૂટી પડશે, ત્યારે લોકોમાંથી પ્રત્યેક માણસે સીધા અંદર ધસી જવું.”


મારા જમણા હાથમાં જે સાત તારા તેં જોયા, અને સોનાની જે સાત દીવી છે, એમનો મર્મ તું લખ. સાત તારા તે સાત મંડળીઓના દૂત છે, અને સાત દીવી તો સાત મંડળીઓ છે.


આસિયામાંની સાત મંડળીઓ પ્રતિ લખનાર યોહાન: જે છે, જે હતો, ને જે આવનાર છે તેમના તરફથી, તથા તેમના રાજયાસનની આગળ જે સાત આત્મા છે તેઓના તરફથી.


તેણે સિંહની ગર્જના જેવા મોટે સ્વરે પોકાર કર્યો; અને જયારે તેણે પોકાર કર્યો ત્યારે સાત ગર્જના બોલી.


ત્યાર પછી મેં આકાશમાં બીજું મોટું તથા આશ્ચર્યકારક ચિહ્ન જોયું, એટલે સાત દૂત, અને તેઓની પાસે છેલ્લા સાત અનર્થ હતા. કેમ કે તેઓમાં ઈશ્વરનો કોપ પૂરો કરવામાં આવે છે.


પછી ચાર પ્રાણીઓમાંના એકે સદાસર્વકાળ જીવંત ઈશ્વરના કોપથી ભરેલા સોનાનાં સાત પ્યાલાં તે સાત દૂતને આપ્યાં,


ત્યાર પછી મેં મંદિરમાંથી નીકળતી એક મોટી વાણી સાંભળી, તેણે સાત દૂતને કહ્યું, “તમે જાઓ, અને ઈશ્વરના કોપનાં સાત પ્યાલાં પૃથ્વી પર રેડી દો.”


રાજ્યાસન પર જે બેઠેલા હતા તેમના જમણા હાથમાં મેં એક ઓળિયું જોયું, તે અંદરની તથા બહારની બન્‍ને બાજુએ લખેલું હતું, અને સાત મુદ્રાથી મુદ્રિત કરેલું હતું.


અને રાજ્યાસનની તથા ચાર પ્રાણીઓની વચમાં તથા વડીલોની વચમાં મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું તેને સાત શિંગડા તથા સાત આંખ હતી. એ [આંખો] ઈશ્વરના સાત આત્મા છે જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે.


અને ઈશ્વરની આગળ ઊભા રહેનારા સાત દૂતોને મેં જોયા. તેઓને સાત રણશિંગડા આપવામાં આવ્યાં.


પછી જે સાત દૂતની પાસે સાત રણશિંગડાં હતાં તેઓ વગાડવા માટે તૈયાર થયા.


Lean sinn:

Sanasan


Sanasan