Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 6:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને જુવાન જાસૂસો અંદર જઈને રાહાબને ને તેના પિતાને, ને તેની માતાને, ને તેના ભાઈઓને, ને તેના સર્વસ્વને કાઢી લાવ્યા. વળી તેનાં સર્વ સગાંને પણ તેઓ કાઢી લાવ્યા; અને તેમને તેઓએ ઇઝરાયલની છાવણી બહારર મૂક્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 તેથી તે જુવાન જાસૂસો ત્યાં જઈને રાહાબને, તેના પિતાને, તેની માને, તેના ભાઈઓને અને કુટુંબના બાકીનાં બધાંને બહાર લઈ આવ્યા. પછી તેમણે તેમને ઇઝરાયલી છાવણીમાં લઈ જઈને રાખ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તેથી જુવાન ઘરમાં ગયા અને રાહાબને બહાર લઈ આવ્યા. તેઓ તેના પિતાને, તેની માને, તેના ભાઈઓને અને તેના સર્વસ્વને બહાર લાવ્યા. વળી તેનાં સઘળાં સગાંને પણ તેઓ બહાર લાવ્યા. તેઓ તેમને ઇઝરાયલની છાવણી બહારની જગ્યામાં લઈ આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 તેથી તેઓ ત્યાં ગયા અને રાહાબને, તેના પિતાને, માંતાને, ભાઈઓને અને તેના પરિવારના સર્વ લોકોને બહાર કાઢયા, અને ઇસ્રાએલી છાવણીની બહાર સુરક્ષિત જગ્યામાં રાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 6:23
15 Iomraidhean Croise  

અને હું તારામાંથી એક મોટી કોમ ઉત્પન્‍ન કરીશ, ને તને આશીર્વાદ આપીશ, ને તારું નામ મોટું કરીશ; અને તું આશીર્વાદરૂપ થશે:


કદાચ તે નગરમાં પચાસ ન્યાયી હોય; તો શું તમે તેનો નાશ કરશો, ને તેમાંના પચાસ ન્યાયીને લીધે તે જગા નહિ બચાવો?


અને એમ થયું કે ઈશ્વરે નીચાણનાં નગરોનો નાશ કર્યો, ત્યારે ઈશ્વરે ઇબ્રાહિમનું સ્મરણ કર્યું, ને જયાં લોત રહેતો હતો તે નગરનો નાશ તેમણે કર્યો, તે વખતેએ નાશ મધ્યેથી તે લોતને બહાર કાઢી લાવ્યા.


અને તમે સાત દિવસ સુધી છાવણી બહાર રહો; તમારામાંના જે કોઈએ કોઈ માણસને મારી નાંખ્યું હોય, ને જે કોઈએ મારી નંખાયેલાનો સ્પર્શ કર્યો હોય, તે ત્રીજે દિવસે તથા સાતમે દિવસે પોતાને તથા પોતાના બંદીવાનોને શુદ્ધ કરે.


તેણે તેઓને કહ્યું, “તમે પોતે જાણો છો કે બીજી પ્રજાના માણસની સાથે સંબંધ રાખવો, અથવા તેને ત્યાં જવું, એ યહૂદી માણસને ઉચિત નથી, પણ ઈશ્વરે તે મને દેખાડ્યું છે કે, મારે કોઈ પણ માણસને નાપાક અથવા અશુદ્ધ કહેવું નહિ.


‘પાઉલ, ગભરાઈશ નહિ. કાઈસારની રૂબરૂ તારે ઊભા રહેવું પડશે. અને જો, તારી સાથે સફર કરનારા સર્વને ઈશ્વરે તારી ખાતર બચાવ્યા છે.’


કેમ કે બહારનાઓનો ન્યાય કરવાનું મારે શું કામ છે? જેઓ [મંડળી] ની અંદરના છે તેઓનો ન્યાય તમે નથી કરતાં શું?


તે સમયે તમે ખ્રિસ્તરહિત, ઇઝરાયલના પ્રજાપણાના હક વગરના, તથા [આપેલા] વચનના કરારથી પારકા, જગતમાં આશારહિત તથા ઇશ્વર વગરના, એવાં હતાં.


વિશ્વાસથી રાહાબ વેશ્યાએ જાસૂસોનો ખુશીથી સત્કાર કર્યો, તેથી અનાજ્ઞાકિંતોની સાથે તેનો નાશ થયો નહિ.


નૂહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી, તે વિષે ચેતવણી પામીને, અને [ઈશ્વરનો] ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને માટે વહાણ તૈયાર કર્યું. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું, અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસ થયો.


અને તમે મારા પિતાને, ને મારી માતાને, ને મારા ભાઈઓને, ને મારી બહેનોને, ને તેઓના સર્વસ્વને જીવતાં રહેવા દેશો, ને અમારા જીવ ઉગારશો.”


અને તેણે તેઓને કહ્યું, “તમે પર્વત ઉપર જતા રહો, રખેને પાછળ લાગનારાઓના હાથમાં તમે આવી પડો. અને તમારી પાછળ લાગનારા પાછા આવે ત્યાં સુધી ત્રણ દિવસ તમે ત્યાં સંતાઈ રહેજો. અને ત્યારપછી તમે તમારે માર્ગે ભલે જાઓ.


જો, અમે આ દેશમાં આવીએ ત્યારે જે બારીમાંથી તેં અમને નીચે ઉતાર્યા છે, તેના પર તું આ કિરમજી રંગની દોરડી બાંધજે. અને તારા પિતાને, ને તારી માતાને, ને તારા ભાઈઓને, ને તારા પિતાના ઘરનાં સર્વને તારી પાસે ઘરમાં ભેગાં કરી રાખજે,


પછી તેણે તેઓને નગરમાં જવાનો માર્ગ બતાવ્યો, ને તેઓએ તરવારથી તે નગરનો નાશ કર્યો, પણ તે માણસને તથા તેના આખા કુટુંબને તેઓએ જવા દીધા.


Lean sinn:

Sanasan


Sanasan