Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 5:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને ઇઝરાયલી લોકોએ ગિલ્ગાલમાં છાવણી કરી. અએન તેઓએ તે મહિનાના ચૌદમાં દિવસની સાંજે યરીખોના મેદાનમાં પાસ્ખાપર્વ પાળ્યું

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 યરીખો પાસેના મેદાનમાં ગિલ્ગાલ ખાતે ઇઝરાયલીઓ છાવણી નાખી પડયા હતા ત્યારે તે માસને ચૌદમે દિવસે તેમણે પાસ્ખાપર્વ પાળ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અને ઇઝરાયલીઓએ ગિલ્ગાલમાં છાવણી કરી. અને તેઓએ તે મહિનાને ચૌદમાં દિવસે સાંજે યરીખોના મેદાનમાં પાસ્ખાપર્વ પાળ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 યરીખોના મેદાનો પર આવેલા ગિલ્ગાલમાં ઇસ્રાએલીઓએ છાવણી કરી હતી ત્યારે તેઓએ તે મહિનાના ચૌદમાં દિવસની સાંજે પાસ્ખા પર્વ ઊજવ્યું.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 5:10
14 Iomraidhean Croise  

તમારી તરફથી મને ખાતરીદાયક ખબર નહિ મળે ત્યાં સુધી હું રાન તરફના આરા આગળ થોભીશ.”


અને તે તમારે આ પ્રમાણે ખાવું:એટલે તમારી કમર બાંધીને, તમારાં પગરખાં પહેરીને તથા તમારી લાકડી તમારા હાથમાં લઈને [ખાવું] ; અને તમારે તે જલદી જલદી ખાઈ લેવું; તે યહોવાનું પાસ્ખા છે.


પહેલા માસના ચૌદમા દિવસની સાંજથી માંડીને તે માસના એકવીસમા દિવસની સાંજ સુધી તમારે બેખમીર રોટલી ખાવી.


અને તે જ માસના ચૌદમા દિવસ સુધી તમારે તે રાખી મૂકવો; અને ઇઝરાયલની આખી મંડળીના સમુદાયે તેને સાંજે કાપવો.


પણ ખાલદીઓનું સૈન્ય તેઓની પાછળ પડયું, ને તેઓએ સિદકિયાને યરીખોના મેદાનમાં પકડી પાડયો. અને તેઓ તેને હમાથ દેશના રિબ્લામાં બાબિલના રાજા નબૂખાદનેસ્સારની પાસે લાવ્યા, ને તેણે તેનો ઇન્સાફ કર્યો.


એથી, હે મનુષ્યપુત્ર, તું પોતાને માટે પરદેશ જવા માટે સામાન તૈયાર કર, ને તેમના દેખતાં દિવસે નિકળ. અને તેમના દેખતાં તું તારી જગાએથી બીજી જગાએ જા. અને જો કે તેઓ બંડખોર લોકો છે તોપણ તેઓ કદાચ વિચાર કરે.


પહેલા માસમાં, એટલે તે માસને ચૌદમે દિવસે સાંજે યહોવાનું પાસ્ખાપર્વ છે.


હે મારા લોકો, એ તો યાદ કરો કે મોઆબના રાજા બાલાકે શી મસલત કરી, ને બયોરના દીકરા બલામે તેને શો ઉત્તર આપ્યો. શિટ્ટીમથી ગિલ્ગાલ સુધી જે બન્યું [તે યાદ કરો]. જેથી તમે યહોવાનાં ન્યાયી કૃત્યો જાણો.”


અને લોકો પહેલા માસને દશમે દિવસે યર્દનમાંથી નિકળી આવ્યા, અને યરીખોની પૂર્વ તરફની સીમા ઉપર ગિલ્ગાલમાં તેઓએ છાવણી કરી.


અને પાસ્ખાપર્વને બીજે દિવસે તેઓએ તે દેશનું આગલા વર્ષનું અનાજ ખાધું, એટલે તે જ દિવસે બેખમીર રોટલી તથા શેકેલું અનાજ ખાધું.


અને ગિલ્ગાલ આગળની છાવણીમાં યહોશુઆની પાસે આવીને તેઓએ તેને તથા ઇઝરાયલના માણસોને કહ્યું, “અમે દૂર દેશથી આવ્યા છીએ; એ માટે હવે તમે અમારી સાથે કોલકરાર કરો.”


તે વરસોવરસ અનુક્રમે બેથેલ, ગિલ્ગાલ તથા મિસ્પામાં જતો હતો, અને તે બધે સ્થળે તે ઇઝરાયલનો ન્યાય કરતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan