યહોશુઆ 5:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને યર્દનને પેલે પાર પશ્ચિમમાં જે સર્વ અમોરીઓના રાજા, ને સમુદ્રની પાસેના જે સર્વ કનાનીઓના રાજા, તેઓએ સાંભળ્યું કે ઇઝરાયલી લોકો પાર ઊતરી ગયા ત્યાં સુધી યહોવાએ તેમની આગલ યર્દનનું પાણી સૂકવી નાખ્યું, ત્યારે એમ થયું કેમ ઇઝરાયલી લોકોને લીધે તેઓનાં ગાત્ર શિથિલ થઈ ગયાં, અને તેઓના હોશ ઊડી ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 હવે યર્દનની પશ્ર્વિમ તરફના પ્રદેશના અમોરીઓના રાજાઓ તેમજ ભૂમધ્ય સમુદ્રની પાસેના પ્રદેશના સર્વ કનાની રાજાઓના સાંભળવામાં આવ્યું કે ઇઝરાયલી લોકો યર્દન પાર ઊતરી રહ્યા ત્યાં સુધી પ્રભુએ તેમની આગળ તે નદીનું પાણી સૂકવી નાખ્યું. તેથી ઇઝરાયલી લોકોને લીધે તેમનાં હૃદય ભયભીત થઈ ગયાં અને તેમના હોશકોશ ઊડી ગયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 જયારે યર્દનની પશ્ચિમમાં રહેનાર અમોરીઓના સર્વ રાજાઓએ અને સમુદ્ર કિનારે રહેનાર કનાનીઓના રાજાઓએ સાંભળ્યું કે, ઇઝરાયલના લોકો જ્યાં સુધી યર્દન નદી પસાર કરી રહ્યા ત્યાં સુધી યહોવાહે યર્દનના પાણી સૂકવી દીધાં, ત્યારે તેઓનાં હૃદય પીગળી ગયાં અને ઇઝરાયલી લોકોને લીધે તેઓ અતિશય ગભરાઈ ગયા. Faic an caibideilપવિત્ર બાઈબલ1 જયારે યર્દન નદીના પશ્ચિમ કાંઠાના બધા કનાની રાજાઓએ તથા અમોરી રાજાઓએ સાંભળ્યું કે ઇસ્રાએલીઓ યર્દન નદીને ઓળંગી ગયા ત્યાં સુધી યહોવાએ તેનાં પાણી સૂકવી નાખ્યાં હતાં, ત્યારે તેઓ હિમ્મત હારી ગયા અને ઇસ્રાએલીઓથી ભયભીત થઈ ગયાં. Faic an caibideil |
જ્યારે તેઓ તને પૂછે કે, ‘તું શા માટે નિસાસા નાખે છે?’ ત્યારે તારે કહેવું કે, જે [આફત] આવે છે તેના સમાચારને લીધે [એ વખતે] દરેક હ્રદય પાણી પાણી થઈ જશે, ને સર્વ હાથ કમજોર થઈ જશે, ને દરેકના હોશ ઊડી જશે, ને સર્વ ઘૂંટણો પાણી જેવાં ઢીલાં થઈ જશે. પ્રભુ યહોવા કહે છે કે, જુઓ, તે આવે છે, ને તે પ્રમાણે કરવામાં આવશે જ.”