Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 4:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 એ માટે કે તેઓ તમારે માટે ચિહ્નરૂપ થાય કે, જ્યારે આવતા કાળમાં તમારાં છોકરાં પૂછે કે, ‘આ પથ્થરોનો શો અર્થ છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 એ પથ્થરો પ્રભુના આ અદ્‍ભુત કાર્યની લોકોને યાદ આપશે. ભવિષ્યમાં તમારાં છોકરાં તમને પૂછે કે આ પથ્થરોનો શો અર્થ છે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જયારે આવનાર દિવસોમાં તમારાં બાળકો પૂછે કે, આ પથ્થરોનો અર્થ શો છે? ત્યારે તમારી વચમાં તમારા માટે આ નિશાનીરૂપ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 આ પથ્થરો હંમેશા તમાંરા માંટે સંકેત બનશે અને જ્યારે તમાંરાં સંતાનો પૂછશે, ‘આ સ્માંરક શા માંટે છે?’

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 4:6
19 Iomraidhean Croise  

હે ઈશ્વર, જે કૃત્યો અમારા પિતૃઓના સમયમાં, એટલે પુરાતન કાળમાં, તમે કર્યાં હતાં, તે વિષે તેઓએ અમને કહ્યું છે તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે,


હે ઈશ્વર, હું ઘરડો અને પળિયાંવાળો થાઉં ત્યારે પણ તમે મને મૂકી દેતા નહિ! હું આવતી પેઢીને તમારું બળ જણાવું, અને સર્વ આવનારાઓને તમારું પરાક્રમ પ્રગટ કરું, ત્યાં સુધી મારો ત્યાગ ન કરશો.


અને આ દિવસ તમારે માટે યાદગીરીનો દિવસ થાય, ને તમારે યહોવા પ્રત્યે એનું પર્વ પાળવું. વંશપરંપરા તમારે નિત્યના વિધિથી તે પર્વ પાળવું.


અને જ્યારે ભવિષ્યકાળમાં તારો પુત્ર તને પૂછે કે, આનો શો અર્થ છે? ત્યારે તું તેને કહે કે, યહોવા પોતાના હાથના પરાક્રમ વડે મિસરમાંથી એટલે બંદીખાનામાંથી અમને કાઢી લાવ્યા.”


અને એ તારા હાથ પર ચિહ્ન જેવું ને તારી આંખોની વચમાં યાદગીરી જેવું થશે, એ માટે કે યહોવાનો નિયમ તારે મોઢે રહે; કેમ કે યહોવા તને બળવાન હાથે મિસરમાંથી કાઢી લાવ્યા છે.


“વળી તું ઇઝરાયલી લોકોને કહે કે, તમે જરૂર મારા વિશ્રામવારો પાળો; કેમ કે તમારી પેઢી દરપેઢી મારી ને તમારી વચ્ચે તે‍ ચિહ્નરૂપ છે; એ માટે કે તમે જાણો કે તમને પવિત્ર કરનાર તે હું યહોવા છું.


જીવતો, હા, જીવતો માણસ તો, જેમ આજે હું કરું છું તેમ, તમારી આભારસ્તુતિ કરશે; પિતા [પોતાનાં] સંતાનોને તમારી સત્યતા જાહેર કરશે.


કાંટાના ઝાડને સ્થાને દેવદાર, અને રાની ગુલાબને સ્થાને મેંદી ઊગશે. તે યહોવાની નામના તરીકે, કદી નાશ પામશે નહિ એવું અનંતકાળ માટેનું સ્મારક થશે.”


તે ઉપરાંત મારી ને તેઓની વચમાં ચિહ્‍ન તરીકે મેં મારા સબ્બાથો પણ તેઓને આપ્યા, એ માટે કે તેઓ જાણે કે તેમને પવિત્ર કરનાર તે હું યહોવા છું.


મારા સાબ્બાથોને પવિત્ર માનો. અને તેઓ મારી ને તમારી વચમાં ચિહ્‍નરૂપ થશે, જેથી તમે જાણશો કે હું યહોવા તમારો ઈશ્વર છું.


હા, એ પોતાના પ્રાણોની વિરુદ્ધ પાપ કરનારાઓનાં ધૂપપાત્રો [લઈ લઈને] તેમને ટીપીને વેદી ઢાંકવા માટે પતરાં બનાવવાં. કેમ કે તેઓએ તેઓને યહોવાની સમક્ષ ચઢાવ્યાં, એ માટે તેઓ શુદ્ધ છે. અને તેઓ ઇઝરાયલી લોકોને માટે ચિહ્નરૂપ થશે.”


કેમ કે તે વચન તમારે માટે, તમારાં છોકરાંને માટે, તથા જેઓ દૂર છે તેઓને માટે, એટલે આપણા ઈશ્વર પ્રભુ જેટલાંને પોતાની પાસે બોલાવશે તેઓ સર્વને માટે છે.”


અને તું ઘરમાં બેઠો હોય ત્યારે, ને રસ્તે ચાલતી વેળાએ ને સૂતી વેળાએ ને ઊઠતી વેળાએ તેઓ વિષે વાત કરીને તમે તમારાં છોકરાંને તે શીખવો.


પણ અમારી ને તમારી વચ્ચે, ને આપણી પાછળ આપણાં સંતાનોની વચ્ચે એ સાક્ષીરૂપ થાય કે, અમારાં દહનીયાર્પણથી ને અમારા યજ્ઞ થી ને અમારાં શાંત્યર્પણથી યહોવાની સેવા કરવાનો અમને પણ હક છે. જેથી ભવિષ્યમાં તમારા વંશજો અમારા વંશજોને એવું ન કહે કે, તમને યહોવાની સાથે કંઈ લાગતુંવળગતું નથી.


અને તેણે ઇઝરાયલી લોકોને એમ કહ્યું, “આવતા કાળમાં તમારાં વંશજો તેમના પિતાને પૂછે, “આ પથ્થરોનો શો અર્થ છે?’


અને યહોશુઆએ તેઓને કહ્યું, “તમારા ઈશ્વર યહોવાના કોશની આગળ યર્દન મધ્યે જાઓ, અને તમારામાંનો પ્રત્યેક જણ ઇઝરાયલી લોકોના કુળની સંખ્યા પ્રમાણે તમારે ખભે અકેક પથ્થર ઊંચકી લો.


Lean sinn:

Sanasan


Sanasan