Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 4:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને લોકો પહેલા માસને દશમે દિવસે યર્દનમાંથી નિકળી આવ્યા, અને યરીખોની પૂર્વ તરફની સીમા ઉપર ગિલ્ગાલમાં તેઓએ છાવણી કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 લોકો પહેલા માસને દશમે દિવસે યર્દનમાંથી બહાર નીકળી આવ્યા અને યરીખોની પૂર્વ તરફની સરહદ પર તેમણે ગિલ્ગાલમાં છાવણી કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 લોકો પહેલા મહિનાને દસમે દિવસે યર્દનમાંથી બહાર આવ્યા, તેઓએ યરીખોની પૂર્વ દિશાએ ગિલ્ગાલમાં મુકામ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 એ લોકોએ પહેલા મહિનાની દશમી તારીખ યર્દન નદી ઓળંગીને યરીખોની પૂર્વે ગિલ્ગાલમાં પડાવ નાખ્યો,

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 4:19
18 Iomraidhean Croise  

યહોવા એલિયાને વંટોળિયા દ્વારા આકાશમાં લઈ લેવાના હતા તે અરસામાં એમ થયું કે એલિયા એલિશાને લઈને ગિલ્ગાલથી ચાલી નીકળ્યો.


“બેથેલ આવીને ગુના કરો; ગિલ્ગાલ [જઈને] ગુનાઓ વધારો; દર સવારે તમારાં બલિદાનો, ને ત્રણ ત્રણ દિવસે તમારા દશાંશો રજૂ કરો.


પણ બેથેલની શોધ ન કરો, ને ગિલ્ગાલમાં ન જાઓ, ને બેર-શેબા ન જાઓ; કેમ કે ગિલ્ગાલ નિશ્ચે ગુલામગીરીમાં જશે, ન બેથેલ નાશ પામશે.”


હે મારા લોકો, એ તો યાદ કરો કે મોઆબના રાજા બાલાકે શી મસલત કરી, ને બયોરના દીકરા બલામે તેને શો ઉત્તર આપ્યો. શિટ્ટીમથી ગિલ્ગાલ સુધી જે બન્યું [તે યાદ કરો]. જેથી તમે યહોવાનાં ન્યાયી કૃત્યો જાણો.”


અને ચાળીસમા વર્ષના અગિયારમાં માસમાં તે માસને પહેલે દિવસે એમ થયું કે, જે સર્વ આજ્ઞાઓ યહોવાએ ઇઝરાયલી લોકોને માટે મૂસાને આપી હતી, તે તેણે તેઓને કહી સંભળાવી.


શું તેઓ યર્દનની પેલી બાજુ પશ્ચિમ દિશાના રસ્તાની પાછળ, ગિલ્ગાલની સામેના અરાબામાં રહેનારા કનાનીઓના દેશમાં, મોરેના એલોનવૃક્ષની પાસે નથી?


અને યહોશુઆ ને તેની સાથે સર્વ ઇઝરાયલ ગિલ્ગાલની છાવણીમાં પાછા આવ્યા.


અને ગિબ્યોનના માણસોએ ગિલ્ગાલની છાવણીમાં યહોશુઆએ એવો સંદેશો મોકલ્યો, “તું તારા દાસોને મદદ કરવામાં તારો હાથ ઢીલો કરીશ નહિ. અમારી પાસે વહેલો આવીને અમને બચાવ, ને અમને સહાય કર; કેમ કે પહાડી પ્રદેશમાં રહેનારા અમોરીઓના સર્વ રાજાઓ સંપ કરીને અમારા પર ચઢી આવ્યા છે.”


અને તે સીમા આખોરની ખીણથી દબીર સુધી ગઈ, ને તે જ પ્રમાણે ઉત્તર તરફ ગિલ્ગાલ, જે નદીની દક્ષિણ બાજુ પરના અદુમ્મીમના ઘાટની સમે છે, ત્યાં સુધી ગઈ; અને તે સીમા ત્યાંથી આગળ એન-શેમેશનાં પાણી સુધી ગઈ, ને તેનો છેડો એન-રોગેલ આગળ આવ્યો;


પછી તમે યર્દન ઊતરીને યરીખો પાસે આવી પહોંચ્યા; ત્યારે યરીખોના માણસોએ, એટલે અમોરીઓ, પરીઝીઓ, કનાનીઓ, હિત્તીઓ, ગિર્ગાશીઓ, હિવ્વીઓ ને યબૂસીઓએ તમારી સાથે યુદ્ધ કર્યું, અને મેં તેઓને તમારા હાથમાં સોંપી દીધા.


અને યહોવાનો કરારકોશ ઊંચકનારા આવ્યા, ને યાજકોના પગનાં તળિયાં કોરી ભૂમિ પર પડ્યાં, ત્યારે એમ થયું કે યર્દનનું પાણી પોતાને સ્થળે પાછું આવીને પહેલાંની જેમ ચારે કાંઠે ભરપૂર થઈને વહેવા લાગ્યું.


અને ઇઝરાયલી લોકોએ ગિલ્ગાલમાં છાવણી કરી. અએન તેઓએ તે મહિનાના ચૌદમાં દિવસની સાંજે યરીખોના મેદાનમાં પાસ્ખાપર્વ પાળ્યું


અને યહોવાએ યહોશુઆને કહ્યું, “આજે મેં તમારા ઉપરથી મિસરનો દોષ દૂર કર્યો છે. માટે જે જગાનું નામ ગિલ્ગાલ પાડવામાં આવ્યું, જેમ આજ સુધી છે તેમ.”


અને ગિલ્ગાલ આગળની છાવણીમાં યહોશુઆની પાસે આવીને તેઓએ તેને તથા ઇઝરાયલના માણસોને કહ્યું, “અમે દૂર દેશથી આવ્યા છીએ; એ માટે હવે તમે અમારી સાથે કોલકરાર કરો.”


તું મારી અગાઉ ગિલ્ગાલમાં જજે; અને જુઓ, દહનીયાર્પણો તથા શાંત્યર્પણો કરવાને હું તારી પાસે આવીશ. હું તારી પાસે આવીને તારે શું કરવું તે તને બતાવું ત્યાં સુધી, એટલે સાત દિવસ સુધી, તું થોભજે, ”


શમુએલે કહ્યું, “જેમ તારી તરવારે સ્‍ત્રીઓને પુત્રહીન કરી છે, તેમ તારી મા પણ સ્‍ત્રીઓમાં પુત્રહીન થશે.” પછી શમુએલે ગિલ્ગાલમાં યહોવાની આગળ અગાગને કાપીને ટુકડા કર્યા.


Lean sinn:

Sanasan


Sanasan