Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 3:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને જે યાજકો કરારકોશ ઊંચકે છે તેઓને એવી આજ્ઞા કર કે યર્દનમાં પાણી આગળ તમે આવો ત્યારે યર્દનમાં ઊભા રહેજો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 કરારપેટી ઊંચકનારા યજ્ઞકારોને કહે કે તેઓ નદી કિનારે પહોંચ્યા પછી તેમાં ઊતરીને કિનારાની નજીક ઊભા રહે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જે યાજકોએ કરારકોશ ઊંચક્યો છે તેઓને આજ્ઞા કર, કે યર્દનને કિનારે આવો ત્યારે યર્દનનદીમાં જ ઊભા રહેજો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 કરારકોશ લઈ જતાં યાજકોને આજ્ઞા કરો: ‘તમે યર્દન નદીના કિનારે પહોંચો પછી તમે નદીના પાણીમાં પ્રવેશો તે પહેલાં ત્યાં ઉભા રહો.’”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 3:8
20 Iomraidhean Croise  

અને એલિયાએ એલિશાને કહ્યું, “કૃપા કરીને તું અહીં થોભ; કેમ કે યહોવાએ મને યર્દન મોકલ્યો છે.” અને એલિશાએ કહ્યું, “જીવતા યહોવાના સમ તથા તમારા જીવના સમ કે, હું તમને છોડીશ નહિ.” પછી તે બન્‍ને આગળ ચાલ્યા.


તેઓએ પોતાના ભાઈઓને ભેગા કર્યા, ને પોતાને પવિત્ર કરીને તેઓ યહોવાના વચનથી રાજાની આજ્ઞા પ્રમાણે યહોવાના મંદિરને શુદ્ધ કરવા માટે અંદર ગયા.


ત્યાર પછી હિઝકિયાએ વેદી પર દહનીયાર્પણ ચઢાવવાની આજ્ઞા કરી. દહનીયાર્પણ [ચઢાવવાનું] શરૂ થયું તે જ વખતે તેઓ યહોવાનું ગીત ગાવા લાગ્યા, અને તેની સાથે રણશિંગડાં તથા ઇઝરાયલનાં રાજા દાઉદનાં વાજિંત્રો પણ વગાડવામાં આવ્યાં.


વળી હિઝકિયા રાજાએ તથા સરદારોએ દાઉદે તથા દષ્ટા આસાફે રચેલા ગીત ના શબ્દો ગાઈને લેવીઓને યહોવાની સ્તુતિ કરવાની આજ્ઞા કરી. તેઓએ આનંદથી સ્તુતિનું ગાયન ગાયું, ને તેઓએ માથાં નમાવીને ભજન કર્યું.


વળી યહોવાના વચન દ્વારા રાજાની તથા આગેવાનોની [આપેલી] આજ્ઞા પ્રમાણે કરવા માટે ઈશ્વરે યહૂદિયાના માણસોને એકદિલ કર્યા હતા.


એં લેવીઓને આજ્ઞા કરી, “સાબ્બાથ દિવસને પવિત્ર રાખવા માટે તેઓ પોતે શુદ્ધ થાય, અને ભાગળોની સંભાળ રાખે. હે મારા ઈશ્વર, મારા લાભમાં આનું પણ સ્મરણ કર. અને તમારી પુષ્કળ કૃપાને લીધે મને દરગુજર કરો.”


મુખ્ય યાજક એલ્યાશીબના પુત્ર યોયાદાના પુત્રોમાંનો એક હોરોની સાન્બાલ્લાટનો જમાઈ હતો. તેને પણ મેં મારી પાસેથી હાંકી કાઢ્યો.


અને મૂસાએ લોકોને કહ્યું, “બીશો નહિ, ઊભા રહો, ને યહોવા આજે તમારે માટે જે બચાવ કરશે તે જુઓ; કેમ કે જે મિસરીઓને આજે તમે જુઓ છો, તેઓને તમે ફરી કદી જોશો નહિ.


યહોવાના તારણની આશા રાખવી અને શાંતિથી તેમના આવવાની વાટ જોવી, એ સારું છે.


અને યહોવાનો કરારકોશ ઊંચકનારા યાજકો યર્દનની વચ્ચે કોરી ભૂમિ પર ઊભા રહ્યા, અને સર્વ ઇઝરાયલીઓ કોરી ભૂમિ ઉપર ચાલીને પેલે પાર ઊતર્યા. અને એમ આખી પ્રજા યર્દન ઊતરી ગઈ.


અને તેઓએ લોકોને એવી આજ્ઞા કરી, “તમારા ઈશ્વર યહોવાના કરારકોશને તથા તેને ઊંચકી લેનાર લેવી યાજકોને તમે જુઓ, ત્યારે તમે પોતાનું સ્થળ છોડીને તેની પાછળ જજો.


અને યહોવાએ યહોશુઆને કહ્યું, “આજે હું તને ઇઝરાયલની નજરમાં મોટો મનાવવા લાગીશ, એ માટે કે તેઓ જાણે કે જેમ હું મૂસાની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ હું મૂસાની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ હું રહીશ.


અને યહોશુઆએ ઇઝરાયલીઓને કહ્યું, “અહીં આવીને તમારા ઈશ્વર યહોવાનાં વચન સાંભળો.”


અને એમ થયું કે, સર્વ લોક પાર ઊતરી ગયા પછી યહોવાનો કોશ તેમ જ યાજકો લોકોના દેખતાં પેલે પાર ઊતર્યા.


Lean sinn:

Sanasan


Sanasan