Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 3:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને તેઓએ લોકોને એવી આજ્ઞા કરી, “તમારા ઈશ્વર યહોવાના કરારકોશને તથા તેને ઊંચકી લેનાર લેવી યાજકોને તમે જુઓ, ત્યારે તમે પોતાનું સ્થળ છોડીને તેની પાછળ જજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 લોકોને કહ્યું, “જ્યારે તમે લેવીવંશી યજ્ઞકારોને તમારા ઈશ્વર પ્રભુની કરારપેટી ઊંચકીને જતા જુઓ ત્યારે તમારી છાવણી ઉપાડી લઈને તેમની પાછળ જજો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેઓએ લોકોને આજ્ઞા કરી, “જયારે તમે તમારા યહોવાહ પ્રભુના કરારકોશને તથા તેને ઊંચકનાર લેવી યાજકોને જુઓ, ત્યારે તમે તે સ્થળ છોડીને તેની પાછળ જજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 “જ્યારે તમે લેવી યાજકોને તમાંરા દેવ યહોવાના પવિત્ર કરાર કોશને ઉપાડીને લઈ જતાં જુઓ, ત્યારે બધાંએ છાવણી છોડી તેમને અનુસરવું.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 3:3
20 Iomraidhean Croise  

અને એમ થયું કે ઈશ્વરનો કોશ ઊંચકનારા છ ડગલાં ચાલ્યા, એટલે તેણે એક બળદ તથા એક પુષ્ટ પશુનું બલિદાન આપ્યું.


તેઓ ઈશ્વરના કોશને એક નવા ગાડામાં મૂકીને ગિબયામાં અબીનાદાબનું ઘર હતું, ત્યાંથી લાવતા હતા. અને અબીનાદાબના દિકરા ઊઝઝા તથા આહયો તે નવું ગાડું હાંકતા હતા.


ઇઝરાયલના સર્વ વડીલો આવ્યા, ને યાજકોએ કોશ ઉપાડ્યો.


તેમ જ મારી આગળ દહનીયાર્પણ ચઢાવનાર, ખાદ્યાર્પણ બાળનાર તથા નિત્ય યજ્ઞ કરનાર પુરુષની ખોટ લેવી યાજકોમાં પડશે નહિ.”


અને તેઓએ યહોવાના પર્વતથી ત્રણ દિવસનો માર્ગ કાપ્યો. અને એ ત્રણ દિવસમાં યહોવાનો કરારકોશ તેઓને માટે વિશ્રામસ્થાન શોધવા માટે તેઓની આગળ ચાલ્યો.


અને છાવણી ઊપડવાની હોય ત્યારે હારુન તથા પવિત્રસ્થાનના સર્વ સરસામાનને ઢાંકી રહે, ત્યાર પછી કહાથના પુત્રો તેને ઊંચકવાને આવે. પણ તેઓ કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ ન કરે, રખેને તેઓ માર્યા જાય. મુલાકાતમંડપના સંબંધમાં કહાથના દિકરાઓને ઊંચકવાનું તે એ છે.


પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “જો કોઈ મારી પાછળ આવવા ‍ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવવું.


અને એક શાસ્‍ત્રીએ પાસે આવીને તેમને કહ્યું, “ઓ ઉપદેશક, જ્યાં કહીં તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.”


મૂસાએ યહોવાનો કરારકોશ ઊંચકનારા લેવીઓને આજ્ઞા આપી કે,


અને મૂસાએ આ નિયમ લખીને યહોવાનો કરારકોશ ઊંચકનારા લેવીપુત્રો જે યાજકો, તેઓને તથા ઇઝરાયલના સર્વ વડીલોને તે આપ્યો.


તોપણ તમારી અને તેની વચ્ચે લગભગ બે હજાર હાથનું અંતર રહે. તેની છેક પાસે ન જશો, જેથી જે માર્ગે થઈને તમારે ચાલવું તે તમે જાણો; કેમ કે અગાઉ એ માર્ગે તમે ગયા નથી.”


ત્યાર પછી યહોશુઆએ યાજકોને ફરમાવ્યું, “કરારકોશ ઊંચકીને લોકોની આગળ પેલે પાર જાઓ.” અને તેઓ કરારકોશ ઊંચકીને લોકોની આગળ ચાલ્યા.


અને જે યાજકો કરારકોશ ઊંચકે છે તેઓને એવી આજ્ઞા કર કે યર્દનમાં પાણી આગળ તમે આવો ત્યારે યર્દનમાં ઊભા રહેજો.”


કેમ કે જે સર્વ આજ્ઞા ઓ મૂસાએ યહોશુઆને આપી હતી, તે પ્રમઆણે જે કંઈ લોકોને ફરમાવવાનું યહોવાએ યહોશુઆને કહ્યું હતું તે સઘળું પૂરું થયું ત્યાં સુધી કોશ ઊંચકનારા યાજકો યર્દન મધ્યે ઊભા થઈ રહ્યા. અને લોકો ઉતાવળ કરીને પાર ઊતરી ગયા.


અને નૂનના દીકરા યહોશુઆએ યાજકોને બોલાવીને કહ્યું, “કરારકોશ ઊંચકો, અને સાત યાજકો યહોવાના કોશની આગળ આગળ મેંઢાનાં શિંગનાં સાત રણશિંગડાં લઈને ચાલે.”


સ્‍ત્રીઓ [ના સંસર્ગ] થી જેઓ અપવિત્ર થયા નથી તેઓ એ છે, કેમ કે તેઓ કુંવારા છે. અને હલવાન જયાં જાય છે ત્યાં તેની પાછળ જે ચાલનારા છે તેઓ એ છે. તેઓને ઈશ્વરને માટે તથા હલવાનને માટે પ્રથમફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા.


પછી લેવીઓએ યહોવાનો કોશ તથા તેની સાથેના સોનાના દાગીનાવાળો દાબડો ઉતારીને તે મોટા પથ્થર પર મૂક્યા; અને બેથ-શેમેશના માણસોએ તે જ દિવસે યહોવાને દહનીયાર્પણો તથા યજ્ઞો કર્યાં.


Lean sinn:

Sanasan


Sanasan