Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 3:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને કોશ ઊંચકનારા જ્યારે યર્દનની પાસે આવ્યા, ને કોશ ઊંચકનારા યાજકોના પગ નદીના પાણીમાં પડ્યા, (કેમ કે કાપણીની આખી ઋતુઓ યર્દન નદી કાંઠાઓ ઉપર થઈને છલકાઈ જતી હતી, )

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 કરાર કોશને ઊંચકનારા યાજકો જયારે યર્દન પાસે આવ્યા અને તેઓના પગ પાણીમાં પડ્યા યર્દન કાપણીની પૂરી ઋતુ દરમિયાન તેના બન્ને કિનારે છલકાતી હતી

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 આ ઋતું પાકની કાપણીની હતી. યર્દન નદી બંને કાઠે ભરપૂર વહેતી હતી. યાજકોએ યર્દન નદીને કિનારે પહોંચીને તેના પાણીમાં પગ મૂકતાં જ ઉપરવાસથી આવતું પાણી થંભી ગયું.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 3:15
12 Iomraidhean Croise  

અને એલિયાએ એલિશાને કહ્યું, “કૃપા કરીને તું અહીં થોભ; કેમ કે યહોવાએ મને યર્દન મોકલ્યો છે.” અને એલિશાએ કહ્યું, “જીવતા યહોવાના સમ તથા તમારા જીવના સમ કે, હું તમને છોડીશ નહિ.” પછી તે બન્‍ને આગળ ચાલ્યા.


પહેલા માસમાં યર્દન [નદી] પોતાના કાંઠા પર થઈને છલકાઈ ગઈ હતી તે વખતે જેઓ તેની પાર ગયા, ને જેઓએ પુર્વના તથા પશ્ચિમના નીચાણના પ્રદેશમાં રહેનારા સર્વને નસાડી મૂક્યા હતા તેઓ એ છે.


બિન્યામીનના તથા યહૂદાના પુત્રોમાંના [કેટલાક] દાઉદની પાસે ગઢમાં આવ્યા.


પગથી તે ખૂંદાશે; હા, દીનોના પગથી, અને કંગાલોના પગથી [તે ખૂંદાશે].


[પ્રભુએ મને કહ્યું,] “તું પાયદળોની સાથે દોડયો, પણ તેઓએ તને થકવ્યો, ત્યારે તું ઘોડાઓની બરાબરી કેમ કરશે? જો કે શાંત પ્રદેશમાં તું નિર્ભય છે, તોપણ યર્દનના પૂરમાં તું કેમ કરશે?


જુઓ, સિંહ યર્દનના પૂરથી ચઢી આવે તેમ તે કાયમના રહેઠાણ પર ચઢી આવશે; પણ હું તેને ઓચિંતો ત્યાંથી નસાડીશ. અને જેને મેં પસંદ કર્યો છે તેને હું તેના પર ઠરાવીશ; કેમ કે મારા જેવો કોણ છે? અને મારે માટે મુદત કોણ ઠરાવે? અને મારી સામે ઊભો રહે એવો ઘેટાંપાળક કોણ છે?


તે સમુદ્રને ધમકાવીને તેને સૂકો કરી નાખે છે, ને બધી નદીઓને સૂકવી નાખે છે. બાશાન ઝૂરે છે, ને કાર્મેલ તથા લબાનોનનું ફૂલ કરમાય છે.


અને આખી પૃથ્વીના પ્રભુ યહોવાનો કોશ ઊંચકનારા યાજકોના પગ યર્દનનાં પઅણિમઆં પડતાં જ એમ થશે કે, યર્દનનું પાણી જે ઊંચેથી નીચલી તરફ વહે છે, તેના ભાગ પડી જશે. અને ઢગલો થઈને તે ઠરી રહેશે.”


અને યહોવાનો કરારકોશ ઊંચકનારા આવ્યા, ને યાજકોના પગનાં તળિયાં કોરી ભૂમિ પર પડ્યાં, ત્યારે એમ થયું કે યર્દનનું પાણી પોતાને સ્થળે પાછું આવીને પહેલાંની જેમ ચારે કાંઠે ભરપૂર થઈને વહેવા લાગ્યું.


Lean sinn:

Sanasan


Sanasan