Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 24:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 અને હારુનનો પુત્ર એલાઝાર મરણ પામ્યો; અને તેના પુત્ર ફીનહાસની જે ટેકરી, એફ્રાઈમના પહાડી પ્રદેશમાં તેને આપેલી હતી, તેના પર તેઓએ તેને દાટ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

33 આરોનનો પુત્ર એલાઝાર મરણ પામ્યો અને તેના પુત્ર ફિનહાસને એફ્રાઈમના પહાડીપ્રદેશમાં આપવામાં આવેલા નગર ગિબ્યામાં તેને દફનાવવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 હારુનનો પુત્ર એલાઝાર પણ મરણ પામ્યો. તેઓએ તેના પુત્ર ફીનહાસને એફ્રાઇમનાં પહાડી પ્રદેશમાં જે ગિબ્યા નગર અપાયેલું હતું તેમાં દફ્નાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 હારુનનો પુત્ર એલઆજાર મરણ પામ્યો ત્યારે તેને એફ્રાઈમના પર્વતીય પ્રદેશમાં તેના પુત્ર ફીનહાસને આપવામાં આવેલા ગિબયાહ નગરમાં દફનાવવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 24:33
22 Iomraidhean Croise  

વાત એમ નથી; પણ એફ્રાઈમના પહાડી મુલકનો એક માણસ, બિખ્રીનો દિકરો શેબા નામે છે, તેણે પોતાનો હાથ રાજા વિરુદ્ધ એટલે દાઉદ વિરુદ્ધ ઉઠાવ્યો છે. માત્ર તેને સ્વાધીન કરો, એટલે હું નગર છોડીને ચાલ્યો જઈશ.”


તેઓના નામ આ છે: એફ્રાઈમના પહાડી મુલકમાં, બેન-હૂર;


ગેહઝીએ કહ્યું, “સર્વ ક્ષેમકુશળ છે. મારા શેઠે મને મોકલીને કહાવ્યું છે, ‘જો, હમણાં જ એફ્રાઈમના પહાડી મુલકમાંથી પ્રબોધકોના પુત્રોમાંના બે જુવાન મારી પાસે આવ્યા છે. કૃપા કરીને તેમને માટે એક તાલંત રૂપું તથા બે જોડ વસ્ત્ર આપો.’”


શાલ્લૂમના પુત્ર હિલ્કિયાના પુત્ર અઝાર્યના પુત્ર સરાયાનો પુત્ર એઝરા


કેમ કે હું જાણું છું કે તમે મને મૃત્યુમાં, એટલે સર્વ સજીવોને માટે ઠરાવેલા ઘરમાં લઈ જશો.


કેમ કે તે જુએ છે કે બુદ્ધિવંતો મરે છે, મૂર્ખ તથા હેવાન જેવા સાથે નાશ પામે છે, અને પારકાઓને માટે પોતાનું ધન મૂકીને જાય છે.


અને હારુન આમ્મિનાદાબની પુત્રી નાહશોનની બહેન અલીશેબા સાથે પરણ્યો; અને તેને પેટે નાદાબ તથા અબીહૂ, એલાઝાર તથા ઇથામાર થયા.


અને હારુનનો પુત્ર એલાઝાર પૂટીએલની પુત્રીઓમાંની એકની સાથે પરણ્યો; અને તેને પેટે તેને ફીનહાસ થયો. તેઓ પોતાના પિતૃઓનાં કુટુંબો પ્રમાણે લેવી કુળના મુખ્ય પુરુષો હતા.


તમારા પૂર્વજો ક્યાં છે? અને પ્રબોધકો શું સદા જીવે છે?


અને હારુન યાજકનો દિકરો એલાઝાર લેવીઓના અધિપતિઓનો અધિપતિ થાય, અને પવિત્રસ્થાનની સંભાળ રાખનારાઓની તે દેખરેખ રાખે.


કેમ કે દાઉદ તો પોતાના જમાનામાં ઈશ્વરની ઇચ્છા પ્રમાણે સેવા કરીને ઊંઘી ગયો, અને તેને પોતાના પૂર્વજોની પડખે મૂકવામાં આવ્યો, અને તેને કોહવાણ લાગ્યું.


પણ એ તો સદાકાળ રહે છે, માટે એમનું યાજકપદ અવિકારી છે.


અને કનાન દેશમાં ઇઝરાયલીઓએ જે વારસા લીધા તે આ છે, અને તે એલાઝાર યાજકે તથા નૂનના દીકરા યહોશુઆએ તથા ઇઝરાયલ પ્રજાનાં કુળના પિતૃઓનાં [ઘરના] વડીલોએ તેઓને વહેંચી આપ્યા.


ઇઝરાયલીઓએ ગિલ્યાદ દેશમાં રુબેનપુત્રો તથા ગાદપુત્રો, તથા મનાશ્શાના અર્ધકુળની પાસે એલાઝાર યાજકના પુત્ર ફીનહાસને મોકલ્યો.


તે માણસ જ્યાં [જગા] મળે ત્યાં વસવા માટે તે નગરમાંથી એટલે બેથલેહેમ-યહૂદીયામાંથી ચાલી નીકળ્યો; અને મુસાફરી કરતો કરતો તે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં મિખાને ઘેર આવી પહોંચ્યો.


તેઓ ત્યાંથી એફ્રાઈમના પહાડી પ્રદેશમાં ગયા, અને મિખાને ઘેર આવ્યા.


અને હારુનના દીકરા એલાઝારનો દીકરો ફીનહાસ તે વખતે તેની સમક્ષ ઊભો રહેતો હતો, ) અને કહ્યું, “શું હું હજીએ ફરીથી મારા ભાઈ બિન્યામીનપુત્રો સાથે યુદ્ધ કરવા જાઉં, કે હું બંધ રાખું?” યહોવાએ કહ્યું, “જા, કેમ કે કાલે હું તેને તારા હાથમાં સોંપી દઈશ.”


એફ્રાઈમના પહાડી પ્રદેશના રામાથાઈમ સોફીમનો એક માણસ હતો, તેનું નામ એલ્કાના હતું; તે એફ્રાઈમી સૂફના દીકરા તોહૂના દીકરા અલીહૂના દીકરા યરોહામનો દીકરો હતો.


પછી તેણે એફ્રાઈમનો પહાડી પ્રદેશ ઓળંગ્યો, તેમજ શાલીશા દેશ ઓળંગ્યો, પણ તેઓને તે જડ્યાં નહિ. પછી તેઓએ શાલીમ દેશ ઓળંગ્યો, પણ તે ત્યાં નહોતાં; પછી તેણે બિન્યામીનીઓનો દેશ ઓળંગ્યો, પણ તેઓને તે જડ્યાં નહિ.


Lean sinn:

Sanasan


Sanasan