યહોશુઆ 24:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 અને શખેમમાં જે ભૂમિનો કટકો યાકૂબે શખેમના પિતા હમોરના દીકરાઓ પાસેથી સો રૂપિયે વેચાતો લીધો હતો તેમાં તેઓએ મિસરમાંથી ઇઝરાયલીઓએ લાવેલાં યૂસફનાં હાડકાં દાટ્યાં; અને તે યૂસફપુત્રોનો વારસો બન્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.32 ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી યોસેફનાં અસ્થિ લઈ આવ્યા હતા. તેમણે તે અસ્થિ, શખેમમાં યાકોબે શખેમના પિતા હમોર પાસેથી ચાંદીના સો સિક્કા આપીને ખરીદ કરેલા ભૂમિના ટુકડામાં દફનાવ્યા. એ ભૂમિ તો યોસેફના વંશજોને વારસામાં મળી હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 યૂસફના જે અસ્થિ ઇઝરાયલના લોકો મિસરમાંથી બહાર લાવ્યા હતા તેને તેઓએ શખેમમાં, જમીનનો જે ટુકડો યાકૂબે ચાંદીના સો સિક્કાની કિંમત આપીને શખેમના પિતા હમોરના દીકરાઓ પાસેથી વેચાતો લીધો હતો તેમાં દફનાવ્યાં. અને તે યૂસફના વંશજોનું વતન થયું. Faic an caibideilપવિત્ર બાઈબલ32 મિસર છોડયું ત્યારે ઇસ્રાએલી લોકોએ યૂસફનાં અસ્થિ સાથે લીધાં હતા. તેમણે યૂસફના અસ્થિને શેખેમમાં દફનાવ્યાં. જે ભૂમિ યાકૂબ દ્વારા હામોર કે જે શેખેમનો પિતા હતો તેની પાસેથી 100 ચાંદીના ટૂકડાની બદલીમાં ખરીદવામાં આવી હતી. અને તે જમીન યૂસફના કુટુંબને ભાગ તરીકે આપવામાં આવી હતી. Faic an caibideil |