Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 24:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને યહોશુઆએ સર્વ લોકોને કહ્યું, “જુઓ, આ પથ્થર આપણી વિરુદ્ધ સાક્ષી થશે; કેમ કે યહોવાએ પોતાની જે વાતો આપણી આગળ કહી તે સર્વ એણે સાંભળી છે. તો એ તમારી વિરુદ્ધ સાક્ષી થશે, રખેને તમે તમારા ઈશ્વરનો ઇનકાર કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 તેણે સર્વ લોકોને કહ્યું, “આ પથ્થર આપણો સાક્ષી છે. પ્રભુ આપણી સાથે જે વચનો બોલ્યા તે બધાં તેણે સાંભળ્યા છે. તેથી તે તમારી વિરુદ્ધ સાક્ષી બનશે, જેથી તે તમને તમારા ઈશ્વર વિરુદ્ધ બંડ કરતાં રોકે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 યહોશુઆએ સર્વ લોકોને કહ્યું, “જુઓ, આ પથ્થર આપણી મધ્યે સાક્ષી થશે. કેમ કે યહોવાહે જે વાતો આપણને કહી તે સર્વ તેણે સાંભળી છે. માટે તે તમારી વિરુદ્ધ સાક્ષી થશે, રખેને તમે તમારા યહોવાહનો ઇનકાર કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 પછી યહોશુઆએ લોકોને ઉદેશીને કહ્યું, “આ પથ્થર આપણો સાક્ષી છે, યહોવાએ આપણને જે કંઈ કહ્યું છે તે બધું તેણે સાંભળ્યુ છે. તમે જો તમાંરા યહોવા દેવનો વિરોધ કરશો, તે એ તમાંરી વિરુદ્ધ સાક્ષી પૂરશે.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 24:27
23 Iomraidhean Croise  

કેમ કે ઈશ્વર તરફથી આવતી આફતનો મને ભય હતો, અને તેના પ્રભાવને લીધે હું કંઈ પણ કરી શકતો નહોતો.


તો એ દોષ પણ ન્યાયાધીશોની શિક્ષાને પાત્ર હોત; કેમ કે ઉચ્ચસ્થાનમાં રહેનાર ઈશ્વરનો મેં ઈનકાર કર્યો હોત.


રખેને હું છલકાઈ જાઉં, અને તમારો નકાર કરીને કહું કે, ‘યહોવા કોણ છે?’ અથવા રખેને હું દરિદ્રી થઈને ચોરી કરું, અને મારા ઈશ્વરના નામની નિંદા કરાવું.”


હે આકાશો, સાંભળો; હે પૃથ્વી, કાન દે; કેમ કે યહોવા બોલ્યા છે: “મેં છોકરાંને ઉછેરીને મોટાં કર્યાં છે, પણ તેઓએ તો મારી વિરુદ્ધ બંડ કર્યું છે.


એટલે યહોવાની વિરુદ્ધ અપરાધ કરવો, તેમનો નકાર કરવો, તથા પોતાના ઈશ્વર [ની આજ્ઞા] ને અનુસરવાથી પાછા હઠી જવું, જુલમની તથા બંડની વાત બોલવી, હ્રદયમાં જૂઠી વાતનો વિચાર કરીને તેમનો ઉચ્ચાર કરવો [એ અમારાં પાપ છે].


કેમ કે ભીંતમાંથી પથ્થર બૂમ પાડશે, ને કાટમાંથી ભારોટિયો તેને [સામો] જવાબ આપશે.


પણ એક આખા માસ સુધી તમે તે ખાશો, એટલે સુધી કે તે તમારાં નસકોરામાંથી [પાછું] નીકળશે, ને તમે તેથી કંટાળી જશો, કેમ કે યહોવા જે તમારી મધ્યે છે તેનો તમે નકાર કર્યો છે, ને તેની આગળ રડી રડીને કહ્યું છે કે, અમે મિસરમાંથી કેમ નીકળી આવ્યા?”


પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે, તેનો નકાર હું પણ મારા આકાશમાંના પિતાની આગળ કરીશ.


તેમણે તેઓને ઉત્તર આપ્યો, “હું તમને કહું છું કે જો તેઓ છાના રહેશે તો પથરા પોકારી ઊઠશે.”


હું આજે આકાશને તથા પૃથ્વીને તમારી સામે સાક્ષી રાખું છું, કે મેં આજે તારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શાપ મૂક્યાં છે; માટે જીવન પસંદ કર, કે તું તથા તારાં સંતાન જીવતા રહે:


તો હવે તમે આ ગીત પોતાને માટે લખી લો, ને તું તે ઇઝરાયલી લોકોને શીખવ. તેઓને તે મોઢે કરાવ કે આ ગીત ઇઝરાયલી લોકોની વિરુદ્ધ મારે માટે સાક્ષીરૂપ થાય.


અને જ્યારે ઘણાં દુ:ખ તથા સંકટ તેઓ પર આવી પડશે, ત્યારે એમ થશે, કે આ ગીત સાક્ષીરૂપે તેઓની આગળ શાહેદી પૂરશે; કેમ કે તે તેઓના વંશજો ભૂલી જશે નહિ; કેમ કે હાલ પણ, એટલે જે દેશ વિષે મેં સમ ખાધા તેમાં હું તેઓને લાવું તે પહેલાં, તેઓ જે સંકલ્પવિકલ્પ કરે છે તે હું જાણું છું.”


‘આ નિયમનું પુસ્તક લો, ને યહોવા તમારા ઈશ્વરના કરારકોશની બાજુમાં રાખી મૂકો કે, તે તારી વિરુદ્ધ સાક્ષી તરીકે ત્યાં રહે.


“હે આકાશો, કાન ધરો ને હું બોલીશ; અને પૃથ્વી મારા મુખના શબ્દો સાંભળે:


તો હું આજે આકાશ તથા પૃથ્વીને તમારી સામે સાક્ષી રાખીને કહું છું કે, યર્દન ઊતરીને જે દેશનું વતન પ્રાપ્ત કરવાને તમે જાઓ છો, તેમાંથી જલદી તમારો પૂરો નાશ થઈ જશે. તેમાં તમે દીર્ધાયુષ્ય ભોગવશો નહિ, પણ તમારો પૂરો નાશ કરી નાખવામાં આવશે.


તેઓ ઈશ્વર વિષે જાણવાનો ડોળ કરે છે, પણ પોતાની કરણીઓથી તેઓ તેમનો નકાર કરે છે. તેઓ ધિક્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા, ને સર્વ સારાં કામને માટે નકામા છે.


અને રુબેનપુત્રોએ તથા ગાદપુત્રોએ તે વેદીનું નામ [એદ] પાડ્યું; કેમ કે [તેઓએ કહ્યું કે,] “તે આપણી વચ્ચે સાક્ષીરૂપ છે કે યહોવા એ જ ઈશ્વર છે.”


પછી યહોશુઆએ લોકોને, એટલે પ્રત્યેક માણસને, પોતપોતના વતનમાં રવાના કર્યા.


તારાં કામ હું જાણું છું (જુઓ, તારી આગળ મેં બારણું ઉઘાડું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકે તેમ નથી) કે, તારામાં થોડી શક્તિ છે, અને તેં મારી વાત પાળી છે, અને મારું નામ નાકબૂલ કર્યું નથી.


ત્યારે શમુએલે એક પથ્થર લઈને મિસ્પા તથા શેનની વચ્ચે તે ઊભો કર્યો, ને તેનું નામ એબેન-એઝેર પાડીને કહ્યું, “અત્યાર સુધી યહોવાએ આપણને સહાય કરી છે.”


Lean sinn:

Sanasan


Sanasan