Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 24:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 ત્યારે યહોશુઆએ લોકોને કહ્યું, “તમારાથી યહોવાની સેવા નહિ કરાય:કેમ કે તે તો પવિત્ર ઈશ્વર છે; તે આસ્થાધારી ઈશ્વર છે. તે તમારાં ઉલ્લંઘનની ને તમારાં પાપોની ક્ષમા નહિ કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 યહોશુઆએ લોકોને કહ્યું, “પણ તમે કદાચ પ્રભુની સેવા નહિ કરી શકો. તે તો પવિત્ર ઈશ્વર છે અને તમારાં પાપની ક્ષમા નહિ આપે; કારણ, તે પોતાના કોઈ પ્રતિસ્પર્ધીને સાંખી લેતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 પણ યહોશુઆએ લોકોને કહ્યું, “તમે યહોવાહની સેવા કરી શકશો નહિ, કેમ કે તે પવિત્ર ઈશ્વર છે; તે આવેશી યહોવાહ છે; તે તમારાં ઉલ્લંઘનો અને તમારા પાપોની ક્ષમા કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 પરંતુ યહોશુઆએ લોકોને જણાવ્યું, “તમાંરાથી યહોવાની સેવા થઈ શકે નહિ, કારણ, એ પવિત્ર દેવ છે. એકનિષ્ઠા માંગનાર દેવ છે. અને એ તમાંરાં ઉલ્લંઘનો કે પાપો માંફ નહિ કરે.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 24:19
30 Iomraidhean Croise  

પણ તેઓએ ઈશ્વરના સંદેશિયાઓને મશ્કરીમાં ઉડાવ્યાં. તેમનાં વચનોનો અને પ્રબોધકોનો તિરસ્કાર કર્યો, તેથી યહોવાએ પોતાના લોક ઉપર એટલો બધો ક્રોધ ચઢ્યો કે, કંઈ જ ઉપાય રહ્યો નહિ.


તેઓ તમારા મહાન તથા ભયાવહ નામની સ્તુતિ કરો; તે પવિત્ર છે.


તમે આપણા ઈશ્વર યહોવાને મોટા માનો, અને તેમના પાયાસન પાસે ભજન કરો; તે પવિત્ર છે.


આપણા ઈશ્વર યહોવાને મોટા માનો, તેમના પવિત્ર પર્વત પર ભજન કરો; કેમ કે આપણા ઈશ્વર યહોવા પવિત્ર છે.


તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું, જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી પિતાઓના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર,


તેની વાતને ધ્યાન દેજે, ને તેની વાણી સાંભળજે, તેને ક્રોધ ચઢાવીશ નહિ. કેમ કે તે તમારો અપરાધ માફ કરશે નહિ. કેમ કે તે તમારો અપરાધ માફ કરશે નહિ; કારણ કે મારું નામ તેનામાં છે.


કેમ કે તારે કોઈ અન્ય દેવની પૂજા કરવી નહિ; કેમ કે હું યહોવા છું, ને મારું નામ કોઈ બીજાને આપવા ન દઉં એવો ઈશ્વર છું,


હજારો પર કૃપા રાખનાર, અન્યાય તથા ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર; પિતાના અન્યાયને લીધે છોકરાં પર અને છોકરાનાં છોકરાં પર, ત્રીજીચોથી પેઢી સુધી બદલો વાળનાર.”


દરિદ્રી પ્રણામ કરે છે, અને ધનવાન પણ નમે છે. એથી જ તમે તેઓને માફ કરશો નહિ.


તેની ડાળીઓ સુકાશે ત્યારે તેઓને ભાંગી નાખવામાં આવશે; અને સ્ત્રીઓ આવીને તેમનું બળતણ કરશે; કેમ કે આ લોક સમજણા નથી; તે માટે તેમનો કર્તા તેમના પર દયા કરશે નહિ, ને તેમને બનાવનાર તેમના પર કૃપા કરશે નહિ.


માર્ગમાંથી નીકળી જાઓ, રસ્તા પરથી બાજુએ ખસી જાઓ, અમારી આગળથી ઈઝરાયલના પવિત્ર ઈશ્વર ને દૂર કરો.’”


પ્રભુ યહોવા ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર કહે છે, “પાછા ફરવાથી ને શાંત રહેવાથી તમે તારણ પામશો; શાંત રહેવાથી તથા ભરોસો રાખવાથી તમને સામર્થ્ય મળશે.” પણ તમે એમ કરવા ચાહ્યું નહિ.


પણ સૈન્યોના ઈશ્વર યહોવા તેમનાં ન્યાયકૃત્યોને લીધે મોટા મનાય છે, અને ઈશ્વર જે પવિત્ર છે તે ન્યાયથી પવિત્ર મનાય છે.


અને મૂસાએ હારુનને કહ્યું, “યહોવાએ જે ફરમાવ્યું છે તે આ છે કે, જેઓ મારી પાસે આવે તેઓ મધ્યે હું પવિત્ર મનાઉં ને હું સર્વ લોકોની આગળ ગૌરવવાન મનાઉં.” અને હારુન છાનો રહ્યો.


કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું; એ માટે તમે પોતાને શુદ્ધ કરો, ને તમે પવિત્ર થાઓ; કેમ કે હું પવિત્ર છું; અને જમીન પર પેટે ચાલનાર કોઈ પણ પ્રાણીથી પોતાને અશુદ્ધ ન કરો.


કેમ કે તમારો ઈશ્વર થવા માટે મિસર દેશમાંથી તમને બહાર કાઢી લાવનાર હું યહોવા છું; માટે તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું.


“ઇઝરાલી લોકોને વાત કરતાં કહે કે, તમે પવિત્ર થાઓ; કેમ કે હું યહોવા તમારો ઈશ્વર પવિત્ર છું.


અને તમે પવિત્ર [લોક] થાઓ; કેમ કે હું યહોવા પવિત્ર છું ને મેં તમને વિદેશીઓથી અગલ કર્યા છે, એ માટે તમે મારા થાઓ.


એ માટે તમે પોતાને શુદ્ધ કરો, ને તમે પવિત્ર થાઓ; કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું.


યહોવા આવેશી ઈશ્વર છે ને તે બદલો લેનાર છે. યહોવા બદલો લે છે, તે કોપાયમાન થયા છે. યહોવા પોતાના વૈરીઓને બદલો આપે છે, ને તે પોતાના શત્રુઓને માટે [કોપ] સંઘરી રાખે છે.


તમારી આંખો એવી પવિત્ર છે કે તમે દુષ્ટતાને જોઈ શકતા નથી, ને ભ્રષ્ટતા પર નજર કરી શકતા નથી. તમે એવા છતાં કપટીઓને કેમ જોઈ ખમો છો, ને જ્યારે દુષ્ટ માણસો પોતાના કરતાં વધારે નેક પુરુષોને ગળી જાય છે, ત્યારે તમે કેમ છાના રહો છો?


કોઈથી બે માલિકની ચાકરી કરાય નહિ, કેમ કે તે એક ૫ર દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે; અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે, ઈશ્વરની તથા દ્રવ્યની સેવા તમારાથી થઈ શકે નહિ.


અને સર્વ લોકોને એટલે દેશમાં રહેનારા અમોરીઓને યહોવાએ અમારી આગળથી કાઢી મૂક્યા છે, તે માટે અમે પણ યહોવાની સેવા કરીશું; કેમ કે તે અમારા ઈશ્વર છે.”


[તેણે કહ્યું] , “તો હવે તમારી મધ્યે જે અન્ય દેવો છે તેમને દૂર કરો, ને તમારું હ્રદય ઇઝરાયલના ઈશ્વર યહોવાની તરફ વાળો.”


ત્યારે નાઓમીએ કહ્યું, “જો, તારી દેરાણી પોતાના લોકોની પાસે તથા પોતાના દેવતાની પાસે પાછી ગઈ છે, તું પણ તારી દેરાણીની પાછળ પાછી જા.”


એ કારણથી એલીના કુટુંબ વિષે મેં પ્રતિજ્ઞા લીધી છે કે, યજ્ઞથી કે અર્પણથી એલીના કુટુંબની દુષ્ટતાનું પ્રાયશ્ચિત કદી પણ થશે નહિ.”


ત્યારે બેથ-શેમેશના માણસોએ કહ્યું, “યહોવા એટલે આ પવિત્ર ઈશ્વર આગળ કોણ ઊભું રહી શકે? અને અમારી પાસેથી બીજા કોને ત્યાં તે જાય?”


Lean sinn:

Sanasan


Sanasan