Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 24:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને સર્વ લોકોને એટલે દેશમાં રહેનારા અમોરીઓને યહોવાએ અમારી આગળથી કાઢી મૂક્યા છે, તે માટે અમે પણ યહોવાની સેવા કરીશું; કેમ કે તે અમારા ઈશ્વર છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 આ દેશમાં અમે આગળ વયા તેમ તેમ અહીં રહેતા સર્વ અમોરી લોકોને પ્રભુએ હાંકી કાઢયા. તેથી અમે પણ પ્રભુની જ સેવા કરીશુ; તે જ અમારા ઈશ્વર છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 યહોવાહે તે દેશમાં રહેનારા સર્વ અમોરી લોકોને અમારી આગળથી કાઢી મૂક્યા છે. તેથી અમે પણ યહોવાહની સેવા કરીશું, કેમ કે તે જ અમારા યહોવાહ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 તેમણે જ અમોરીઓને અને આ દેશમાં રહેતા બીજા બધા લોકોને અમાંરા માંર્ગમાંથી હાંકી કાઢયા હતા. એટલે અમે પણ યહોવાની જ સેવા કરીશું. કારણ તે અમાંરા દેવ છે.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 24:18
13 Iomraidhean Croise  

હે યહોવા, ખરેખર, હું તમારો દાસ છું; તમારો જ દાસ, તમારી દાસીનો દીકરો છું; તમે મારાં બંધન છોડ્યાં છે.


અને એ માટે જે કામો મેં મિસર ઉપર કર્યાં છે, ને જે ચિહ્નો મેં તેઓ મધ્યે કર્યાં છે, તે તું તારા દીકરાને તથા તારા દીકરાના દીકરાને કહી સંભળાવે; કે તમે જાણો કે હું યહોવા છું.”


યાહ મારું સામર્થ્ય તથા ગીત છે, ને તે મારું તારણ થયા છે; તે મારા ઈશ્વર છે, ને હું તેમની સ્તુતિ કરીશ; તે મારા પિતાના ઈશ્વર છે, ને હું તેમને મોટા માનીશ;


અને લાલ સમુદ્રથી તે પલિસ્તીઓના સમુદ્ર સુધી, ને અરણ્યથી તે નદી સુધી હું તારી સરહદ ઠરાવીશ; કેમ કે દેશના રહેવાસીઓને હું તમારા હાથમાં સોંપીશ; અને તું તેઓને તારી આગળથી હાંકી કાઢીશ.


ઘણી પ્રજાઓ કહેશે, “ચાલો, આપણે યહોવાના પર્વત ઉપર તથા યાકૂબના ઈશ્વરને મંદિરે જઈએ. તે આપણને તેના માર્ગો વિષે શીખવશે, ને આપણે તેમના પંથમાં ચાલીશું; કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી તથા યહોવાનાં વચન યરુશાલેમમાંથી નીકળશે.


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, તે સમયે દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દશ માણસો કોઈ એક યહૂદી માણસની ચાળ પકડીને કહેશે કે, ‘અમે તારી સાથે આવીશું, કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તમારી સાથે છે.’”


વળી પોતાના સમયમાં આપણા પૂર્વજો પણ યહોશુઆ સહિત તે [સાક્ષ્યમંડપ] ને [અન્ય] પ્રજાઓ (જેઓને ઈશ્વરે આપણા પૂર્વજોની આગળથી હાંકી કાઢી) તેઓનું વતન પ્રાપ્ત કરીને અંદર લાવ્યા તે [સાક્ષ્યમંડપ] દાઉદના વખત સુધી રહ્યો.


તે જ તારું સ્‍તોત્ર છે, ને તે જ તારા ઈશ્વર છે કે, જેમણે તારે માટે આ મહાન ને ભયંકર કૃત્યો તારા જોતાં કર્યા છે.


સનાતન ઈશ્વર તે તારું રહેઠાણ છે, અને તારી નીચે અનંત બાહુઓ છે; અને તેમણે તારી આગળથી શત્રુને હાંકી કાઢ્યા, અને કહ્યું, કે નાશ કર.


કેમ કે યહોવાએ તમારી આગળથી મોટી અને પરાક્રમી દેશજાતિઓને હાંકી કાઢી છે; પણ તમારી સામે તો આજ સુધી કોઈ પણ ટક્યો નથી.


કેમ કે જે અમને ને અમારા પિતૃઓને મિસર દેશમાંથી, એટલે ગુલામીના ઘરમાંથી, કાઢી લાવ્યા, ને જેમણે અમારા જોતાં તે મોટા ચમત્કાર કર્યા, ને અમે જે રસ્તે ચાલ્યા તે આખા રસ્તામાં, ને જે સર્વ લોકો મધ્યે થઈને અમે ચાલ્યા તેઓ મધ્યે અમારું રક્ષણ કર્યું, તે જ યહોવા અમારા ઈશ્વર છે;


ત્યારે યહોશુઆએ લોકોને કહ્યું, “તમારાથી યહોવાની સેવા નહિ કરાય:કેમ કે તે તો પવિત્ર ઈશ્વર છે; તે આસ્થાધારી ઈશ્વર છે. તે તમારાં ઉલ્લંઘનની ને તમારાં પાપોની ક્ષમા નહિ કરે.


Lean sinn:

Sanasan


Sanasan