Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 24:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 પછી તમે યર્દન ઊતરીને યરીખો પાસે આવી પહોંચ્યા; ત્યારે યરીખોના માણસોએ, એટલે અમોરીઓ, પરીઝીઓ, કનાનીઓ, હિત્તીઓ, ગિર્ગાશીઓ, હિવ્વીઓ ને યબૂસીઓએ તમારી સાથે યુદ્ધ કર્યું, અને મેં તેઓને તમારા હાથમાં સોંપી દીધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 તમે યર્દન ઓળંગીને યરીખો આવ્યા. યરીખોના માણસોએ અને એ જ પ્રમાણે અમોરી, પરિઝ્ઝી, કનાની, હિત્તી, ગિર્ગાશી, હિવ્વી અને યબૂસી એ બધાએ તમારી સામે લડાઈ કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પછી તમે યર્દનથી પાર ઊતરીને યરીખો પાસે આવ્યા. ત્યારે યરીખોના આગેવાનો, અમોરી, પરિઝી, કનાની, હિત્તી, ગિર્ગાશી, હિવ્વી અને યબૂસી લોકોએ તમારી સાથે યુદ્ધ કર્યું. મેં તમને તેઓના પર વિજય આપ્યો અને તેઓને તમારા નિયંત્રણમાં સોંપી દીધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 “‘પછી તમે યર્દન નદી પાર કરીને યરીખોમાં આવ્યા. યરીખોના માંણસોએ તમાંરી વિરુદ્ધ યુદ્ધ કર્યુ અને એવા બીજા ઘણાં એટલે કે પરિઝઝીઓ, અમોરીઓ, કનાનીઓ, હિત્તીઓ, ગિર્ગાશીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ તમાંરી સામે યુદ્ધે ચડયા, પણ મેં તમાંરા હાથમાં સોંપી દીધા.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 24:11
25 Iomraidhean Croise  

એટલે કેનીઓનો તથા કનિઝીઓનો તથા કાદમોનીઓનો,


વળી તેમણે તેઓને વિદેશીઓના દેશ આપ્યા; અને તે લોકોએ કરેલા શ્રમનાં ફળનો વારસો તેમને મળ્યો;


સમુદ્ર તે જોઈને નાઠો; યર્દન નદી પાછી હઠી.


અરે સમુદ્ર, તને શું થયું કે તું નાસી ગયો? અરે યર્દન, તું કેમ પાછી હઠી?


અને જ્યારે યહોવા કનાનીઓનો તથા હિત્તીઓનો તથા યબૂસીઓનો દેશ જે તને આપવાના સોગન તેમણે તારા પિતૃઓની આગળ ખાધા હતા, તે દૂધમધની રેલછેલવાળા દેશમાં તને લાવે, ત્યારે એમ થાય કે, આ માસમાં તારે આ પ્રમાણે ક્રિયા કરવી.


કેમ કે મારો દૂત તારી આગળ ચાલશે, ને અમોરી તથા હિત્તી તથા પરીઝી તથા કનાની, હિવ્વી તથા યબૂસી લોકની પાસે તે તને લઈ જશે; અને હું તેઓને નષ્ટ કરીશ.


વળી તારી આગળ હું ભમરીઓને મોકલીશ, ને તે હિવ્વી તથા કનાની તથા હિત્તી લોકોને તારી આગળથી હાંકી કાઢીશે.


અને લાલ સમુદ્રથી તે પલિસ્તીઓના સમુદ્ર સુધી, ને અરણ્યથી તે નદી સુધી હું તારી સરહદ ઠરાવીશ; કેમ કે દેશના રહેવાસીઓને હું તમારા હાથમાં સોંપીશ; અને તું તેઓને તારી આગળથી હાંકી કાઢીશ.


અને કહ્યુમ છે કે, હું તમને મિસરનિ વિપત્તિમાંથી કાઢીને તમને કનાનીઓના તથા હિત્તીઓના તથા અમોરીઓના તથા પરીઝીઓના તથા હિવ્વીઓના તથા યબૂસીઓના દેશમાં, એટલે દૂધ તથા મધની રેલછેલવાળા દેશમાં, લઈ જઈશ.’


અને મિસરીઓના હાથમાંથી તેઓને છોડાવવા માટે, તે દેશમાંથી તોએને કાઢીને, એક સારો તથા વિશાળ દેશ, બલ્કે દૂધમધની રેલછેલવાળો દેશ જ્યાં કનાની તથા હિત્તી તથા અમોરી તથા પરીઝી તથા હિવ્વી તથા યબૂસી લોકો રહે છે, ત્યાં તેમને લઈ જવા માટે હું ઊતર્યો છું.


અને તારી આગળ હું દૂતને મોકલીશ; અને કનાની તથા અમોરી તથા હિત્તી તથા પરિઝી તથા હિવ્વી તથા યબૂસીને હું હાંકી કાઢીશ;


અને કનાન દેશમાંનાં સાત રાજ્યોના લોકોનો નાશ કરીને તેમણે તેઓનો દેશ આશરે ચારસો પચાસ વર્ષ સુધી તેઓને વતન તરીકે આપ્યો.


વળી પોતાના સમયમાં આપણા પૂર્વજો પણ યહોશુઆ સહિત તે [સાક્ષ્યમંડપ] ને [અન્ય] પ્રજાઓ (જેઓને ઈશ્વરે આપણા પૂર્વજોની આગળથી હાંકી કાઢી) તેઓનું વતન પ્રાપ્ત કરીને અંદર લાવ્યા તે [સાક્ષ્યમંડપ] દાઉદના વખત સુધી રહ્યો.


જે દેશનું વતન પામવા માટે તું જાય છે તેમાં જ્યારે યહોવા તારા ઈશ્વર તને લાવે, ને ઘણી દેશજાતિઓને તારી આગળથી હાંકી કાઢે, એટલે હિત્તીઓ તથા ગિર્ગાશીઓ તથા અમોરીઓ તથા કનાનીઓ તથા પરિઝીઓ તથા હિવ્વીઓ તથા યબૂસીઓ, એ તારા કરતાં મોટી તથા બળવાન સાત દેશજાતિઓને [હાંકી કાઢે].


અને યહોશુઆએ કહ્યું, “આ ઉપરથી તમે જાણશો કે જીવતા ઈશ્વર તમારી મધ્યે છે, ને કનાનીઓ તથા હિત્તીઓ તથા હિવ્વીઓ તથા પરિઝીઓ તથા ગિર્ગાશીઓ તથા અમોરીઓ તથા યબૂસીઓને તે નક્કી તમારી આગળથી હાંકી કાઢશે.


અને આખી પ્રજા યર્દન ઊતરી રહી ત્યારે એમ થયું કે, યહોવાએ યહોશુઆને કહ્યું,


અને લોકો પહેલા માસને દશમે દિવસે યર્દનમાંથી નિકળી આવ્યા, અને યરીખોની પૂર્વ તરફની સીમા ઉપર ગિલ્ગાલમાં તેઓએ છાવણી કરી.


કેમ કે જેમ તમારા ઈશ્વર યહોવાએ સૂફ સમુદ્રને કર્યું, એટલે અમે પાર ઊતરી રહ્યા ત્યાં સુધી તેમણે તેને અમારી આગળ સૂકવી નાખ્યો, તેમ તમારા ઈશ્વર યહોવાએ તમે યર્દનની પાર ઊતરી રહ્યા ત્યાં સુધી તમારી આગળ તે નદીનાં પાણી સૂકવી નાખ્યાં.


તેઓ એકસંપ કરીને યહોશુઆની સામે ને ઇઝરાયલી લોકોની સામે યુદ્ધ કરવા ભેગા થયા.


Lean sinn:

Sanasan


Sanasan