Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 23:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 માટે મૂસાના નિયમશાસ્‍ત્રના પુસ્તકમં જે જે લખેલું છે, તે સર્વ પાળવાને તથા અમલમાં લાવવાને ઘણા હિમ્મતવાન થાઓ કે, તમે તેમાંથી જમણે કે ડાબે હાથે ફરો નહિ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તેથી મોશેના નિયમશાસ્ત્રમાં જે જે લખેલું છે તે બધું પાળવાને અને તે પ્રમાણે કરવાને કાળજી રાખો; તેમાંથી લેશમાત્ર ચલિત થશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેથી મૂસાના નિયમશાસ્ત્રના પુસ્તકમાં જે લખ્યું છે, તે સઘળું પાળવાને તથા અમલ કરવાને માટે તમે ઘણાં બળવાન તથા હિંમતવાન થાઓ કે તેમાંથી જમણે કે ડાબે હાથે ફરો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “તેથી મૂસાએ મૂસાના નિયમ શાસ્ત્રનાં પુસ્તકમાં જે કંઈ લખ્યું છે, તે બધી વસ્તુઓ તેમાંની દરેકે પાળવી જોઈએ. તે નિયમથી ફરી ન જાઓ.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 23:6
14 Iomraidhean Croise  

જેમ મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલું છે તેમ તારા ઈશ્વર યહોવાના માર્ગમાં ચાલીને, તથા તેમના વિધિઓ, તેમની આજ્ઞાઓ, તેમના હુકમો, તથા તેમના સાક્ષ્યો પાળીને તેમના ફરમાનનો અમલ કર; એ માટે કે જે જે તું કરે તેમાં, તથા જ્યાં કહીં તું જાય ત્યાં તું ફતેહ પામે.


હું કંઈ અધમ વસ્તુ મારી દષ્ટિમાં રાખીશ નહિ; પાછા હઠનારાના કામથી હું કંટાળું છું; [તેમની કંઈ અસર] મને થશે નહિ.


હું તમારાં ન્યાયવચનોથી ખસી ગયો નથી; કેમ કે તમે મને શિક્ષણ આપ્યું છે.


ધનુષ્ય ખેંચવામાં આવે છે તેમ તેઓ જૂઠું બોલવા માટે પોતાની જીભ ખેંચે છે. દેશમાં તેઓ પરાક્રમી થયા છે ખરા, પણ સત્યને માટે તેઓ પરાક્રમી નથી. તેઓ દુષ્કર્મ કર્યા પછી એથી અધિક દુષ્કર્મ કરવા જાય છે, અને તેઓ મને ઓળખતા નથી, ” એવું યહોવા કહે છે.


જાગૃત રહો, વિશ્વાસમાં દઢ રહો, પુરુષાતન દેખાડો, બળવાન થાઓ.


જે જે વિષે હું તમને આજ્ઞા આપું છું તે તે તમારે કાળજી રાખીને કરવું. તારે તેમાં કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ


એ માટે કે તેનું હ્રદય તેના ભાઈઓ પ્રત્યે ગર્વિષ્ટ ન થઈ જાય, ને તે આ થી તે ડાબે કે જમણે ભટકી ન જાય. એ માટે કે ઇઝરાયલ મધ્યે તેના રાજ્યમાં તેની તથા તેનાં ફરજંદની આવરદા વધે.


અને જે વચનો આજે હું તને ફરમાવું છું તેઓમાંના કોઈથી જો તું જમણે કે ડાબે ફરી જઈને અન્ય દેવાની સેવા કરવા તેઓની પાછળ નહિ જાય, તો [એમ થશે].


માટે યહોવા તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે તે પ્રમાણે તમારે કાળજી રાખીને વર્તવું. તમારે ડાબે કે જમણે હાથે વળવું નહિ.


તમે પાપની સામા બાથ ભીડો છો, પણ રક્તપાત સુધી [તમે હજી બાથ ભીડી] નથી.


પણ બીકણો અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારા, મૂર્તિપૂજકો તથા સર્વજૂઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં છે! એ જ બીજું મરણ છે.”


Lean sinn:

Sanasan


Sanasan