Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 23:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તમારામાંનો એક માણસ હજારને નસાડતો; કેમ કે તમારા ઈશ્વર યહોવાએ તમને જેમ કહ્યું તેમ તે પોતે તમારે માટે યુદ્ધ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 તમને આપેલા વચન પ્રમાણે પ્રભુ પોતે તમારે માટે લડતા હોવાથી તમારામાંથી એક માણસ હજાર માણસોને નસાડતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તમારામાંનો એક માણસ હજારને ભારે પડતો હતો. કેમ કે તમારા યહોવાહ, પ્રભુએ, જેમ તમને વચન આપ્યુ હતું તેમ, તે પોતે તમારે સારુ યુદ્ધ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તમાંરામાંના પ્રત્યેક જણ હજારોને ભગાડી શકે તેમ છે, કારણ, તમાંરો દેવ યહોવા વચન મુજબ તમાંરા વતી લડે છે.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 23:10
27 Iomraidhean Croise  

દાઉદના શૂરવીરો હતા તેમનાં નામ આ છે: મુખ્ય સરદાર તાહખમોની યોશેબ-બાશ્શેથ; જે અસ્ની અદીનોએ એક જ વેળાએ આઠસોને માર્યા હતા તે જ એ હતો.


તેઓએ યુદ્ધમાં ઈશ્વરને વિનંતિ કરી, ને તેમણે તેઓની વિનંતી માન્ય કરી; કારણ કે તેઓ તેમના પર ભરોસો રાખતા હતા. તેથી તેઓની વિરુદ્ધ તેઓને ઈશ્વરની સહાય મળવાથી હાગ્રીઓ તથા જે સર્વ તેઓની સાથે હતા તેઓ તેઓથી હારી ગયા.


તેઓમાંના ઘણાખરા તો કતલ થઈ ગયા હતા, કેમ કે તે યુદ્ધ ઈશ્વરનું હતું તેઓ એમની જગાએ બંદીવાસ થતાં સુધી વસ્યા.


હે યહોવા, મારી સાથે વાદ કરનારની સાથે તમે વાદ કરો; મારી સામે લડનારની સામે તમે લડો.


આપણી સાથે સૈન્યોના [સરદાર] યહોવા છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. (સેલાહ)


યહોવા તમારે માટે યુદ્ધ કરશે, ને તમારે શાંત રહેવું.”


તમે એકની ધમકીથી એક હજાર નાસી જશો; પાંચની ધમકીથી તમે બધા નાસી જશો; અને તમે માત્ર પર્વત પરના ધ્વજદંડ જેવા, ને ડુંગર પર નિશાનના જેવા થોડાંજ રહી જશો.


અને તમે તમારા શત્રુઓને નસાડશો, ને તેઓ તમારી આગળ તરવારથી પડશે.


અને તમારામાંના પાંચ તે સોને નસાડશે, ને તમારામાંનઅ સો તે દસ હજારને નસાડશે. અને તમારા શત્રુઓ તમારી આગળ તરવારથી પડશે.


તે યહોવા યરુશાલેમના રહેવાસીઓનું રક્ષણ કરશે; અને તે દિવસે તેઓમાં જે નિર્બળ હશે તે દાઉદના જેવો થશે. અને દાઉદના વંશજો તેઓની નજરમાં ઈશ્વરના જેવા, યહોવાના દૂત જેવા થશે.


તો એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? જો ઈશ્વર આપણા પક્ષના છે તો આપણી સામો કોણ?


અને તેઓને કહે કે, હે ઇઝરાયલ, સાંભળો, આજે તમે તમારા શત્રુઓની સામે યુદ્ધ કરવાને આવ્યા છો. તો તમે નાહિમ્મત ન થાઓ. બીહો નહિ, ને ધ્રૂજો નહિ, તેમજ તેઓથી ભયભીત ન થાઓ;


કેમ કે તમને બચાવવાને તમારે પક્ષે રહીને તમારા શત્રુઓની સામે લડવાને તમારી સાથે જે જાય છે તે તો યહોવા તમારા ઈશ્વર છે.


તારા જે શત્રુઓ તારી સામે ચઢી આવે તેઓને યહોવા તારી આગળ માર ખવડાવશે. તારી સામે તેઓ એક માર્ગે ધસી આવશે ને તારી સામેથી સાત માર્ગે નાસી જશે.


તમે તેઓથી ડરશો નહિ; કેમ કે યહોવા તમારો ઈશ્વર પોતે તમારે પક્ષે યુદ્ધ કરે છે.


અને તેમણે કહ્યું, ‘તેઓથી હું મારું મુખ સંતાડીશ, [ત્યારે] તેઓના હાલ કેવા થશે તે હું જોઈશ. કેમ કે તેઓ ઘણી હઠીલી પેઢી, અને વિશ્વાસઘાતી છોકરાં છે.


જો તેઓના ખડકે તેઓને વેચ્યા ન હોત, અને યહોવાએ તેમને સોંપી દીધા ન હોત, તો હજારની પાછળ એક કેમ ઘાત, અને દેશ હજારને બે [કેમ] નસાડી મૂકત?


અને એ સર્વ રાજાઓને ને તેઓના દેશને યહોશુઆએ એક જ વખતે કબજે કર્યા, કેમ કે ઇઝરાયલનાં ઈશ્વરનાં યહોવા ઇઝરાયલ માટે લડતાં હતાં.


તો તમારા ઈશ્વર યહોવા પર પ્રેમ રાખવાની ઘણી કાળજી રાખો.


અને તમારા ઈશ્વર યહોવાએ તમારે માટે આ સર્વ દેશજાતિઓને જે જે કર્યું, તે સર્વ તમે જોયું છે; કેમ કે તમારા ઈશ્વર યહોવાએ પોતે જ તમારે માટે યુદ્ધ કર્યું છે.


પછી તેને ગધેડાનું તાજું જડબું મળ્યું; પોતાનો હાથ લંબાવી તે લઈને તે વડે તેણે એક હજાર માણસોને મારી નાખ્યા.


તેના પછી આનાથનો દીકરો શામ્ગાર થયો, તેણે બળદ હાંકવાની પરોણીથી છસો પલિસ્તીઓને મારી નાખ્યા. અને તેણે પણ ઇઝરાયલનો બચાવ કર્યો.


યોનાથાને પોતાના શસ્‍ત્રવાહક જુવાનને કહ્યું, “ચાલ, આપણે આ બેસુન્‍નત લોકની છાવણીમાં જઈએ. કદાચ યહોવા આપણને સહાય કરશે; કેમ કે થોડાની મારફતે કે ઘણાની મારફતે બચાવવાને યહોવાને કંઈ અડચણ નથી.”


Lean sinn:

Sanasan


Sanasan