Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 22:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 અને એલાઝાર યાજકના દીકરા ફીનહાસે રુબેનપુત્રોને તથા ગાદપુત્રોને તથા મનાશ્શાનાપુત્રોને કહ્યું, “આજે અમને ખાતરી થઈ છે કે યહોવા આપણી મધ્યે છે, કેમ કે આમાં તમે યહોવાની આ નું ઉલ્લંઘન કર્યું નથી; હવે તો તમે ઇઝરાયલીઓને યહોવાના હાથમાંથી છોડાવ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

31 એલાઝાર યજ્ઞકારના પુત્ર ફિનહાસે રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાનાં કુળોના લોકોને કહ્યું, “હવે અમને ખાતરી થાય છે કે પ્રભુ આપણી સાથે છે. તમે તેમની વિરુદ્ધ વિદ્રોહ કર્યો ન હોઈ, તમે ઇઝરાયલી લોકોને પ્રભુની શિક્ષાથી બચાવી લીધા છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 એલાઝાર યાજકના દીકરા ફીનહાસે રુબેનના પુત્રોને, ગાદના પુત્રોને તથા મનાશ્શાના પુત્રોને કહ્યું, “આજે અમે સમજ્યા છીએ કે યહોવાહ આપણી મધ્યે છે, કેમ કે તમે આ બાબતે યહોવાહની વિરુદ્ધ ઉલ્લંઘન કર્યું નથી. હવે તો તમે ઇઝરાયલના લોકોને યહોવાહનાં હાથમાંથી છોડાવ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 પછી યાજક એલઆજારના પુત્ર ફીનહાસે રૂબેન, ગાદ અને મનાશ્શાના લોકોને કહ્યું, “હવે અમને ખાતરી થઈ છે કે યહોવા આપણી વચ્ચે છે, કારણ તમે બધાએ યહોવા સામે બળવો કર્યો નથી, એથી તમે યહોવાની સજામાંથી ઇસ્રાએલીઓને ઉગારી લીધા છે.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 22:31
13 Iomraidhean Croise  

તેથી તે આસાને મળવા ગયો, ને તેન કહ્યું, “આસા, અને સર્વ યહૂદા તથા બુન્યામીન, મારું સાંભળો; જ્યાં સુધી તમે યહોવાના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે; જો તમે તેને શોધશો, તો તે તમને મળશે; પણ જો તમે તેમને તજી દેશો તો તે તમને તજી દેશે.


શાલ્લૂમના પુત્ર હિલ્કિયાના પુત્ર અઝાર્યના પુત્ર સરાયાનો પુત્ર એઝરા


ઈશ્વરના રથો લાખોલાખ છે; [જેમ] તે સિનાઈના પવિત્રસ્થાનમાં છે [તેમ] પ્રભુ તેઓમાં છે.


અને તેઓ મારે માટે પવિત્ર સ્થાન બનાવે કે, હું તેઓ મધ્યે રહું.


હે સિયોનમાં રહેનારી, જોરથી પોકાર; કેમ કે ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] તારામાં મોટા મનાય છે.”


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, તે સમયે દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દશ માણસો કોઈ એક યહૂદી માણસની ચાળ પકડીને કહેશે કે, ‘અમે તારી સાથે આવીશું, કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તમારી સાથે છે.’”


“જુઓ, કુંવારી ગર્ભવતી થશે, ને તેને દીકરો થશે, અને તેનું નામ તેઓ ઈમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ઈશ્વર આપણી સાથે.”


અને તેના હ્રદયની ગુપ્ત વાતો પ્રગટ થાય છે; અને એ પ્રમાણે ઊંધો પડીને તે ઈશ્વરનું ભજન કરશે, અને ખરેખર તમારામાં ઈશ્વર છે એવું કબૂલ કરશે.


રુબેનપુત્રોએ તથા ગાદપુત્રોએ તથા મનાશ્શાનાપુત્રોએ જે વચન કહ્યાં, તે ફીનહાસ યાજકે અને તેની સાથે પ્રજાના જે આગેવનો એટલે ઇઝરાયલના હજારોના વડીલો હતા તેઓએ સાંભળ્યાં, ત્યારે તેઓને બહુ સારું લાગ્યું.


અને એલાઝાર યાજકના પુત્ર ફીનહાસે ને તે આગેવાનોએ રુબેનપુત્રો પાસેથી ને ગાદપુત્રો પાસેથી, ગિલ્યાદ પ્રાંતમાંથી કનાન દેશમાં પાછા આવીને ઇઝરાયલી લોકોને ખબર આપી.


અને યહોશુઆએ કહ્યું, “આ ઉપરથી તમે જાણશો કે જીવતા ઈશ્વર તમારી મધ્યે છે, ને કનાનીઓ તથા હિત્તીઓ તથા હિવ્વીઓ તથા પરિઝીઓ તથા ગિર્ગાશીઓ તથા અમોરીઓ તથા યબૂસીઓને તે નક્કી તમારી આગળથી હાંકી કાઢશે.


Lean sinn:

Sanasan


Sanasan